એન્ડ-ઓફ-લાઇફ વાહનો માટે નવા નિયમો લાગુ
દેશમાં જૂના અને બિનઉપયોગી વાહનો (એન્ડ-ઓફ-લાઇફ વાહનો)ના પર્યાવરણને અનુકૂળ નિકાલની ખાતરી કરવા માટે, સરકારે 'પર્યાવરણ સંરક્ષણ (એન્ડ-ઓફ-લાઇફ વાહનો) નિયમો, ૨૦૨૫'ને સૂચિત કર્યું છે. આ નિયમો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જી.ર્ં. ૯૮(ઈ) હેઠળ વર્ષના પ્રારંભે જારી કરવામાં આવ્યા હતા. આ નિયમો વિસ્તૃત ઉત્પાદક જવાબદારીના સિદ્ધાંત પર આધારિત છે, જેના હેઠળ વાહન ઉત્પાદકોને જૂના વાહનોને સ્ક્રેપ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિયમો તમામ પ્રકારના પરિવહન અને બિન-પરિવહન વાહનો પર લાગુ થશે, જોકે કૃષિ ટ્રેક્ટર, કૃષિ ટ્રેઇલર્સ, કમ્બાઇન હાર્વેસ્ટર્સ અને પાવર ટીલરને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
સરકારનું આ પગલું માત્ર પર્યાવરણીય સંરક્ષણમાં મદદરૂપ સાબિત થશે નહીં, પરંતુ તે ઓટોમોબાઇલ ઉદ્યોગમાં જવાબદારીની ભાવના પણ જગાડશે, રિસાયક્લિંગ ઉદ્યોગનો વિકાસ કરશે અને જૂના પ્રદૂષિત વાહનોને દૂર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.
એક જિલ્લો, એક ઉત્પાદન યોજના
સરકારે દેશભરમાં 'એક જિલ્લો, એક ઉત્પાદન યોજનાને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ હેઠળ ૨૭ રાજ્યોને નાણાકીય મંજૂરી આપી છે, આ તમામ રાજ્યોમાં પીએમ એકતા મોલ સ્થાપવાની યોજનાને આગળ ધપાવવામાં આવશે. આ માહિતી લોકસભામાં એક લેખિત જવાબમાં અપાઈ હતી. કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪માં જાહેર કરાયેલ આ યોજના હેઠળ, મૂડી રોકાણ માટે વિશેષ સહાય યોજના ૨૦૨૩-૨૪' ના ભાગ-ફૈં (એકતા મોલ) હેઠળ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા રાજ્યોને રૂ. ૫,૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા. યોજના મુજબ, દરેક રાજ્યને એક એકતા મોલના નિર્માણ માટે નાણાકીય સહાય આપવામાં આવશે.ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગની ભલામણ પર ખર્ચ વિભાગ દ્વારા ૨૭ રાજ્યોના એકતા મોલના પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં, રૂ. ૪,૭૯૫.૮૭ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.