- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ કલમ ૧૨૨ હેઠળ પેનલ્ટી બાબતે ખૂબ જ આકરી જોગવાઈ છે. અવાર-નવાર બોગસ બીલની વેરાશાખ લેવામાં આવતી હતી. જેના લીધે સરકાર દ્વારા કલમ ૧૨૨માં નવી પેટાકલમ (૧A)) પણ દાખલ કરવામાં આવી નોટીફિકેશન નં ૯૨/૨૦૨૦ સેન્ટ્રલ ટેક્ષ ધારા જેનો અમલ તારીખ ૧.૧.૨૦૨૧ થી કરવામાં આવેલ છે. આ સુધારાથી જે વ્યક્તિ ખોટો લાભ પોતાની પાસ ભોગવી રાખે છે. કલમ ૧૨૨(૧) ની પેટા કલોઝ (i), (ii), (iv) અથવા (ix) તેમને પણ GST કાયદા હેઠળ દંડ કરી શકાય. આ જોગવાઈ હેઠળ સરકાર દ્વારા મર્સક લાઈન ઇન્ડીયા પ્રા.લી.ના ટેક્ષ મેનેજર તથા અન્ય અધિકારીઓને પેનલ્ટી કેમ ન લાદવી તેવી શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી જેની સમક્ષ બોમ્બે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી (W.P.(L) No.30198 of 2023). આજના લેખમાં આ ચૂકાદા વિષે ચર્ચા કરવામાં આવી છે.
કેસની હકીકત
અરજદાર વ્યક્તિ મર્સક લાઈન ઇન્ડીયા પ્રા.લી.માં ટેક્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. મર્સક લાઈન તે વિદેશની કંપની મર્સક A/sના સ્ટીમર એજન્ટ તરીકે નિમવામાં આવી હતી. આ વિદેશી કંપની ડેનમાર્કના કાયદા હેઠળ અસ્તિત્વમાં આવી હતી. આખા વિશ્વમાં કન્ટેનર દ્વારા માલ ટ્રાન્સપોર્ટની સેવા શિપિંગ ખાતે ધંધો કરતી. આ ટેક્ષેશન- મેનેજરની પાસે કંપનીવતી પાવર ઓફ એટરની હતી અને GST વિષય ઉપર તે સલાહ આપતા હતા. વધુમાં રોજ-બરોજના વ્યવહાર માટે તેમની પાસે કોઈ સત્તા કે લેવાદેવા હતા નહીં તે વિદેષી કંપની મર્સક એ/એસ માટે GST અધિકારીઓ ત્યારે જાંચ કરવા આવ્યા હતા અને અરજદાર દ્વારા આવી વિદેશની કંપની તથા ભારતમાં ઇન્કોર્પોરેટ થયેલી કંપની તેમ બન્ને માટે સહકાર આપ્યો. તેમજ સ્ટેમેન્ટ રેકોર્ડ કરાવ્યું અને સમન્સમાં હાજરી આપી. ત્યારબાદ સરકાર દ્વારા એમ આક્ષેપ કરવામાં આવ્યા કે રૂ. ૧૫૬૧ કરોડની ખોટી વેરાશાખ ભોગવવામાં આવી છે અને વેરાશાખ ખોટી ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવી છે. આમ, કલમ ૧૨૨(૧એ( તથા કલમ ૧૩૭ની જોગવાઈ લાગુ પાડી અરજદાર પાસેથી પર્સનલ કેપેસીટીમાં દંડ લાદવાની શો-કોઝ નોટીસ ફટકારી જેની સમક્ષમા બોમ્બે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો
બોમ્બે હાઈ કોર્ટ દ્વારા ખાસ નોંધ્યું કે આ તમામ દંડની કાર્યવાહી મર્સક કંપનીના અધિકારીઓ કર્મચારીઓની પર્સનલ કેપેસીટીમાં હાથ ધરવામાં આવી છે. કલમ ૧૨૨(૧એ) હેઠળ. આ એક પણ કર્મચારી પોતાની પાસે કોઈ ફાયદો વેરાશાખનો રાખ્યો નથી. કલમ ૧૨૨(૧એ)માં જ એની પર્સનનો શબ્દ પ્રયોગ કર્યો છે તે GST નોંધાયેલ વ્યક્તિ તેમ કરવાનો થાય. માટે આ પ્રસ્તુત કેસમાં જે કર્મચારીઓ ઉપર શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી છે તે અયોગ્ય છે અને અરજદારની અરજી માન્ય રાખી.


