વિન્ટર ઓલમ્પિક ટૂંક સમયમાં પુરી થઇ જશે પરંતુ ત્યાં એક વિચિત્ર ચીજની અછત ઉભી થઇ છે. ૨૦૨૬ની મિલાન વિન્ટર ઓલમ્પિકમાં ખેલાડીઓને તમામ સવલતો આપવામાં આવે છે. તેમનો સ્ટ્રેસ ઓેછો કરવાની દવા સમાન કોલગર્લને પણ ત્યાં વિશેષ છૂટ અપાય છે. દરેકને ફ્રી કોન્ડોમની પણ સવલત અપાય છે. દરેક ખેલાડી સ્પર્ધાના સમયે સખત ટેન્શન અનુભવતા હોય છે. તેમના ઉપયોગ માટે ૧૦,૦૦૦ જેટલા કોન્ડોમનું મફત વિતરણ કરાય છે. જેથી તે કોઇ જાતીય રોગનો ભોગના બને. સમસ્યા એવી ઉભી થઇ છે કે મફત અપાતા કોન્ડોમનો સ્ટોક ખલાસ થઇ ગયો છે. તેને ત્વરીત મંગાવાઇ છે. મિલાનના એથલેટીક વિલેજમાં ૨,૯૦૦ ખેલાડીઓ માટે ૯,૭૦૦ કોન્ડોમ મંગાવાયા હતી પરંતુ તેની ડિમાન્ડ વધુ ઉભી થઇ હતી. ૨૦૨૪ની પેરિસ ઓલમ્પિકમાં ૧૦,૫૦૦ ખેલાડીઓ વચ્ચે બે લાખ મેલ અને બે લાખ ફિમેલ કોન્ડોમ ફાળવવામાં આવ્યા હતા. જ્યારે તે અગાઉની ઓલમ્પિક ગેમમાં ત્રણ લાખ કોન્ડોમ ફાળવાઇ હતી. ઓલમ્પિક ગેમમાં કોન્ડોમની ફાળવણી એક પરંપરા બની ગઇ છે. કોન્ડોમ ફાળવણી પાછળનું મુખ્ય કારણ સેફ અને સલામત સેક્સ હોય છે. કોવિડ દરમ્યાન જ્યારે ૨૦૨૧માં ટોકિયો ઓલમ્પિક રમાઇ ત્યારે સેક્સ ઇન્ટીમસી પર પ્રતિબંધ મુકાયો હતો. ઓલ્મિક વિલેજમાં જ્યારે એથલેટ્સ સખત પ્રેશર હેઠળ રહેતા હોય છે ત્યારે પ્રેશર રીલીઝ કરવા તે સેકસનો આશરો લેતા હોય છે.
- જાપાનનું ભારતમાં જંગી રોકાણ
જાપાનને ભારતમાં રોકાણ કરવાની ફાવટ આવી ગઇ હોય એમ લાગી રહ્યું છે. વ્યૂહાત્મક એવા ઇન્ડિયા જાપાન ઇન્વેસ્ટમેન્ટ કોરીડોર માટે ચર્ચા ચાલે છે જેથી બંને દેશના બિઝનેસ સર્કલને લાભ થશે. જાપાનની મિઝુહી બેંકના સીઇઓ ભારતની મુલાકાતે આવી ગયા બાદ બંને દેશો વચ્ચે બિઝનેસની વધુ તકો ખુલી છે. કોરીડોર ઉભો કરવાની વાત બહુ મહત્વની બની છે. જાપાનની કંપનીઓ અબજો ડોલર ભારતમાં ઠાલવી રહી છે. જેના કારણે ભારતના જાપાનમાં વેપાર માટેની તકો ખુલી છે. જાપાન બેન્ક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન તેના રોકાણ માટેના સર્વેમાં ભારતને નંબર વનનો રેન્ક આપે છે. જાપાનની કંપનીઓ તેમની બેંકના રેટીંગને બહુ મહત્વ આપે છે અને તેના પર ભરોસો મુકે છે.

- ઝુકરબર્ગ અને એલેકઝાંડર
ઇન્ટરનેટ ટેકનોલોજીનાં રીસર્ચ અને નવી એપ વગેરેમાં ગુગલના બ્રીન તેમજ ફેસબુકના માર્ર્ક ઝુકરબર્ગ વગેરેના નામો જાણીતા થયા હતા. ત્યારે સિલિકોન વેલીની બોલબાલા હતી. હવે ઇન્ટરનેટ ટેકનોલોજીના સ્થાને આર્ર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો દબદબો શરૂ થયો છે.તેમાં ટોપના ચહેરાતો ઇન્ટરનેટ ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો જ જોવા મળે છે. પહેલી નજરે એમ કહી શકાય કે સિલિકોન વેલી બદલાઇ રહી છે. પરંતુ છૈંમાં રોકાણ કરનારા એના એજ ચહેરા છે તેમ છતાં ડેરિયો, સામ અલ્ટમેન, ડેમીસ હસાબીસ, એલેક્સ કાર્પ જેવા નામો ચર્ચાતા થયા છે અને તેમના નવા સંશોધનો પર વિશ્વ રાહ જોતું હોય છે. ઇલોન મસ્ક સતત ટોપ પર જોવા મળે છે. દરેક ટેકનોલોજી ક્ષેત્રે મસ્ક જોવા મળે છે. આ એ લોકો છે કે જેમને વિશ્વમાં આવતી નવી ટેકનોલોજીના પ્રણેતા કહી શકાય. ૨૦ વર્ષ પહેલાં જે ઝુકરબર્ગે કરી બતાવ્યું તે હવે એલેકઝેન્ડર વેંગના હાથમાં છે. ૧૯ વર્ષે એલેકઝાંડરે નવા સંશોધન પર હાથ અજમાવ્યો હતો. ઝુકરબર્ગે પણ એવુંજ કર્યું હતું. ઝુકરબર્ગે હારવર્ડ છોડયું હતું તો એલેકઝાંડરે એમઆઇટી પાસ નહોતી કરી એને તે છોડવું પડયું હતું. આર્ર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની ડિમાન્ડ એવી ઉભી થઇ કે વેંગ ૨૪ વર્ષની ઉમરે પોતાની કમાઇથી અબજોપતિ બની ગયો. ઝુકરબર્ગ પણ નાની ઉંમરેજ અબજોપતિ બન્યો હતો.


