Get The App

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર

Updated: Oct 23rd, 2022

GS TEAM

Google News
Google News

બજારની વાત

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર 1 - imageવિશ્વ સ્તરે બિલ ગેટ્સ અને વોરન બફેટ જેવા અબજોપતિ વરસે અબજો રૂપિયાનાં દાન કરીને નામના કમાય છે ત્યારે ભારતમાં પણ ઘણા ઉદ્યોગપતિ આપણી આંખો ફાટી જાય એટલું દાન કરે છે. એડલગિવ હુરુન ઇન્ડિયાએ ૨૦૨૨નું ફિલેન્થ્રોપી લિસ્ટ બહાર પાડયું છે. ભારતના સૌથી મોટા દાનવીરોના આ લિસ્ટમં એચસીએલના સ્થાપક  શિવ નાદર ૧,૧૬૧ કરોડ રૂપિયાનું દાન કરીને પહેલા નંબરે છે તો વિપ્રો કંપનીના સ્થાપક અઝીમ પ્રેમજી ૪૮૪ કરોડ રૂપિયાના દાન સાથે બીજા નંબરે છે. પ્રેમજીએ ગયા વરસે ૯,૭૧૩ કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી શિક્ષણ ક્ષેત્રમાં ૪૧૧ કરોડ રૂપિયા દાનમાં આપીને ત્રીજા નંબરે છે. કુમાર મંગલમ બિરલાનો પરિવાર ૨૪૨ કરોડ રૂપિયાના દાન સાથે ચોથા નંબરે છે.

ડોલર-રૂપિયાની કોમેન્ટ બદલ નિર્મલાનાં મીમ્સનો વરસાદ

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર 2 - imageકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧૬ ઓક્ટોબરે અમેરિકામાં પત્રકાર પરિષદને સંબોધતાં  ડોલર સામે  સતત ગગડી રહેલા રૂપિયા અંગે આપેલા નિવેદનના પગલે સેંકડો મીમ્સ બની ગયા. નિર્મલા નાણાં મંત્રી તરીકે બીજું કશું ના કરી શક્યાં પણ મીમ્સમાં તેમણે નવો રેકોર્ડ બનાવી દીધો. નિર્મલાની નકલ કરીને નવી નવી વાતો પણ ફરતી થઈ ગઈ.  નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, અત્યારે રૂપિયો નબળો નથી રહ્યો પણ ડાલર મજબૂત થઈ રહ્યો છે. રૂપિયાએ અન્ય ઊભરતાં બજારોની કરન્સી કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. મજાની વાત એ છે કે, નિર્મલાએ આ વાત કરી ત્યારે રૂપિયો ડોલર સામે ૮૨ રૂપિયાની આસપાસ હતો કે જે અત્યારે ગગડીને ૮૩ રૂપિયા થઈ ગયો છે.

રેલ્વેમાં પણ પ્લેનની સિસ્ટમ, વધારે લગેજ હોય તો દંડ

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર 3 - imageભારતીય રેલ્વે હવે ટ્રેનોમાં પણ પ્લેનની સિસ્ટમ લઈ આવ્યા છે. મતલબ કે હવે પ્લેનની જેમ ટ્રેનમાં પણ નિયત મર્યાદા કરતાં વધારે સામાન નહીં લઈ શકાય. મુસાફર ટ્રેનમાં પોતાનો સાથે કેટલો સામાન લઇ  જઇ શકે છે એ  ક્લાસના હિસાબે અલગ અલગ કરી દેવાયા છે. ટ્રેનમાં ચેકિંગ દરમિયાન નિર્ધારિત લિમિટથી વધુ સામાન મળી આવે ઓછામાં ઓછા ૬૦૦ રૂપિયા દંડ થઈ શકે છે. 

રેલવેના નિયમો અનુસાર સ્લીપર કોચમાં એક પેસેન્જર દીઠ ૪૦ કિલો જ્યારે ટાયર-૨ કોચમાં ૫૦ કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરનાર ૭૦ કિલો સુધી સામાન લઇ જઇ શકે છે. તેનાથી વધારે સામાન હોય તો અંતરના આધારે દંડ થશે.

ઓઆરએસ શોધનારા ડો. મહાલનબીસનું નિધન

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર 4 - imageઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન એટલે કે ઓઆરએસ બનાવીને  લાખો લોકોની જિંદગી બચાવનાર ડો. દિલીપ મહાલનબીસનું કોલકાત્તામાં નિધન થયું તેની બહુ નોંધ ના લેવાઈ. ડો. મહાલનબીસનું ૮૭ વર્ષની વયે ફેફસાંની બિમારી સહિતની તકલીફોના કારણે નિધન થયું. ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધ વખતે ડો. મહબલનિસે ઓઆરએસ બનાવીને લોકોને બહુ મોટી ભેટ આપી હતી.  ડો. મહાબલનીસની ઓરલ રિહાઈડ્રશન થેરાપી લોકોનો એટલી ઉપયોગી થઈ કે, ઘણ મેડિકલ નિષ્ણાતો માનતા હતા કે ડો. મહાબલનિસને મેડિસિન માટેનું નોબલ પ્રાઈઝ મળવું જોઈતું હતું. રસપ્રદ વાત એ છે કે, ડો. મહાલનબીસ મૂળ પીડિયાટ્રિક હતા. તેમણે યુ.કે.માં પણ પ્રેક્ટિસ કરી હતી ને પછી કોલેરાની સારવારમાં જોડાઈને ઓઆરએસની શોધ કરી હતી. 

