અઢળક જટિલતાઓથી ભરેલું ફાર્માસ્યુટિકલ સેક્ટરનું નિયમન
- દવાઓના ઉત્પાદનમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા માટે જરૂરી ખર્ચના સ્તરોમાં વધારો એ પ્રતિકુળ બાબત
ઘ ણી બધી ઉપભોક્તા વસ્તુઓ વિશેની માહિતીમાં અસમપ્રમાણતાની સમસ્યા ઘણી વખત હોય છે. એવી અપેક્ષા રાખવી ગેરવાજબી છે કે ગ્રાહક દરેક વખતે ઉત્પાદનની શુદ્ધતા અને ગુણવત્તા, ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને દવાઓની વ્યક્તિગત રીતે તપાસ કરશે. સરકારી હસ્તક્ષેપ આ 'બજારની નિષ્ફળતા'ને સંબોધવામાં ઉપયોગી થઈ શકે છે, જો તે મુજબ પૂરતી સરકારી ક્ષમતા ઊભી કરી શકાય. સરકારે તાજેતરમાં યુનિફોર્મ કોડ ફોર મેડિસિન માર્કેટિંગ ૨૦૨૪ને સૂચિત કર્યો છે. જો કે તે હેતુપૂર્વકનો છે, તે એક અલગ પ્રકારનો દસ્તાવેજ છે કારણ કે તેમાં દવાઓના પ્રચાર માટે 'સ્વૈચ્છિક' આચારસંહિતા છે.
ભારતમાં ઘણા લોકો નબળી ગુણવત્તાની દવાઓને કારણે ઝડપથી સાજા થઈ શકતા નથી. જો કે, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને નિયમનકારોએ દવાઓની ઉચ્ચ ગુણવત્તાની ખાતરી કરવા માટે એક જટિલ ટૂલકીટ વિકસાવી છે. દવાઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ માટે લાઇસન્સ જરૂરી છે. દવાના ઉત્પાદન માટે જરૂરી ઘટકોની વિગતોનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તેની નોંધ પણ કરવામાં આવે છે. દવાના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોની લાયકાતનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને દવા ઉત્પાદન ફેક્ટરીઓનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે.
ભારતમાં આ વિષયને લગતા કાયદાઓ છે અને આ નિયમો નક્કી કરવા અને લાગુ કરવા માટે વહીવટી તંત્ર પણ કાર્યરત છે. આ કાયદા ૭૫ વર્ષથી વધુ જૂના છે, જેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. ભારતમાં 'રેગ્યુલેટરી થિયરી'ના ક્ષેત્રના પાઠો સામાન્ય તકનીકોમાં નોંધપાત્ર સુધારાઓ દ્વારા રાજ્યના નિયમનકારોની ક્ષમતામાં કેવી રીતે વધારો થયો છે તેની સમજ પણ આપે છે. જો કે, આ માહિતી હજુ સુધી દવાઓની ગુણવત્તાના નિયમનમાં સામેલ કરવામાં આવી નથી.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર કેન્દ્ર અને રાજ્ય બંનેના સહવર્તી અધિકારક્ષેત્રને આધીન છે, જ્યારે નાણાકીય ક્ષેત્રનું નિયમન નથી. નાણા ક્ષેત્ર સ્પષ્ટપણે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ છે. જ્યારે રાજ્ય સરકારોએ નિયમન માટે દવાના ઉત્પાદનને તેમના લક્ષ્ય તરીકે જોયા છે, ત્યારે રાજ્ય ઉત્પાદકો પાસેથી રાજ્યના ગ્રાહકો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ અર્થપૂર્ણ રહેશે. દરેક રાજ્યએ પોતાની મર્યાદામાં કરવામાં આવેલી ખરીદીઓ માટે ગ્રાહકોના હિત માટે પોતાને સમર્પિત કરવું જોઈએ. આનાથી યોગ્ય પ્રોત્સાહન મળશે અને રાજ્યના નિયમનકારો પણ લોકોના જીવનને સુધારવા તરફ આગળ વધશે.
ઉત્પાદન ક્ષેત્રે, નિકાસ કરતી ફેક્ટરીઓની ગુણવત્તાને પ્રોત્સાહિત કરવા માટે વિદેશી દવા ગુણવત્તા નિયમનકારોની હાજરી એ ભારતની એક મહત્વપૂર્ણ વિશેષતા છે. ઉદાહરણ તરીકે, આવી ફેક્ટરીઓ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) દ્વારા માન્ય હોવાનો દાવો કરીને તેમની ગુણવત્તા પણ સૂચવી શકે છે. જો કે, આ પ્રગતિને અવરોધતી મુખ્ય મર્યાદા એ ભારતના ભાવ નિયંત્રણો છે, જે ઉચ્ચ ગુણવત્તા જાળવવા માટે જરૂરી ખર્ચના સ્તરોમાં ઘણીવાર દખલ કરે છે. પરંતુ દવાના ઉત્પાદનમાં ગુણવત્તા ઉપરાંત, સમગ્ર વિતરણ શૃંખલામાં સમસ્યાઓ વિસ્તરે છે.
પ્રથમ સમસ્યા એ છે કે દવાઓ નકલી અથવા હલકી ગુણવત્તાવાળી હોઈ શકે છે અને વિતરણ/પરિવહન શૃંખલામાં અનૈતિક વચેટિયાઓ અસલી દવાઓ માટે નકલી દવાઓનું સ્થાન લઈ શકે છે. બીજી સમસ્યા એવી પરિસ્થિતિઓને લગતી છે જેમાં વૈકલ્પિક દવા અથવા યોગ્ય દવાના મૂલ્યાંકનની જરૂર હોય છે. આવી પરિસ્થિતિ ત્યારે ઊભી થઈ શકે છે જ્યારે દવાની નિર્ધારિત બ્રાન્ડ ઉપલબ્ધ ન હોય અથવા ડાક્ટરે કોઈપણ બ્રાન્ડ અથવા ચોક્કસ નામ વગર દવાનું માત્ર જેનેરિક નામ (ઉદાહરણ તરીકે, પેરાસિટામોલ) સૂચવ્યું હોય.
રેકોર્ડ મુજબ ભારતમાં લગભગ ૧૦ લાખ ડ્રગ ડીલરો છે, પરંતુ મોટી સંખ્યામાં અનધિકૃત ફાર્મસીઓ પણ ચાલી રહી છે. કાયદા મુજબ દવાઓના વિતરણ અને વેચાણ માટે રજિસ્ટડ દવા ડીલર હોવું જરૂરી છે. નિયમનકારી જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચાયેલી છે. એક વધારાની ગૂંચવણ એ છે કે ડ્રગ ડીલર પાસે તેમના શિક્ષણ, વ્યવસાય અને કામગીરી માટે અલગ નિયમનકાર હોય છે. આ બંધારણીય વાતાવરણમાં સારા ઉકેલો શોધવા માટે વિશેષ પ્રયત્નોની જરૂર પડશે.