'સ્માર્ટ સીટીઝ' શહેરી સેવાઓ ઉપર નિર્ભર
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- 'સ્માર્ટ સીટીના માપદંડોમાં પ્રવર્તમાન સમયમાં ફેરફાર જરૂરી.'
આપણા દેશમાં સ્માર્ટ સીટીઝનું નામાભિધાન ૨૦૧૫થી ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું. આને એક પ્રકારના “Urban Mission” તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલાં JNNURM - Jawaharlal Nehru Urban Renewal Mission તરીકે ઓળખવામાં આવતું. પ્રાથમિક દ્રષ્ટિએ મોટા શહેરોમાં શહેરી સેવાઓને આંતરમાળખાકીય દ્રષ્ટિએ સુદ્રઢ કરવાની બાબત છે. સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવા માટે ૧૦ લાખની (1 Million) વસ્તી ધરાવતા શહેરોનો સમાવેશ તેમજ રાજ્યોની રાજધાનીને (Capital City) વસ્તીના માપદંડ સિવાય સમાવેશ કરવાનું ધોરણ છે. દા.ત. ગાંધીનગર પાટનગર - ગુજરાત - સામાન્ય રીતે શહેરોને “Engine of Growth and Centre of Opportunities” તરીકે ઓળખવામાં આવે છે અને શહેરીકરણ - Urbanisation એટલે ગ્રામ્યવિસ્તારમાંથી શહેરો તરફના સ્થળાંતરના (Migration) વ્યાપને કારણે દિનપ્રતિદિન શહેરોનું વિસ્તરણ અને વિકાસના પ્રશ્નોને 'નાગરિક કેન્દ્રિત ”“Citizen Centric” શહેરી સેવાઓને કાર્યદક્ષ સ્વરૂપે પુરી પાડવામાટે ભારત સરકાર દ્વારા ગુજરાતના મોટા ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર પાટનગરનો સ્માર્ટ શહેરોમાં અને એક આદિજાતિ વિસ્તારના એક દાહોદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાગરિકોની પ્રાથમિક અને આવશ્યક સેવાઓને ગણવામાં આવે તો પાણી, ગટર અને રસ્તાનો સમાવેશ ગણવામાં આવે છે. પરંતુ આ સેવાઓને પણ Level of Service નાગરિક સેવાઓ પુરી પાડવાનું ધોરણને માપદંડ ગણી પ્રવર્તમાન સમયમાં નાગરિકોને અન્ય સેવાઓ પુરી પાડવાની છે કે જેથી શહેરોની Livability index માં સુધારો થાય અને શહેર Livable, Likeable and Loveable બને. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો દેશના અન્ય રાજ્યોની સરખામણીએ Fastest Growing Urbanised Stateમાં સમાવેશ થાય છે. દિલ્હી અને ગોવા શહેરીકરણમાં આગળ ગણવામાં આવે પરંતુ આ બંન્ને રાજ્ય એક સમયમાં ફક્ત કેન્દ્ર શાશિત (Union Territories) હતા અને City State ગણાય જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર પણ એક સમયમાં ૧૯૬૦ સુધી મુંબઈ રાજ્યનો ભાગ હતા તે બંન્ને રાજ્ય સૌથી અગ્રીમ શહેરી વસ્તી ધરાવતા રાજ્યો છે અને ૨૦૩૦ સુધીમાં ગુજરાતની ૫૦% વસ્તી શહેરોમાં હશે. જેથી સુઆયોજીત શહેરી સેવાઓ નાગરિકોની અપેક્ષા પ્રમાણે પુરી પાડવી તે મોટો પડકાર છે.
સ્માર્ટ સીટીમાં જે દસ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તેમાં (૧) સુનિશ્ચિત સ્વરૂપે પાણી પુરવઠો (૨) સુનિશ્ચિત સ્વરૂપે વીજ પુરવઠો (૩) ઘન કચરાનો નિકાલ (૪) Urban Mobility વાહન વ્યવહાર (૫) Safety and Security of Citizen (૬) Women and Child Development (૭) શિક્ષણ (૮) આરોગ્ય (૯) ICT - Information and Communication (૧૦) Road and Transport with Environment. આમ તો આ માપદંડ Indicative ઉદાહરણ સ્વરૂપે છે. કારણકે દરેક શહેરના જુદાજુદા Stake Holders સાથે પરામર્શ કર્યા બાદ સ્માર્ટ સીટીની દરખાસ્ત તૈયાર કરવાની હતી. ગુજરાતના જે શહેરોનો સ્માર્ટ શહેરોમાં સમાવેશ થયો છે. તેના અમલના ભાગરૂપે દરેક શહેરનું અલગ સત્તા મંડળ Special Purpose Vehicle (SPV) રચવામાં આવેલ છે. કારણકે તેવુ અમલીકરણ અને નિર્ણયની પ્રક્રિયારાજકીય બાબતોથી પર (Apolitical) રાખવાનો આશય છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો તેમજ ગાંધીનગર સહિત (દાહોદ સિવાય) મહાનગરપાલીકાનો દરજ્જો ધરાવે છે અને સંસ્થાકીય માળખાકીય અને લાગુ પડતો કાયદો ગુજરાત મ્યુનિસીપલ કોર્પોરેશન એક્ટ-૧૯૪૮ (GPMC) છે. આ કાયદો આજે પણ ગુજરાત મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ પડે છે અને આ કાયદામાં નાગરિકોને પુરી પાડવામાં આવતી ફરજીઆત ફરજો (Obligatory Duties) અને મરજીઆત ફરજોનો (Discretionary) સમાવેશ થાય છે. મોટા ભાગના નાગરિકોને આ અંગેની વિસ્તૃત માહિતીનો ખ્યાલ પણ ન હોય કારણકે તેઓએ તો રોજબરોજના પાણી, રસ્તા અને ગટર જેવી સુવિધાઓ સાથે વધારે નિસ્બત હોય છે. આ લેખનો મુખ્ય ઉદ્દેશ શહેરી નાગરિકોની જેટલી સક્રિયતા વધારે તેટલો શાસન વ્યવસ્થા ઉપર જવાબદેહી (Accountability) લાવવાનો છે. ફક્ત સ્માર્ટ શહેર તરીકે જાહેર કરવાથી નાગરિકોનું જીવન ધોરણ ઉંચું આવી જતું નથી. પરંતુ Tax Payer તરીકે જે નાગરિક સેવાઓ પુરી પાડવામાં આવે છે તેમાં આંતરમાળખાકીય સુવિધા પુરી પાડવાના ધોરણો અંગે જાગૃતતા લાવવા માટે વાંચકો તરફથી તાજેતરમાં વરસાદી પાણીનો નિકાલ, શહેરી કામોની ગુણવત્તા ખાસ કરીને રસ્તા, ફ્લાય ઓવર તેમજ રખડતા ઢોર અંગે વાંચા આપવાનું જણાવતાં વિવરણ કરવામાં આવે છે.
વરસાદી પાણીના નિકાલ (Storm Water) અંગે આપણા જીપીએમસી એક્ટમાં કોઈ જગ્યાએ ફરજીઆત ફરજ અંગે કોઈ ઉલ્લેખ નથી અને આજ સુધી આ પ્રશ્નને ચોમાસાની સીઝન પુરતો સિમિત ગણીને વિશેષ ધ્યાન અપાયું નથી વધુમાં પ્રવર્તમાન સમયમાં “Climate Change” હવામાન બદલાવની સ્થિતિને કારણે વરસાદી Pattern પણ બદલાયું છે અને ખાસ કરીને વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો ઘણા બધા કારણોને લીધે ઉદભવ્યા છે. જેમાં કુદરતી વહેણો (Water Course) ઉપર બિનઅધિકૃત દબાણ / રૂકાવટ, આડેધડ બાંધકામો, અસાધારણ વરસાદ વિગેરેનો સમાવેશ થાય છે. આજ સુધી શહેરી નિતીનિર્ધારકો માટે વરસાદી પાણીના નિકાલનો અગ્રતાક્રમ ન હતો અને તેને માટે કોઈપણ શહેર માટે નાણાંકીય શંશાધનો પણ ન હતા. હવે શહેરોના વ્યવસ્થાપન માટે Resilience of Cities શબ્દપ્રયોગ કરવામાં આવે છે. જેનો અર્થ એ છે કે કોઈપણ શહેરોને આફતોથી મુક્ત રાખવુંFree from Shocks જેમાં પુર, આગ, ધરતીકંપ વિગેરેનો સમાવેશ થાય છે અને “Resilience” નો અભિગમ નાગરિકોને આફતોથી સુરક્ષિત રાખવાનો છે તેની સાથે પ્રતિકુળ આર્થિક અસરો, અસ્તવ્યસ્ત જનજીવન વિગેરેને થતી અસર રોકવાનો છે. ઘણી બધી બાબતો એવી છે કે પુર્વ આયોજન અને તકેદારીના પગલાં સમયસર લેવાય તો હોનારતો નિવારી શકાય. દા.ત. પ્રવર્તમાન સમયમાં ઉપરવાસમાં અસાધારણ વરસાદને કારણે નર્મદા, તાપી નદી ઉપર આવેલ ડેમોમાં પાણી છોડવાના બનાવો કે જેમાં વધુ વરસાદને કારણે નદીમાં કે સરોવરમાં પાણી આવવુ તે કુદરતી છે. પરંતુ સમયસર પાણી છોડવાથી પુરની સ્થિતિ નિવારી શકાય અને તેનાથી થતું નુકશાન અટકાવી શકાય. આમ શહેરોને સંલગ્ન વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન આયોજનની દ્રષ્ટિએ સ્માર્ટ સીટીમાં સુરક્ષા અને સલામતી નાગરિકોને આપવાની છે તેમાં કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ સિમિત સ્વરૂપે સુરક્ષા અને સલામતી નથી પરંતુ આફતોથી દુર રાખવાની પણ બાબત છે. સ્માર્ટ સીટીને લગતી અન્ય બાબતો અંગે આગામી લેખમાં વિવરણ કરીશું.