Get The App

તેલંગાણામાં મારવાડી ગો બેકના નારા

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
તેલંગાણામાં મારવાડી ગો બેકના નારા 1 - image

તેલંગાણામાં સ્થાનિક વેપારીઓ અને મારવાડી વેપારીઓ વચ્ચેની હૂંસા તૂંશી હવે જાહેરમાં આવી ગઇ છે. મારવાડી બિઝનેસ ગૃહોને તેલંગાણમાં આવીને કમાણી કરવાનો કોઇ હક નથી એમ કહીને તેલંગાણા-હૈદ્રાબાદના કેટલાક સંગઠનો આંદોલન કરી રહ્યા છે. તસ્વીરમાં જે પોસ્ટર દેખાય છે તે દર્શાવેે છે કે મારવાડી ગો બેકનું કેમ્પેઇન હવે પોસ્ટર વોર પર ઉતરી આવ્યું છે. મારવાડી બિઝનેસ ગૃહો કહે છે કે અમેતો વર્ષોથી વિવિધ રાજ્યોમાં બિઝનેસ કરી રહ્યા છીયે. કોઇનું છીનવતા નથી અને અમારી બુધ્ધિ કૌશલ્યના પગલે વિસ્તરી રહ્યા છે. મારવાડી સમાજે વડાપ્રધાન મોદીને દરમ્યાનગીરી કરવા કહ્યું છે.

તેલંગાણામાં મારવાડી ગો બેકના નારા 2 - image

માત્ર ત્રણ કલાકના સુલતાન

ઓરેકલના ગેરીસને જ્યારે વિશ્વના અબજોપતિ ઇલોન મસ્કને બાજુ પર હડસેલીને તેમની પાસેનો વિશ્વના અબજોપતિનો મુગટ આંચકી લીધો ત્યારે તે અહેવાલો ફલેશ બનીને સમાચાર માધ્યમોમાં ચમક્યા હતા. ઓરેકલના ચેરમેન ગેરીસન લોકો માટે સાવજ અજાણ્યો ચહેરો હતો.  પરંતુ સ્ટોક માર્કેટમાં તેમની કંપનીના  શેરોમાં એક દિવસમાં ૪૧ ટકાનો ઉછાળો નોંધાવતા તેમની સંપત્તિમાં પણ ઉછાળો આવ્યો હતો. જે ટોટલમાં ઇલોન મસ્ક કરતાં પણ આગળ વધી ગયો હતો. જો કે ઇલોન મસ્કની એક કંપનીના શેરો પણ ઉછળતા તે ફરી પાછા વિશ્વના સૌથી વધુ પૈસાદારનો મુગટ પહેરી શક્યા હતા. ટૂંકમાં ઓરેકલના ચેરમેન ત્રણ કલાક માટે સુલતાન રહ્યા હતા.

તેલંગાણામાં મારવાડી ગો બેકના નારા 3 - image

મહિલાઓ આગળ છતાં ભેદભાવ

આજકાલ એ ચર્ચાએ બહુ જોર પકડયું છે કે મહિલાઓ અનેક ક્ષેત્રે આગળ વધી છે. શિક્ષણ ક્ષેત્રે તેમની સંખ્યા વધી છે, જોબમાં પણ તેમની સંખ્યા જોવા મળી રહી છે, ઇનોવેશન તેમજ સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલાઓ ઉભરી આવી છે છતાં જોબમાં જ્યારે પગારની વાત આવે કે કામ વહેંચવાની વાત આવે ત્યારે મહિલાઓ પ્રત્યે ભેદભાવ જોવા મળી રહ્યો છે. આ ચર્ચા લાંબા સમયથી ચાલી આવે છે પરંતુ તાજેતરમાં ઝીરોધાના નિખિલ કામતે આ મુદ્દો છેડયો છે. નિખિલ કહે છેકે ડેટા અનુસાર મહિલાઓ આગળ વધી છે પરંતુ તેમની પ્રત્યેના ભેદભાવ પગાર ધોરણોમાં નજરે પડે છે. જેને સ્ટાર્ટઅપ બિલિયોનર કહેવાયા છે તે નિખિલ પોતાની વાત સાથે સરકારી આંકડા પણ રજૂ કરી રહ્યા છે.