Get The App

આર્થિક સર્વેમાં બીમારીનું નિદાન તો થયું, પણ બજેટમાં તેની ઘોર ઉપેક્ષા થઈ

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
આર્થિક સર્વેમાં બીમારીનું નિદાન તો થયું, પણ બજેટમાં તેની ઘોર ઉપેક્ષા થઈ 1 - image

- દેશ સમક્ષના આર્થિક પડકારોને સગવડતાપૂર્વક ભૂલી જવાયા

- ઓપિનિયન-પી.ચિદમ્બરમ્

- 2025-26માં બજેટ ફાળવણીમાં ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને અનેક અન્ય મંત્રાલયોમાં બજેટ ફાળવણીમાં ક્રૂર કપાત કરાઈ હતી 

સરવે ઉપયોગી, બજેટ નિષ્ક્રિય

રવિવારે બજેટ ૨૦૨૬-૨૭ રજૂ થયા પછી સરકારી પ્રવક્તાઓ, તંત્રીલેખકો, ટીકાકારો તેમજ પત્રકારોએ બજેટનું વર્ણન કરવા 'સાવચેતી' શબ્દ તેમજ 'પરિસ્થિતિ બગડવા નહિ દેતા' વાક્યનો પ્રયોગ કર્યો. મારા મતે તેઓએ અમેરિકી  કહેવત, 'જો કોઈ વસ્તુ તૂટેલી નથી તો તેનું સમારકામ કરવાની જરૂર નથી'નું પાલન કર્યું.

બહુવિધ પડકારો

આર્થિક સરવે ૨૦૨૫-૨૬ (ઈએસ)એ ભારતીય અર્થતંત્ર સામેના પડકારોની ઓળખ કરી. તેમાંથી મુખ્ય હતા ઃ

- પ્રમુખ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલું ટેરિફ યુદ્ધઃ

તેમણે ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ પચાસ ટકામાંથી ઘટાડીને ૧૮ ટકા કરવાની જાહેરાત કરી હોવા છતાં એવું લાગી રહ્યું છે કે આ ઘટાડો એવી શરતે છે કે ભારતે અમેરિકી વસ્તુઓ પર શૂન્ય ટેરિફ લગાડવો પડશે,શૂન્ય ટેરિફ સામેના અવરોધો હટાવવા પડશે, પાંચસો અબજ  ડોલરની અમેરિકી વસ્તુઓની આયાત કરવી પડશે તેમજ અન્ય શરતો હતી જે ભારત માટે સંતોષવી મુશ્કેલ થઈ પડશે.

- સીધા વિદેશી રોકાણનો પ્રવાહ ક્ષમતા કરતા ઓછો રહ્યોઃ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો બહાર નીકળી રહ્યા છે. ભારતીય પ્રમોટરો પાસે રોકડ હોવા છતાં રોકાણ કરવા ખચકાઈ રહ્યા છે. પરિણામે ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (જીએફસીએફ) જીડીપીના લગભગ૩૦ ટકાના સ્તરે અટકી ગઈ છે.

-અસંતોષકારક સામાન્ય જીડીપી વૃદ્ધિઃ

એનએસઓએ અપનાવેલી પદ્ધતિ અને રાષ્ટ્રીય એકાઉન્ટ્સ પરની શંકાએ વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરો સામે સવાલ ઊભા કર્યા છે. નોમિનલ જીડીપી એક બહેતર સૂચકાંક છે. તે ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં અનુક્રમે ૧૨ ટકા, ૯.૮ ટકા અને ૮ ટકાના દરે વધ્યો છે. વિકાસ તેની ગતિ ગુમાવી રહ્યો છે.

- બેરોજગારીની ગંભીર સ્થિતિઃ 

યુવા બેરોજગારી દર જૂન ૨૦૨૫માં ૧૫ ટકા હતો. કુલ કાર્યબળનો માત્ર ૨૧.૭ ટકા હિસ્સો કાયમી પગારદાર રોજગારીનો હતો. લાખો યુવાનો હજી પણ બેરોજગાર છે. આંકડા સ્વ-રોજગાર પ્રત્યેનું વલણ દર્શાવે છે.

- ઉત્પાદન શક્તિ વિના કોઈ દેશ મધ્યમ-આવક દેશ નથી બની શક્યો. ભારતના ઉત્પાદન ક્ષેત્રએ છેલ્લા દસ વર્ષમાં જીડીપીના માંડ ૧૫-૧૬ ટકાનું યોગદાન આપ્યું છે. મેક ઈન ઈન્ડિયા, પીએલઆઈ અને અન્ય યોજનાઓ રોજગાર સર્જવામાં નિષ્ફળ નીવડી છે.

- રોજકોષીય સંગ્રહ અત્યંત ધીમોઃ

રાજકોષીય ખાધ ૨૦૨૫-૨૬માં ૪.૪ ટકાથી ઘટીને ૨૦૨૬-૨૭માં ૪.૩ ટકા રહેશે અને મહેસૂલ ખાધ ૧.૫ ટકા રહેશે. આ દરે એફઆરબીએમના લક્ષ્યાંકો હાંસલ કરવામાં ૧૨ વર્ષથી વધુ સમય લાગશે અને આપણે મોટી કિંમત ચૂકવવી પડશે.

- ૨૦૨૫-૨૬નો કરવેરાનો દાવ વ્પાયર રીતે  નિષ્ફળ ગયો છે. ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૨૫-૨૬માં આશરે રૂ. ૩૦૪,૦૦૦ કરોડનું ઉદાર ડિવિડન્ડ જાહેર કરીને બજેટનું ગણિત સાચવી લીધું. અગાઉના બે વર્ષોમાં તેણે રૂ ૨૧૦,૮૭૪ કરોડ અને ૨૬૮,૫૯૦ કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું. યુપીએ સરકાર દરમ્યાન રિઝર્વ બેન્કનું સૌથી ઉચ્ચ ડિવિડન્ડ ૨૦૧૩-૧૪માં રૂ. ૫૨,૬૭૯ કરોડ હતું.

