Get The App

AI પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
AI પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર 1 - image

બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ અને નાની કંપની તેમજ સ્ટાર્ટઅપ જેવા ઉદ્યોગ સાહસ કરતા લોકોએ આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે ચાલી રહેલી ગતિવિધિ બાબતે અપડેટ રહેવું જરૂરી છે. નેટ પર બેસીને બીનજરૂરી ચીજો માટે સર્ફીંગ કર્યા કરવાના બદલે AI પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. વિશ્વભરના બિઝનેસ તેમના પ્રોગ્રેસ માટે  AIની સલાહ લઇ રહ્યા છે. જે વિશ્વમાં શું ચાલી રહ્યું છે તે  AI ગણત્રીની સેકન્ડોમાં બતાવી શકે છે. જેને આપણે ટ્રેન્ડ કહેતા આવ્યા છે. એપલ, ઓપન એઆઇ,ગુગલ,એનવિડીયા જેવી કંપનીઓ સતત નવા સંશોધનો કરીને AI ના ઉપયોગને વધુ સરળ બનાવી રહ્યા છે.

AI પર નવા સંશોધનો કરતી કંપનીઓની નજર ભારતના બજારો પર છે. કેમકે અહીં નવી વસ્તુઓના ખરીદનાર અને ટેકનોલોજીને અપનાવનારા મોટી સંખ્યામાં છે. 

ઇલોન મસ્ક હવે AI ના સંશોધન માટે મેદાનમાં આવ્યા છે. માઇક્રોસોફ્ટનું AI ક્ષેત્રે પ્રભુત્વ છવાયેલું છે. નવા સંશોધનો માઇક્રોસોફ્ટની ફરતે ફરી રહ્યા છે. હવે ટેસ્લા ફેઇમ ઇલોન મસ્ક માત્ર AIના સંશોધનો માટે તેમજ માઇક્રોસોફ્ટનું પ્રભુત્વ તોડવા નવી કંપની ઉભી કરી રહ્યા છે. જેનું નામ મેક્રોહર્ડ રખાયું છે. 

તેવીજ રીતે ગુગલ તેના પીક્સલ ફોન અને વોચમાં AI ફીચર્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેને રીયલ ટાઇમ વોઇસ ટ્રાન્સલેટર કહે છે તે પીક્સલ ફોનમાં જોવા મળશે. તેના ઉપયોગ માટે જેમીની AIનો ઉપયોગ કરાશે. જે રોજીંદા આરોગ્યની ચકાસણી માટે બહુ ઉપયાગી બની રહેશે.

એાપન એઆઇ વાળા દિલ્હીમાં પોતાની ઓફિસ ખોલી રહ્યા છે. શરૂઆતમાં તે કોઇ કંપનીને ફ્રેન્ચાઇઝી આપવા માંગતા હતા પરંતુ હવે પોતાની ઓફિસ ખોલીને ભારતમાં બિઝનેસ વધારવા માંગે છે.

ચેટજીપીટીના સબસ્ક્રીપશનમાં પણ ભારતના વપરાશકારોને રાહત કરી આપવા વિચારાઇ રહ્યું છે. ચીનનું સ્ટાર્ટઅપ ડિપસીક તેનું અપગ્રેડ કરેલું મોડલ DeepSeek-V3.1 બજારમાં મુકી રહ્યું છે. જેના કારણે તે વધુ કાર્યક્ષમ કરતું થશે . તેનું નવું ફોર્મેટ UE8M0 FP8 પ્રકારનું હોઇ અને તેની સ્પીડ પણ વધશે. ટેક્સાસમાં તૈયાર થઇ રહેલું કેમ્પસ વેન્ટેજ ડેટા સેન્ટરમાં નવું ૨૨ અબજ ડોલરનું રોકાણ આવી રહ્યું છે. ચીપ મેકર જાયન્ટ એનવિડીયા સામે ચીનની કંપનીઓ પડકાર ઉભો કરી રહી છે. એનવિડીયા જે ચીપ એચ-૨૦ બનાવી રહી છે તેને ચીનની કંપનીઓ ટાર્ગેટ કરી રહી છે.

વિશ્વમાં AIના કારણે આવતા પરિવર્તનો

વિશ્વમાં ટેક્સટાઇલ, ઓટો પાર્ટસ, ફૂડ પ્રોસેસીંગ વગેરે ક્ષેત્રે AI ના પગલે આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે AI જનરેટેડ મ્યુઝીકના કરાણે કૌભાંડ કરનારાઓ પણ સર્કીય બન્યા છે. મ્યુઝીકની ચોરી કરનારાનું માર્કેટ તેને "AI slop" સોંગ કહે છે. આ લોકો બ્રાન્ડ મ્યુઝીકને પોતાના નામે ફરતા કરી રહ્યા છે. જેના કારણે મૂળ મ્યુઝીક તૈયાર કરાનારાની મહેનત પાણીમાં જાય છે.

ભારતમાં AIનું અમલીકરણ

ભારતની કંપનીઓ AI નું અમલીકરણ કરી રહી છે અને તે બાબતે સંશોધન પાછળ રોકાણ પણ કરી રહી છે. ભારતના રાજકારણીઓ પૈકી ૯૦ ટકા ત્વરીત AI ટ્રાન્સફોર્મેશન માટે તૈયારી બતાવે છે. હવે દરેક રાજકારણીઓ સ્માર્ટ ફોન વાપરતા થઇ ગયા છે માટે દરેક વિગતો માટે તે મોબાઇલ ફોન ફંફોસતા હોય છે. કહે છે કે આગામી ૧૨થી૧૮ મહિનામાં સરકાર અનેક ડિપાર્ટમેન્ટ ખાસ કરીને આઇટી અને ટેલિકોમ્યુનિકેશનમાં AI નો મહત્તમ ઉપયોગ શરૂ કરશે.