Get The App

ચાંદી રૂ.71500 થી રૂ. 75000 વચ્ચે અથડાવાની શકયતા : સોનામાં મજબૂતી વધશે

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
ચાંદી રૂ.71500 થી રૂ. 75000 વચ્ચે અથડાવાની શકયતા : સોનામાં મજબૂતી વધશે 1 - image


- બુલિયન બિટસ - દિનેશ પારેખ

- તહેવારોના દિવસોમાં ડોલર અને રૂપિયાનો વિનિમય દર રૂ.૮૩ની આસપાસ રહેતા સોનું વૈશ્વિક ભાવોને અવગણીને તેજીની દીશા પકડશે

વિ શ્વબજારમાં આ સેશનમાં નીચા ભાવે ૧૮૯૨ ડોલર પ્રતિ ઔંસના ભાવો ક્વોટ થતા સોનંત નરમાઈના વર્તુળમાં પ્રવેશ્યું છે. ફેડ વ્યાજના દર નવેમ્બરમાં વધારશે તેવા સંકેતે તથા ક્રૂડતેલના ભાવો એ ૯૨ ડોલર પ્રતિ બેરલના ભાવ તોડી ઉંચા ભાવો દાખવતા ફુગાવાને નિયંત્રિત કરવા વ્યાજ દર વધારશે તે ભીતીએ સોનામાં નરમાઈ આવી છે અને ડોલર મજબૂત બનતા સોનાના ભાવો ૧૯૮૫ ડોલર પ્રતિ ઔંસના ભાવો ક્વોટ કરશે તેવી ગણતરી એનાલીસ્ટો મૂકી રહ્યા છે. અમેરિકાના છેલ્લા ડાટામાં જણાવ્યું છે કે ફુગાવો ધાર્યા કરતા વધુ પ્રમાણમાં વધ્યો છે. તેમાં એનર્જી તેલના ભાવો ઉંચકાતા અને ફુગાવો ૩.૬ ટકા રહેશે તેવું અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે ડીેસેમ્બર ૨૦૨૩ના માસમાં સોનાનો ભાવ ૧૯૩૨ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થતા સોનામાં ભાવમાં ૧૨ ટકા ઘટાડો સૂચવે છે અને નરમાઈના સંકેત આપે છે.

ડીબીયેર ગુ્રપના વડા નીગેલ ગ્રીન જણાવે છે કે ફેડ વ્યાજનો દર વધારવા માટે સજ્જ થઈ રહી છે અને નવેમ્બર માસથી વ્યાજના દરમાં ધરખમ વધારો કરશે અને ફુગાવો વધુ પ્રમાણમાં વધતા અમેરિકાની નાણાકીય સ્થિતિ ફેડને વ્યાજના દર વધારવા મજબૂર કરશે તેના કારણમાં જણાવે છે કે ગયા મહિને તેલના ભાવો વધ્યા જે કન્ઝયુમર ઈન્ડેક્સ મજબૂત કરીને વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને ભાંગી નાખસે અને સોનાની ખરીદી કરવા પણ રોક લગાવશે.

કેપીટલ લાઈઠ રીસર્ચના વડા ચાન્ટલ શીવન જણાવે છે કે સોનું દબાણ હેઠળ હોવા છતાં રોકાણકારો વિશ્વની ફુગાવાભરી આર્થિક સ્થિતિને પ્રવાહીત કરીને તેજી- મંદીના વર્તુળ સર્જિને ફેડની વ્યાજ વધારવાની નીતિને અપનાવી યુરોપીય સેન્ટ્રલ બેન્કો પોતાના વ્યાજના દર ૪.૭૫ ટકા જાળવવા પ્રયત્ન કરશે અને નવા વ્યાજ વધારાને અપનાવવામાં મુશ્કેલી અનુભવશે. ગયા મહિનાના એક સીમ્પોઈઝમમાં સેન્ટ્રલ બેન્કના પ્રેસીડેન્ટ ક્રીસ્ટન લાબાર્ડે જણાવે છે કે હાલના સંજોગોમાં વિશ્વ નવી નાણાકીય નીતિની શરૂઆત કરશે જે સોનાના ભાવો પર અસર પાડશે. સોનાના નીચા ભાવે પોલેન્ડે ૧૮ ટન  સોનાની ખરીદી કરી ત્યારે ભારતે ૨ ટન અને ઝેક રીપબ્લિક અને ઉઝબેકીસ્તાને ૧૧.૧ ટન સોનાની ખરીદી કરી છે. તેમાં ઘણા દેશોની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી ચાલુ રાખી છે તેમાં સીંગાપુરે ૭૩.૬ ટન સોનાની ખરીદી કરી છે તેમાં આ વર્ષે કુલ ૩૭૫ ટન સોનાની ખરીદી સેન્ટ્રલ બેન્કો એ કરતા ૨૦૨૨ની તુલનાએ ૨ ટનઓછા સોનાની ખરીદી કરી છે તેવું જણાવાયું છ. તેલના ભાવોનો ઉછાળો, ફેડની વ્યાજ વધારીને ફુગાવાને ડામવાની નીતિ, સેન્ટ્રલ બેન્કોની સતત સોનાની ખરીદી થવા છતાં સોનાના ભાવો દબાણ હેઠળ હોવાથી ભાવોમાં નરમાઈ દાખવીને બજારમાં એક પ્રકારની અનિશ્ચિતતા ઉભી કરી છે તેમાં ચીનની સોનાની ખરીદીએ પણ સોનાના ભાવને સ્થિર રાખી નથી શક્યા અને સોનાને નરમાઈ તરફ લઈ જશે. પરંતુ રશીયા યુક્રેનની લડાઈ ચાલુ રહેતા સોનાને ક્યારે બ્રેક મળશે તથા ભાવો ફરી ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવને તોડે. સોનામાં ભલે નરમાઈ દેખાય પણ સોનાનો ઉપાડ વિશ્વના  દરેક લોકો કરી રહ્યા હોવાથી સોનું લાંબા ગાળે વધે. વૈશ્વિક ચાંદી બજારમાં સોનાના ભાવની સામ સામી રાહે ચાલે છે. ચાંદીના ભાવો નરમ થતા ફંડો તથા રોકાણકારો બજારમાં ચાંદી લેવા પ્રવેશે છે.