નાણા મંત્રીએ સીઈએની ઉપેક્ષા કરી

ઈએસના પ્રથમ પ્રકરણમાં સીઈએએ સાવધાની, પણ નિરાશા નહિ રાખવાની સલાહ આપી હતી. આ સૂર સમગ્ર રિપોર્ટ દરમ્યાન જારી રહ્યો. એક અન્ય પ્રકરણમાં તેમણે રાજકોષીય મજબૂતીના વિશ્વસનીય પ્રગતિ માર્ગની હિમાયત કરી. એકમાત્ર શહેરીકરણમાં સીઈએએ બેબાક અભિગમની ભલામણ કરી જ્યાં તેમણે નાગરિકો અને રાજ્ય વચ્ચે સુસંગત  હોય તેવા મજબૂત મહાનગર પ્રશાસન, અનુમાનિત અમલીકરણ અને વિશ્વસનીય નાગરિક સંકલનની હિમાયત કરી. શહેરોને પણ બહેતર નાણાકીય સહાય સાથે સશક્ત બનાવવાની જરૂર પડશે.

પોતાના મુખ્ય સલાહકાર પ્રત્યે નાણા મંત્રીનો પ્રતિસાદ ગેર-બૌદ્ધિક અને ટાળંટોળનો હતો. પોતાના ૮૫ મિનિટના ભાષણમાં તેમણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અથવા વિશ્વના અર્થતંત્ર પર ટેરિફ અને બળજબરીપૂર્વકના સોદાઓ દ્વારા પ્રમુખ ટ્રમ્પના બેવડા હુમલા વિશે કોઈ ટિપ્પણી ન કરી. તેમજ તેમણે વૈશ્વિક મંદી અથવા ચીનના આર્થિક વિસ્તરણ અથવા બજેટ ભાષણમાં માહિતગાર વ્યક્તિઓએ અપેક્ષા રાખી હોય તેવી અન્ય કોઈ બાબત પર ટિપ્પણી ન કરી. મારુ ઉદાર મંતવ્ય છે કે નાણાં મંત્રી અને સરકાર આર્થિક સરવેની પરવા નથી કરતા. મારુ કઠોર મંતવ્ય છે કે આપણે એવા ગ્રહમાં વસી રહ્યા છીએ જે સૌર મંડળનો હિસ્સો નથી.

મને આઘાત લાગ્યો કે નાણા મંત્રીએ મંદ વૃદ્ધિ દર, ગરીબી અને વધતી અસમાનતા, અટકી ગયેલું રોકાણ, વ્યાપક બેરોજગારી, કલ્યાણકાર્યોની ઉપેક્ષા, રૂપિયાનો ઘસારો અને માળખાકીય તેમજ જરૂરી સેવાની માગ અને પૂરવઠા વચ્ચે વિશાળ તફાવતની ચિંતાઓનું સમાધાન કરે તેવી સરકારી નીતિઓ જણાવવાનું જરૂરી ન ગણ્યું.

એકાઉન્ટન્ટની પરીક્ષામાં નાપાસ

સામાન્ય એકાઉન્ટીંગ ધોરણોએ પણ નાણાં મંત્રીનો નાણાકીય વ્યવસ્થાપનનો રેકોર્ડ નબળો રહ્યો. ૨૦૨૫-૨૬માં બજેટ ફાળવણીમાં ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને અનેક અન્ય મંત્રાલયોમાં બજેટ ફાળવણીમાં ક્રૂર કપાત કરાઈ હતી. શિવરાજ ચૌહાણની નજર હેઠળ કૃષિ અને ગ્રામીણ વિકાસમાં રૂ. ૬૦,૦૫૨ કરોડની કપાત થઈ. જલજીવન મિશનને રૂ. ૬૭ હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા પણ સુધારેલા અંદાજમાં જણાયું કે માત્ર રૂ. ૧૭ હજાર કરોડનો ખર્ચ થયો હતો. મૂડી ખર્ચ ૨૦૨૪-૨૫માં જીડીપીના ૩.૨ ટકાથી ઘટીને ૨૦૨૫-૨૬માં ૩.૧ ટકા રહ્યો. સંરક્ષણ ખર્ચ જીડીપીના ૧.૬ ટકા (કુલ ખર્ચના ૧૧.૪ ટકા) જેટલો ઘટી ગયો અને ૨૦૨૬-૨૭માં જીડીપીના ૧.૫ ટકા (કુલ ખર્ચના ૧૧.૧ ટકા) જેટલો ઘટવાની સંભાવના છે.

જાણકાર નિષ્ણાંતોએ બેજટ ભાષણની આકરી ટીકા કરી છે. ડો. સુરજીત ભલ્લાએ ચોથા સૌથી વિશાળ અર્થતંત્રની સ્વ-પ્રશંસિત જાહેરાતની મજાક ઉડાવી. ડો. સી. રંગરાજને રાજકોષીય મજબૂતીની ધીમી ગતિ બાબતે ચિંતા વ્યક્ત કરી. ડો. અશોક ગુલાટીએ કૃષિ ક્ષેત્રના વિશાળ હિસ્સાની ઉપેક્ષાની ટીકા કરી. પ્રોફેસર રોહિત લાંબા (કોર્નેલ યુનિવર્સિટી) બજેટની યોજનાની શોધમાં હોય તેવા અર્થતંત્ર તરીકે મજાક ઉડાવી.