Get The App

ભપકાદાર લગ્નો માટે લોન

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
ભપકાદાર લગ્નો માટે લોન 1 - image

ભારતમાં લગ્નના ખર્ચાની સિસ્ટમ બદલાઇ રહી હોય એમ લાગે છે. ભારતના લોકો ભપકાદાર અને ખર્ચાળ લગ્નો કરવા માંગે છે પરંતુ પૈસાનો અભાવ તેમની આડે આવે છે. લોકો લગ્ન માટે સોના ચાંદી પાછળ ઓછો ખર્ચો કરે છે પરંતુ લગ્નના દિવસોમાં ભપકો અને મોટી પાર્ટીઓ પાછળ ખર્ચા કરે છે. એક સર્વે અનુસાર પૈસા હોય તો ભપકાદાર લગ્નો કરવામાં કશું ખોટું નથી તો કેટલાક એમ કહે છે કે લગ્ન એક વાર કરવાના છે તો લોન લઇને પણ ભપકા કરવા જોઇએ. અનેક એજંસીઓ લગ્ન માટે લોન કરી આપે છે કે ચૂકવણીની  રકમના હપ્તા કરી આપે છે. લગ્નોમાં થતા  કરકસરની વાતોની જગ્યાએ લગ્ન માટે લોનની વાતો સ્થાન લઇ રહી છે.

શહેર કરતાં ગામડાના લોકો રીલ વધુ જુવે છે

ઇન્સટાગ્રામ સહીતના સોશ્યલ નેટવર્ક પરના રીલ જોવામાં લોકો કલાકો બગાડતા હોય છે. કલાકો બગડયા પછી દરેકને લાગે છે કે આવા રીલો ના જોયા હોત તો ચાલત. પરંતુ ફરી પાછા તે રીલ જોવામાં સમય વેડફે છે. કેટલાકને રીલ જોવાનું વ્યસન હોય એમ લાગે છે. લોકોને કેવા રીલ પસંદ છે તેનો એક સર્વે કરાયો હતો.

 તે અનુસાર સૌથી વધુ રીલ લાઇફ સ્ટાઇલ અને ફીટનેસ પરના જોવાય છે. ૩૯ ટકા લોકો કોમેડી વિડીયો,સ્પોર્ટસના વિડીયો૩૭ ટકા લોકો જુવે છે. વિડીયોની જોઇને ઝેન ઝેડ ખરીદનારા વધુ હોય છે . માટે તેમને ટાર્ગેટ કરીને કંપનીઓ વિડીયો બનાવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રીલ જોનારા પૈકી ૭૩ ટકા લોકો નવી બ્રાન્ડ શોધતા હોય છે. સર્વેમાં કહે છે કે શહેર કરતાં ગામડાના લોકો રીલ વધુ જુવે છે.

ભપકાદાર લગ્નો માટે લોન 2 - image

IRCTC vs IRFC vs RVNL vs RailTel

ભારતીય રેલ્વે સાથે સંકળાયેલા ૪ શેરોમાં IRCTC, IRFC,RVNL, RailTel નો સમાવેશ થાય છે. તેના પરિણામો પ્રમાણે રોકાણકારો તેનું મૂલ્યાંકન કરતા હોય છે. નાણા વર્ષ ૨૦૨૬ના ચોથી તબક્કામાં નફાનું ઘોરણ ધટયું છે. IRFCનો પર્ફોરમન્સ સ્થિર છે. RVNLના ચોથા તબક્કામાં દેખાવ નબળો દેખાવ નજરે પડે છે. RailTelના પરિણામો પર નજર કરીયેતો તેનું પરફોર્મન્સ ટોપ પર છે. આ ચારેય શેર્સની કામગીરી રેલ્વેના થીમ પર છે પરંતુ દરેકની કામગીરી જુદી જુદી છે. ચારેયમાં આ તબક્કે RailTel ટોપ પર છે એમ કહી શકાય.