રાહુલ ગાંધી કેસઃ વાણી સ્વાતંત્ર્ય ધરાવતા દેશમાં વિરોધને ચૂપ કરાતો હોવાનું ઉદાહરણ
વાણી સ્વાતંત્ર્ય અને સ્વતંત્રતાની બંધારણીય જોગવાઈ લોકશાહીના મૂળભૂત અને છેદ ન કરી શકાય તેવા પાયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દર્શાવાયેલી નારાજગી કાનૂનની દયનિય સ્થિતિનું ઉદાહરણ પૂરું પાડે છે
ન્યાયતંત્રના કામકાજમાં પોતે અને પોતાની સરકારે કયારેય દરમિયાનગીરી કરી નથી અને કરતા નથી એવો દાવો કરવાની એક પણ તક કાયદો તથા ન્યાય ખાતાના પ્રધાન શ્રી. કિરણ રિજીજુ જતી કરતા નથી. એક નાગરિક તથા પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકે, તેમના આ દાવાને સ્વીકારવાનું હું પસંદ કરીશ. એક ટીવી સમ્મેલનમાં તેમણે તેમના આ દાવાના કરેલા પુનરોચ્ચારને સાંભળીને પણ મને આનંદ થયો હતો.
તે દરમિયાન તેમનું એક તીખું નિવેદન આવી પડયું હતું જે હું અહીં અક્ષરસઃ મૂકી રહ્યો છું.
'' મને લાગે છે, કે મારી માટે, દેશ માટે આ સૌથી મહત્વનો વિષય છે. ભારતના ન્યાયતંત્રને નબળું પાડવાના ે સુયોજીત પ્રયાસ થઈ રહ્યો છે. માટે જ તેઓ અવારનવાર એવો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર ભારતીય ન્યાયતંત્ર પર કબજો જમાવી લેવા માગે છે. એક રીતે આ એક ષડયંત્ર છે. ભારતની અંદરના અને બહારના ભારત વિરોધી પરિબળો પણ આવી જ ભાષાનો પ્રયોગ કરે છે ભારતની વિશ્વસ્નિયતાને અને સાર્વભોમતાને ખતમ કરવાની આ ટુકડે ટુકડે ગેન્ગને અમે સફળ થવા દઈશું નહીં ''
'' તાજેતરમાં દિલ્હીમાં એક સેમીનાર યોજાયો હતો. સુપ્રીમ કોર્ટના કેટલાક નિવૃત્ત જજો, કેટલાક સીનિયર ધારાશાસ્ત્રીઓ તથા કેટલીક નામાંકીત હસ્તિઓ આ પરિસંવાદમાં હાજર હતી. 'જજોની નિમણૂંકમાં જવાબદારી' એ ચર્ચાનો વિષય હતો, પરંતુ સરકાર કઈ રીતે ન્યાયતંત્રને પોતાના હાથમાં લઈ રહી છે, તેના પર જ આખો દિવસ ચર્ચા ચાલી હતી. કેટલાક નિવૃત્ત જજો, ત્રણ અથવા ચાર, તેમાંના કેટલાક ચળવળકારો, ભારત વિરોધી ગેન્ગના હિસ્સો બની રહ્યા છે, તેઓ ભારતીય ન્યાયતંત્ર વિપક્ષની ભૂમિકા ભજવે તેવી સ્થિતિ ઊભી કરવા પ્રયાસ કરી રહ્યા છે.
'' પગલાં લેવાશે, કાનૂન પ્રમાણે પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ જો હું એમ કહું કે હું પગલાં લઈશ, તો એજન્સીઓ કાયદાની જોગવાઈ પ્રમાણે જ પગલાં લેશે. કોઈ તેમાંથી બચી નહી શકે. જે લોકો દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની માટે તેમણે કિંમત ચૂકવવી પડશે. ''
આ એક અસ્પષ્ટ નિવેદન હતું. અહીં એક જ બાબત નજરે પડી હતી અને તે એ કે બીજુ કોઈ નહીં પરંતુ દેશના કાયદા પ્રધાન દ્વારા જ આવું નિવેદન આવી પડયું છે. જો સરકાર ધારી લે કે એવી ટુકડે ટુકડે ગેન્ગ છે અથવા એવી કોઈ વ્યક્તિ છે, જે ભારત વિરોધી ગેન્ગનો સભ્ય છે તેમને અહીંથી ચેતવણી આપવામાં આવે છે કે, જે કોઈ વિરુદ્ધમાં બોલશે અથવા વિપક્ષની ભૂમિકા ભજવશે તેમની સામે પગલાં લેવાશે. અમને ખબર છે કે 'એજન્સીઓ ' કોણ છે. અમને ખબર છે કે તેઓ કેવા પ્રકારના પગલાં લેશે. વ્યક્તિએ કેવી કિંમત ચૂકવવી પડશે તેની પણ અમને જાણ છે.
