Get The App

ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી

Updated: Jun 4th, 2023

GS TEAM

Google News
Google News
ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 1 - image

ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી

મુંબઈમાં ઔડી કારમાં ચા વેચવા આવતા બે યુવકોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યાં છે. મૂળ હરિયાણાના પણ મુંબઈમાં રહેતા અમિત કશ્યપ અને મન્નુ શર્મા નામના બે છોકરા ફિલ્લ અને ટીવી ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ રહે છે એ લોખંડવાલા ફ્લેટ્સમાં જઈને ચા વેચે છે. તેમણે  પોતાની ઔડી ટી શોપનું નામ ઓનડ્રાઈવ ટી રાખ્યું છે.  

આ વીડિયોમાં એક યુવક ઔડી કારમાં બેસીને બહાર જઈ રહ્યો છે. યુવક કાર લઈને લોખંડવાલા બેકરોડ પહોંચે છે અને ચાનો સ્ટોલ લગાવીને ચા બનાવવાન માંડે કરે છે. યુવક પોતે જ ચા બનાવે છે અને તેનો મિત્ર ગ્રાહકોને ચા આપે છે. બંનેએ નવી માર્કેટિંગ વ્યૂહરચના હેઠળ ઔડડી કારનો આઈડિયા અમલમાં મૂક્યો તેને જોરદાર રીસ્પોન્સ મળી રહ્યો છે.

ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 2 - image૨૦ કરોડનું સોનું દરિયામાં ફંગોળી દીધું

 એક તોલો સોનું પણ કોઇ દરિયામાં ના પધરાવે તેના બદલે ૨૦ કરોડ રૂપિયાની કિંમતનું ૨૧.૨૬૯ કિલો સોનું દરિયામાં પધરાવી દેવાયાના અહેવાલો જોવા મળ્યા છે. તમિળનાડુ નજીક ગલ્ફ ઓફ મનારના દરિયાઇ પાણીમાં  જ્યારે શ્રીલંકાથી ભારત આવતી પ્રતિબંધીત ચીજો સામે ઓપરેશન કરાયું ત્યારે દાણચોરોએ પકડાઇ જવાની બીકે સોનું દરિયામાં નાખી દીધું હતું. શ્રીલંકાથી ભારતના દરિયાઇ માર્ગે દાણચોરી મોટા પાયે થઇ રહી છે તેને પકડવા અવારનવાર રેડ પડાય છે.



ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 3 - imageડાયબ્લો-૪ સુપરગેમ 

 વિશ્વમાં બહુ પ્રસિધ્ધ એવી ડાયબ્લો-૪ ગેમ આજકાલમાં શરૃ થઇ રહી છે. દરિયાઇ ચાંચીયાઓ સામેની લડાઇમાં યુઝર્સને વ્યસ્ત રાખતી ડાયબ્લો-૪ના ચાહકો વિશ્વભરમાં છે. આ એક એવી ગેમ છે કે જેમાં પૈસાદારોની લૂંટ થાય છે, સખત્ત યુધ્ધ જોવા મળે છે. ડાયબ્લો-૪ની પ્રી લોડેડ પ્રોસેસ હવે ઉપલબ્ધ કરાઇ છે. પીસી,પ્લેસ્ટેશન અને એક્સબોક્સ પર તે  પ્રીલોડ કરી શકાશે.


ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 4 - imageઇન્દોરની ૨૦ વર્ષની યુવતીએ એપલની ચેલેન્જ જીતી..

 આંખના મસલ્સને મજબૂત કરતી એપ્લિકેશન બનાવીને ઇન્દોરની ૨૦ વર્ષની યુવતીએ એપલની  WWDC23 ચેલેન્જ જીતી લીધી છે. દર વર્ષે એપલ આવી ચેલેન્જ બહાર પાડે છે.સ્વિફ્ટ કોડીંગ લેન્ગવેજ આધારીત એપ્લીકેશન બનાવાતી હોય છે. ગયા અઠવાડીયે એપલે વિનર્સના નામ બહાર પાડયા તેમાં ૨૦ વર્ષની અસ્મી જૈન સહિત ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે. જ્યારે અસ્મીના ફ્રેન્ડના અંકલને બ્રેન સર્જરી કરાવાઈ ત્યારે આઇ બોલની મુવમેન્ટ અટકી ગઇ હતી. આ જોેઇ અસ્મીએ બોલની દિશામાં આઇબોલ ફરે એવી એપ્લીકેશન બનાવી હતી.


ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 5 - imageએપલની ડેવલોપર્સ  કોન્ફરન્સ

પાંચમી જુને એટલેકે આજે એપલની વર્લ્ડ વાઇડ ડેલવોપર્સ કોન્ફરન્સ (WWDC)  છે. કહે છે કે એપલ પોતાના નવા સંસોધનો લોકો સમક્ષ મુકશે. એપલ ત્રણ મુદ્દા પર ભાર મુકશે જેેમાં 1) new Macs, 2) the mixed-reality headset, 3) the new OSSનો સમાવેશ થાય છે. એપલની ડેવલોપર્સ કોન્ફરન્સ પર મોબાઇલ ટેકનોલોજીના નિષ્ણાતો રાહ જોઇને બેઠા હોય છે.



ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 6 - imageદક્ષિણના રાજ્યો..ઇકોનોમીની શાન

તમિળનાડુ અને કર્ણાટકાગામી બે વર્ષમાં એક ટ્રિલીયનની ઇકોનોમી વાળા બની જશે એમ નિતી આયોગના ભૂતપૂર્વ સીઇઓ અમિતાભ કાંતે ગયા અઠવાડીયે એક કાર્યક્રમમાં કહ્યું હતું. ભારતનું સપનું પાંચ ટ્રીલીયન અને ત્યારબાદ દશ ટ્રીલીયનની ઇકોનોમી બનવાનું છે તેમાં દક્ષિણના રાજ્યો ધણી મદદ કરી શકે છે એમ કહી તેમણે ઉમેર્યું હતું કે ભારતના કુલ જીડીપીમાં ૩૦ ટકા ફાળો દક્ષિણના રાજ્યોનો છે. મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટમાં પણ દક્ષિણના રાજ્યોનો ફાળો નોંધપાત્ર છે.



ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 7 - imageનવી ફોરેન ટ્રેડ પોલીસીથી નારાજગી

નવા નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બહાર પાડેલી નવી ફોરેન ટ્રેડ પોલીસીથી ભલે નિકાસમાં વધારો થશે પરંતુ કેટલીક પાયાઓની સમસ્યાઓ પર બહુ ધ્યાન નથી આપાયું એવો ગણગણાટ નિકાસકારોમાં થઇ રહ્યો છે. કહે છે કે નવી ફોરેન ટ્રેટ પોલીસીના પગલેે નિકાસનો આંક ૨૦૩૦ સુધીમાં બે ટ્રીલીયન ડોલરનેા સિદ્ધ કરવાનો છે. અનેકવાર તારીખો લંબાવાયા બાદ નવી પોલીસી ૧ એપ્રિલે બહાર પડાઇ હતી. જોકે નિષ્ણાતો કહે છે કે બે ટ્રીલીયન ડોલરની નિકાસના સપનાં જોવાથી કશું ના થાય તે માટે પાયાના ફેરફાર ની જરૂર છે. જેમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો પણ સમાવેશ થાય છે.



ઔડી કારમાં ચા ની લારી, નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી 8 - imageએલિઝાબેથે રોકાણકારોને છેતર્યા..૧૧ વર્ષની જેલ    

    એલિઝાબેથ હોમ્સને અમેરિકાની કોર્ટે ૧૧ વર્ષની જેલની સજા કરી હતી. આ બાઇની જેલની સજા ૩૦ મેના રોજ થરૂ થઇ છે. કોર્ટે તેને સજા ઉપરાંત તેના બિઝનેસ પાર્ટનર રમેશ-સન્ની બિલવાનીને તેમજ હાઇપ્રોફાઇલ રોકાણકારોને ૪૫૨ મિલીયન ડોલર ચૂકવવનો આદેશ કર્યો હતો. એલિઝાબેથે બ્લડ ટેસ્ટીંગનું સ્ટાર્ટઅપ શરૂ કરીને તેને હેલ્થ ટેકનોલોજી કંપની તરીકે પ્રોજક્ટ કરીને રોકાણકારોને ખંખેર્યા હતા. તેની કંપની થેરેન્સની વેલ્યૂ નવ અબજ ડોલર આંકવામાં આવી હતી. એલિઝાબેથે મોટા માથાઓ પાસેથી કુલ ૭૦૦ મિલીયન અમેરિકી ડોલરનું રોકાણ મેળવ્યું હતું જેમાં મિડીયા કિંગ રૂપર્ટ મર્ધોકનો પણ સમાવેશ થાય છે.