ન્યૂયોર્કના કોમેક્સ બજારમાં લાંબા ગાળાના વાયદા ૧૪૦ વેપારીઓ દ્વારા ૮૬૪૫ સોદાનાના કોન્ટ્રાક્ટ ઘટીને કુલ ૧૦૪૪૬૫ કોન્ટ્રાક્ટ ઉભા રહ્યા તે બજારમાં ચાંદી માટે અસ્થિરતા જેવું વાતાવરણ ઉભું કરે છે.

કોવિડના સમયમાં અથવા ૨૦૧૪માં ચાંદીના ભાવમાં કડાકો બોલાયા બાદ ઝડપભેર ઉછાળો નોંધાવ્યો હતો તેવી જ રીતે આ સમયના વાતાવરણમાં ચાંદી ક્યારે ઝડપી ઉછાળો દાખવે તે નથી કળાતું. ઉપરાંત ચાંદીમાં ૧૧૧ વેપારીઓ ટુંકા ગાળાના ૬૩૮૪ કોન્ટ્રાક્ટ ઘટાડીને કુલ ૧૧૫૩૬૯ કોન્ટ્રાક્ટ ઉભા રાખતા ચાંદીમાં બહુ મોટી વધઘટ નહીં થાય અને લાંબા ગાળે ચાંદી ઉછળીને ૩૦૦૦ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ દાખવે તેવી શક્યતા છે.

ચાંદીની ખાણો નીચા ભાવે પોતાનું ઉત્પાદન ન વેચવું અને હાજર ચાંદી સ્ટોકમાં રાખીને નવા ભાવે ચાંદી વેચશે. એકંદરે ચાંદી ૩૦૦૦ સેન્ટ પ્રતિ ઔંસ ધીમો પડયા અને ચાંદીના વાસણો, સીક્કાઓ તથા લગડીઓનો સ્ટોક કરીને ભાવ ઉંચકાતા ચાંદી વેચવા આવશે. સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક સોનાના ભાવમાં થયેલો ઘટાડો ફેડ દ્વારા વ્યાજમાં દર વધારવાની પ્રતિબધ્ધતા અને ફુગાવો જે ૩.૨ થયો છે તેના નિયંત્રણમાં લાવી ૨ ટકા  ફુગાવાનો દર કરીને બજારમાં કિંમતી ધાતુના ભાવ તે સ્થિર કરશે. તેલના ઉછળતા ભાવોમાં સાઉદી અને રશિયા તેલનું ઓછું ઉત્પાદન કરીને કેટલા ભાવો ૧૦૦ ડોલર પ્રતિ બેરલ જેટલા ઉંચા કરશે. તેમાં ભારત સરકારે ગોલ્ડ ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો કરતા સોનાની આયાત ઉંચી પડશે, મોંઘવારી વધતા લગ્ન સીઝન અને તહેવારોના દિવસે ડોલર અને રૂપિયાનો વિનિમય દર રૂ.૮૩ની આસપાસ રહેતા સોનું વૈશ્વિક સોનાના ભાવને અવગણીને તેજી તરફની દીશા પકડશે. સોનાનો વાયદો રૂ.૫૮૪૭૦ પ્રતિ દસ ગ્રામ ક્વોટ થતા હાજર સોનું રૂ.૬૦૧૦૦ પ્રતિ કિલો ક્વોટ થાય છે. આયાતકારો સોના ભાવો તથા ડોલર- રૂપિયાનો વિનિમય દર નક્કી કરીને સોનાની આયાત કરે છે. દાણચોરીનું સોનું વધુ પ્રમાણ જપ્ત થવા છતાં દાણચોરો નવી નવી તરકીબો અપનાવી સોનાની દાણચોરી કરાવે છે. શોરૂમમાં ઘરાકી નીકળુ- નીકળુ થવા લાગી હતી ત્યારે વેપારીઓ નીચા ભાવે સોનું ખરીદવા આવે ત્યાં તુરત જ શ્રાધ્ધ બેસતા ઘરાકો સોનું ખરીદવા પર બ્રેક લગાડશે.


Google NewsGoogle News