દેશની બીજા નંબરની આઇટી કંપનીએ એક ઇનોવેટીવ પગલું ભર્યું છે. જે આઇટી વર્ક સાથે સંકળાયેલી યુવા મહિલાઓ માટે છે. જે મહિલાઓને વિવિધ કારણોસર જોબ પડતી મુકવી પડી હોય તેવી મહિલાઓ ફરી તેમની કેરિયર શરૂ કરી શકે એવો આ કોન્સેપ્ટ છે. આ પ્રોગ્રામનું નામ રીસ્ટાર્ટ વીથ ઇન્ફોસિસ છે. ઉમેદવાર પાસે બે વર્ષનો અનુભવ જોઇએ અને છ મહિનાની બ્રેક જોઇએ.ઇન્ફોસિસ તેમને ૫૦,૦૦૦ના પગારની ઓફર કરી રહ્યું છે. માત્ર મહિલાઓને જોબ રીસ્ટાર્ટ કરવાની ઓફર અનોખી છે તેની પ્રશંસા પણ થઇ રહી છે. પરંતુ સોશ્યલ નેટવર્ક પરના કેટલાક ઇર્ષાળુઓ એમ કહી રહ્યા છે કે ઇન્ફોસિસ પુરૂષો સાથે ભેદભાવ કરી રહ્યા છે. અહીં મહત્વનું એ છે કે ઇન્ફોસિસ ૨૦૩૦ સુધીમાં તેના કુલ કર્મચારીઓની સંખ્યામાં ૪૫ ટકા મહિલા રાખવા માંગે છે.

799 ડોલરના મેટા સ્માર્ટ રે બાન ચશ્મા
૧૭ સપ્ટેમ્બરે મેટા રેબાન ગોગલ્સની કિંમત જાહેર કરાઇ છે. રેબાનના સ્માર્ટ ચશ્માની ખાસિયત એ છે કે તે મોબાઇલ ફોનની ગરજ સારશે. લોકો સ્માર્ટફોનને પોતાના હાથમાં રાખવાના બદલે ખીસ્સામાં મુકી રાખે એવી સ્થિતિ મેટા ગોગલ્સ ઉભી કરી શકે છે કેમકે તે સ્માર્ટ ફોનનું બધુંજ કામ કરી શકે છે. મોબાઇલ ફોન કરતા સ્માર્ટ ચશ્મા વધુ આસાન બની શકે છે. તેમાં AI સર્વિસ છે, કેમેરા છે, ટેક્સ્ટ મેસેજ જોઇ શકાય છે. ચશ્માની ફ્રેમ ઉંચી નીચી કરવા માટે ઉઠાવેલા હાથની જેમ તે આસાનીથી ઓપરેટ કરી શકાય છે. તે છ કલાકમાં ચાર્જ થઇ જાય છે ૩૦ સપ્ટેમ્બર પછી તે ખરીદી શકાશે. ૭૯૯ ડોલર ભારતીયો ખર્ચી શકે છે.

સાયબર ફ્રોડ કરનારા 2500 કરોડ ચાંઉ કરી ગયા
રિઝર્વ બેંકે અનેક કડક કાયદા બનાવ્યા છતાં સાયબર ફ્રોડ કરનારા કાબુમાં નથી આવતા. સરકારી એજંસીઓની તપાસ અને કડક કાયદાના અમલ છતાં નાગરિકો ડિજીટલ એરેસ્ટના શિકાર બને છે. છેલ્લા બે વર્ષમાં દેશના લોકોના ૨૫૦૦ કરોડ રૂપિયા સાયબર ઠગો ચાંઉ કરી ગયા છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજીટલ પેમેન્ટ ઇન્ટેલીજન્સ પ્લેટફોર્મ (DPIP) તૈયાર કરી ચૂક્યું છે પરંતુ સાયબર ફ્રોડ કરનારા વધુ ચતુર સાબીત થઇ રહ્યા છે. બેંકેાની ભૂમિકા શંકાસ્પદ સાબિત થઇ રહી છે. ભૂતિયા ખાતા ખોલનારાની નથી તો તપાસ કરાતી કે નથી તો ખાતા ખોલનારાની ઓળખ આપનારાને પકડવામાં આવતા. રિઝર્વ બેંકેના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે તે કમનસીબી કહી શકાય.


