વાઉચર ઉપર GSTની વિડંબના
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ વિચિત્ર કાયદો બનાવીને પરિપત્ર દ્વારા ખુલાસા કરવાનું ચલણ છે. જ્યારે પણ કાયદાની ઉણપના લીધે સપ્લાયરની પીંઠ ભાગી જાય તેવી જોગવાઈને હાઈકોર્ટમાં પડકારવામાં આવે તે વખતે ખાતાની વિરૂધ્ધ ચૂકાદો આવતાની સાથે જ કાયદામાં પૂર્વલક્ષી સુધારા કરી નાખવામાં આવે છે.
બોગસ બીલના વેપારીને પકડવાના બદલે સરકાર IMS લઈ આવે અને ફરજીયાત સ્વિકૃતિના લીધે જે વ્યક્તિ અજાણતા આવા વ્યવહાર સ્વિકારી લે તો તરત વેરો, વ્યાજ અને દંડની વસૂલાત કરવા દરોડા પાડવામાં આવે છે. કોઈ સપ્લાયરને જ્યારે માલ માટે રકમ સપ્લાય કરતા પહેલા પ્રાપ્ત થાય છે તેવા કિસ્સામાં આવી એડવાન્સની રકમ ઉપર GST ભરવાનો નથી તારીખ ૧૪ નવેમ્બર ૨૦૧૭ પછી.
પણ જો કોઈ વાઉચર આપેલ હોય તો વેરાકિય જવાબદારી કેવી રીતે રહેશે તે વિષે સરકાર દ્વારા તારીખ ૩૧-૧૨-૨૦૨૪ના રોજ પરિપત્ર નં ૨૪૩/૩૭/૨૦૨૪- GST થી ચોખવટ કરી છે. જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.
વાઉચર એટલે ?
GST કાયદા હેઠળ કલમ ૨(૭૫)માં પૈસાની વ્યાખ્યા આપવામાં આવી છે. Pre-Paid instrument એટલે જે પૈસા તરીકે ઓળખાય છે. RBIના નિયમ પ્રમાણે તેવા વાઉચરનો કલમ ૨(૭૫)માં સમાવેશ થાય અને કોઈ GST ભરવાનો થાય નહીં. જે વાઉચર પૈસા તરીકે નથી ગણાતા પણ (GSTકાયદાની કલમ ૨(૧૧૮) ની વ્યાખ્યા પ્રમાણે માલ અથવા સેવાના સપ્લાય માટે આપનાર ઉપર તેવો માલ કે સેવા આપવાની જવાબદારી દર્શાવે છે તેવા વ્યવહારને (GST કાયદા હેઠળ પરિશિષ્ટ ૩ના ક્રમાંક ૬ હેઠળ એકશનેબલ કલેમ ગણવાનો થાય અને આ વ્યવહાર સપ્લાય ગણાય નહીં.
ડિસ્ટ્રીબ્યૂટર- સબડિસ્ટ્રીબ્યૂટર
જ્યારે વાઉચર ડિસ્ટ્રિબ્યૂટરને આપવામાં આવે અને તે વાઉચર સબડિસ્ટ્રીબ્યૂટરને આગળ વહેચવા માટે આપવામાં આવે કોઈ ફી કે કમિશન વગર ત્યારે આ વાઉચર સપ્લાય ગણાય નહીં. જો ફી અથવા કમિશન લેવામાં આવે તો તે રકમ ઉપર GST ભરવાનો થાય.
માર્કેટિંગ સપોર્ટ સર્વિસીસ વિગેરે જ્યારે વાઉચર આપીને તેના બદલામાં જાહેરખબર, માર્કેટિંગ, પ્રમોશન, સપોર્ટ સર્વિસ વગેરે સેવા આપવામાં આવે ત્યારે સેવા આપનારે આ રકમ ઉપર GST ભરવાનો થાય. આ ખુલાસાથી જેટલા એકમો સોશિયલ મિડિયા ઇન્ફ્લૂયન્સરને મફત જમવાનું કે રહેઠાણ વિગેરે આવે છે તેના વ્યવહાર GSTની જાળ ફેકી છે.
વાઉચર રજૂના કરાયુ તો ?
અવેજ લઈને વાઉચર આપવામાં આવ્યું અને તેની આખર તારીખ સુધી તેના આધારે સેવા કે માલ સામે વટાવવામાં ન આવે તે વખતે જેણે વાઉચર આપ્યું છે તેના માટે આ GST પાત્ર વ્યવહાર ના ગણાય.