મલ્ટી ટાસ્કીંગ જોખમી બની શકે..
કેટલાક લોકો એકસાથે અનેક કામો કરીને મલ્ટી ટાસ્કીંગ કરનારાઓની યાદીમાં આવી જાય છે. આ લોકો એક સાથે અનેક કંપનીઓના કામો કરે છે. તેઓ કેટલા કાર્યક્ષમ છે તે જોઇ શકાય છે. પરંતુ બ્રેનના રોગ સાથે સંકળાયેલા નિષ્ણાતો કહે છે કે મલ્ટીટાસ્કીંગ કરનારાઓનું બ્રેન ફટાફટ અન્ય કામો પર શિફ્ટ કરવાના કારણે લાંબાગાળે બ્રેનને નુકશાન થતું જોવા મળ્યું છે.
સ્વિગીએ બોલ્ટ બંધ કરી
સ્વિગીએ શરૂ કરેલી ક્વિક સર્વિસ બોલ્ટ પર પડદો પાડી દેવામાં આવ્યો છે. ૧૦ મિનિટમાં ડિલીવરી કરી શકતી બોલ્ટ ૫૦૦ જેટલા શહેરોમાં શરૂ કરાઇ હતી. ઓક્ટોબર ૨૪ માં શરૂ કરાયેલી આ સર્વિસ સાથે ૪૫,૦૦૦ જેટલી રેસ્ટોરાં જોડાયેલી હતી.
સ્વિગીના ઓર્ડર બોલ્ટ ડિલીવર કરતું હતું. બોલ્ટ બંધ કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ નથી બતાવાયું પણ તેમાં બહુ નફો નહોતો અવું દર્શાવાયું છે. જોકે બહુ ઓછા સમયમાં બોલ્ટના કારણે સ્વિગીની લોકપ્રિયતા વધી હતી.
૧૩,૦૦૦ કરોડનું નવું રોકાણ
ભારતમાં સૌથી વધુ મોબાઇલ ફોન બની રહ્યા છે અને હવે તો અમેેરિકામાં વેચાતા આઇફોન પણ ભારતમાં બનવાના છે ત્યારે બજારના વર્તુળો કહે છે કે અન્ય રોજીંદા વપરાશની ચીજો હોમ એપ્લાયન્સની યાદીમાં આવતી ચીજો પણ ભારતમાં ઉત્પાદન કરવા ટાંપીને બેઠી છે. એલજી, સેમસંગ,હેયર, હેવલ્સ, ગોદરેજ એપ્લાયન્સીસ વગેરે આગામી બે વર્ષમાં ૧૩,૦૦૦ કરોડનું રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા છે. દરેક સ્માર્ટફોનની સફળતાના માર્ગે ચાલી રહ્યા છે.