ડોલર બચાવવા નોરાનો શો રદ કરાયો 

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર 5 - imageબાંગ્લાદેશે કટ્ટરવાદીઓના દબાણના કારણે નોરા ફતેહીના ડાન્સ શોને મંજૂરી ના આપી એવી વાતો ચાલી રહી છે ત્યારે આ મુદ્દે નવો ધડાકો થયો છે. વાસ્તવમાં અત્યારે વૈશ્વિક સ્તરે ડોલર અત્યંત મજબૂત સ્થિતીમાં છે અને દુનિયાની લગભગ બધી કરન્સી તેની સામે તૂટી રહી છે. બાગ્લાદેશી ટાકા પણ તૂટી રહ્યો છે.  નોરા ફતેહીને ચૂકવણી કરવા માટે ડોલર ખર્ચવા પડે તેમ હતા. તેના કારણે બાંગ્લાદેશી વિદેશી હૂંડિયામણ ભંડોળ ઓછું થાય તેની મંજૂરી ના અપાઈ. બાંગ્લાદેશના સાંસ્કૃતિક મંત્રાલયે આયોજકોને આપેલી નોટિસમાં સત્તાવાર રીતે આ કારણ આપ્યું છે.  છેલ્લા એક વર્ષમાં બાંગ્લાદેશના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં ૨૫ ટકાનો તોતિંગ ઘટાડો થયો હોવાથી બાંગ્લાદેશ ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યું છે. 

ઈટાલીમાં ૪૫ વર્ષનાં જ્યોર્જિયા પહેલાં મહિલા PM

શિવ નાદર દેશના સૌથી મોટા દાનવીર 6 - imageભારતમાં ઘરડા રાજકારણીઓ ખસતા નથી ત્યારે દુનિયાના બીજા દેશોમાં યુવાનોના હાથમાં સત્તાની બાગડોર આવી રહી છે. આ જ ક્રમમાં ઈટાલીમાં માત્ર ૪૫ વર્ષમાં જ્યોર્જિયા મેલોની પ્રાઈમ મિનિસ્ટર બન્યાં છે. જ્યોર્જિયા ઈટાલીનાં  પહેલાં મહિલા પ્રાઈમ મિનિસ્ટર છે.

જ્યોર્જિયા મેલોનીની પાર્ટી બ્રધર્સ તાજેતરની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મેળવનારા  પક્ષ કરીકે ઉભરી હતી. જો કે મેલોનીની બ્રધર્સ પાર્ટી પાસે એકલા હાથે સરકાર રચી શકાય એટલા સાંસદો નહોતા તેથી ભૂતપૂર્વ પ્રીમિયર સિલ્વિયો બર્લુસ્કોનીની આગેવાની હેઠળની રૂઢિચુસ્ત ફોર્ઝા ઇટાલિયા પાર્ટી સહિતના પક્ષોની મદદથી તેમણે સરકાર રચી છે.  જ્યોર્જિયાના પિતાને ડ્રગ્સ કેસમાં સજા થતાં જેલમાં ગયેલા. જ્યોર્જિયાએ પોતાની તાકાત પર કરીયર બનાવી છે.

નાના શહેરોના પ્રવાસીઓ પર એરલાઇન્સની નજર

સામાન્ય રીતે મેટ્રેા સિટીના લેબલવાળા શહેરોમાં એરલાઇન્સ જોવા મળતી હતી. મોટા શહેરોમાં પણ વિમાન સેવાઓ ચાલે છે પરંતુ હવે એરલાઇન્સ નાના શહેરોમાં પણ સેન્ટરો ઉભા કરી રહી છે. જેમકે પ્રયાગરાજના લોકલ એરપોર્ટ પર લગભગ તમામ એરલાઇન્સ સર્વિસ આપે છે. કેમકે ત્યાં જતા આવતા પ્રવાસીઓ મળી રહે છે. પ્રયાગરાજ જતા ટ્રેનમાં એક દિવસ થાય છે જ્યારે વિમાનમાં માંડ બે કલાક થાય છે. એવુંજ તિરૂપતિ માટે છે. પ્રથમ સ્તર અને દ્વિતીય સ્તરના સિટી સાથેના કનેક્શેનો એર લાઇન્સ જોડી રહી છે. છેલ્લા બે વર્ષમાં ભારતની એરલાઇન્સોએ ૯૫૬ નવા રૂટ ઉમેર્યા છે. એમ લાગે છે કે અમદાવાદના વિસ્તરણ પાછળ રહેલી એએમટીએસની ભૂમિકાનું અનુકરણ એરલાઇન્સો કરી રહી છે. અમદાવાદના દુર દુરના વિસ્તારોમાં રહેતા લોકો માટે એમટીએસ સુવિઘા આપીને તે વિસ્તારના ડેવલોપમેન્ટમાં બસોએ મહત્વની ભૂમિકા  ભજવી છે એવુંજ એરલાઇન્સ વાળા કરી રહ્યા છે. 

Tags :