કાયદા તથા ન્યાય પ્રધાનના આ નિવેદન અને વાણી સ્વાતંત્ર્ય પર તેની અસરને અનેક લોકોએ વખોડયું હતું મારા મતે, શાસકની નબળી સત્તા દર્શાવવાનો આ પ્રયાસ હતો અને લોકશાહી જોખમમાં છે, તેના આમાંથી પૂરતાપુરાવા મળતા હતા.
ન્યાયતંત્રની અવદશા
દેશના અન્ય અંગ પર વિચાર કરીએ એટલે કે ન્યાયતંત્ર બાબત. ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સુપ્રીમ કોર્ટ બીરાજે છે. ભારતની સુપ્રીમ કોર્ટને કયારેક વિશ્વની શક્તિશાળી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૧મી માર્ચ ૨૦૨૩ના ત્રણ જજોની બેન્ચે, સતેન્દર કુમાર એન્ટિલ વિરુદ્ધ સીબીઆઈના કેસમાં ચુકાદો આપ્યો હતો. જામીનના મુદ્દે જુલાઈ, ૨૦૨૨ના આજ કેસમાં પોતાના અગાઉના ચુકાદાની નોંધ લેતા કોર્ટે જણાવ્યું હતું કે,
''કાઉન્સેલોએ સતેન્દર કુમાર એન્ટિલ વિરુદ્ધ સીબીઆઈના ચુકાદાનો ભંગ કરી પસાર કરાયેલા ઓર્ડરોનો એક બન્ચ અમારી સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. દસ મહિના પસાર થઈ જવા છતાં નીચલા સ્તરે કેવી વિસંગતાઓ ચાલી રહી છે, તેનું સેમ્પલ દર્શાવવાનો તેમનો પ્રયાસ હતો.
એક એવી બાબત છે જે વર્ણવી શકાય એમ નથી અને અમારા મતે નીચલી અદાલતો દેશના કાયદાનું પાલન કરે તેની ખાતરી રાખવાની જવાબદારી હાઈકોર્ટસની છે. જો આવા પ્રકારના ઓર્ડર્સ કેટલાક મેજિસ્ટ્રેટસ દ્વારા અપાયા હોય તો, પણ તે પાછા ખેંચવા ન્યાયતંત્રની દરમિયાનગીરીની જરૂર પડે છે.
''અન્ય મુદ્દો જેના પર પ્રકાશ પાડવાની આવશ્યકતા છે, તે એ છે કે, માત્ર કોર્ટની જ નહીં પરંતુ સરકારી વકીલોની પણ એ ફરજ બની રહે છે કે તેઓ કોર્ટ સમક્ષ ખરી કાનૂની દલીલ રજુ કરે.''
વાણી સ્વાતંત્ર્ય અને સ્વતંત્રતાની બંધારણિય જોગવાઈ લોકશાહીના મૂળભૂત અને છેદ ન કરી શકાય તેવા પાયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દર્શાવાયેલી નારાજગી કાનૂનની દયનિય સ્થિતિનું ઉદાહરણ પૂરું પાડે છે. વધુ પડતા ભાર સાથેની તપાસ સંસ્થાઓ અને દયાળુ ન્યાયતંત્ર વચ્ચે કાનૂન ભીંંસાઈ રહ્યો છે.
જોરદાર રાજકીય ચર્ચા લોકશાહીનું સત્વ છે
૨૩મી માર્ચ, ૨૦૨૩ના રાહુલ ગાંધીને એક મજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બદનક્ષીના દાવામાં કસૂરવાર ઠેરવીને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
રાહુલ ગાંધી વતિ કેસ લડી રહેલા વકીલોને આ ચુકાદો ક્ષતિભર્યો જણાયો હતો. પ્રક્રિયાના પાલનમાં ક્ષતિ સહિતના કેટલાક મુદ્દાને લઈને તેમણે ચુકાદાને ભૂલભરેલો લેખાવ્યો હતો. બે વર્ષની જેલની સજાને પણ તેમણે વધુ પડતી સખત ગણાવી હતી. જોરદાર રાજકીય ચર્ચા લોકશાહીનું સત્વ છે. કેસનો ઊંડો અભ્યાસ કરીએ તો લાગે છે, કે દેશમાં લોકતાંત્રિક વિપક્ષના અવાજને ચૂપ કરી દેવા તંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે.