For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લેમિનેટ ઉદ્યોગને બચાવવા PLI નો લાભ આપો

Updated: Mar 19th, 2023

Article Content Image

- એન્ટેના - વિવેક મહેતા

- આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન ભારત કરતાં ૪૫થી ૫૦ ટકા સસ્તા દામે લેમિનેટ્સના પ્રોડક્ટ્સ ઠાલવી રહ્યું છે, પરંતુ ક્વોલિટીની બાબતમાં ભારત તેને હંફાવી રહ્યું છે

- લેમિનેટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા દસકાથી વિકાસના પથ પર આગળ વધી રહી છે. સ્થાનિક ડિમાન્ડને સો ટકા પૂરી કરવા ઉપરાંત તેની નિકાસ પણ દસ વરસમાં ૨૫૦૦ કરોડથી વધીને રૂ. ૩૦૦૦ કરોડને આંબી રહી છે. લેમિનેટ્સનુ મેન્યુફેક્ચરિંગ રૂ. ૧૦૦૦૦ કરોડથી વધી ગયું છે. વિશ્વના લેમિનેટ્સના કુલ બજારમાં ભારતનો હિસ્સો ૩.૫ થી ૪ ટકા છ ેં પાંચ વર્ષમાં તે વધીને ૧૦ ટકાથી ઉપર પહોંચી જાય તેવી શક્યતા છે. લેમિનેટ્સની નિકાસમાં આજે વિશ્વમાં ૫માં ક્રમના ધરાવે છે. લેમિનેટ્સની ક્વોલિટીની બાબતમાં ભારતના મેન્યુફેક્ચરર્સ ચીન કરતાં આગળ છે. તેમ છતાં ચીનના આક્રમક પ્રાઈસિંગ સામે ટકવા માટે ભારતના નિકાસકારોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.' તેનું બીજુંય કારણ છે. ચીને ઘણાં દેશો સાથે લેમિનેટ્સની ડયૂટી ફ્રી નિકાસ માટેના કરારો કરેલા છે. કેટલાક દેશોમાં ચીનથી આયાત કરવામાં આવલા લેમિનેટ્સ પર બહુ જ નજીવી ડયૂટી લગાડવામાં આવેલી છે.

જોકે કોરોના કાળ સુધી લેમિનેટ્સ માટે પણ ચીન પર જ સૌથી વધુ મદાર બાંધવામાં આવતો હતો. કોરોનાને ફેલાવવામાં ચીનની ભૂંડી ભૂમિકાને કારણે વિશ્વના ઘણાં દેશોએ ચીન સાથેના વેપાર ધીમી પણ મક્કમ ગતિએ ઓછા કરી રહ્યા છે. તેથી વિશ્વ બજારમાં અવકાશ સર્જાયો છે. આ અવકાશને પૂરી દેવા માટે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો પોતાની સંપૂર્ણ તાકાતને કામે લગાડી રહ્યા છે. તેઓ લેમિનેટ્સના વૈશ્વિક વેપારમાં પોતાનો હિસ્સો વધારવો પ્રયત્ન કરી રહ્યા છે. ભારતના મેન્યુફેક્ચરર્સને પણ તેમાં મોટી તક દેખાય છે. લેમિનેટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના કહેવા મુજબ 'કોરોનાએ ભારતની લેમિનેટ્સ ઇન્ડસ્ટ્રીને નવી તક પૂરી પાડી છે. બીજું, કોરોના કાળ પછી પ્રોપર્ટી માર્કેટમાં તેજીનો અણસાર મળી રહ્યો છે. તેથી લેમિનેટ્સની ડિમાન્ડ સહજ પણ વધવાની જ છે. તેનો ફાયદો લેમિનેટ્સ ઇન્ડસ્ટ્રીઝને મળી રહ્યો છે.' વિશ્વમાં ફર્નિચરનો બિઝનેસ અંદાજે ૫૮૦થી ૬૨૦ અબજ ડાલરનો છે. ફર્નિચરના બજારમાં આ જરૂરિયાતમાંથી ૪૦થી ૪૨ ટકા ડિમાન્ડ ચીન, મલેશિયા અને વિયેટનામ જ સંતોષે છે. ફર્નિચરના આ બજારમાં વરસે અંદાજે ૪.૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. તેનો એડવાન્ટેજ પણ ભારતના લેમિનેટ્સના નિકાસકારોને મળવાની પૂરી સંભાવના છે. તેનાથી નિકાસમાં રૂ.૧૫૦૦ કરોડ સુધીનો વધારો થઈ શકે છે. વિશ્વના બજારમાં ફર્નિચરની થઈ રહેલી નિકાસમાં ભારત આગામી પાંચ વર્ષમાં ત્રણથી ચાર ટકાનો હિસ્સો અંકે કરવા માગે છે. ભારતમાંથી આજે વિશ્વના ૧૦૦ દેશોમાં બેસ્ટ ક્વોલિટી લેમિનેટ્સની નિકાસ થઈ રહી છે.

તેથી જ સરકાર લેમિનેટ્સ મેન્યુફેક્ચરર્સ માટે  પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ લઈને આવે તેવી માગણી છે. તેમ થાય તો ભારતના ઉત્પાદકોે વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. ભારતમાંથી લેમિનેટ્સની નિકાસમાં હજી ૨૦૦ ટકા વધારો કરવાનો અવકાશ છે. ભારતમાં ડેકોરેટિવ લેમિનેટ્સની માર્કેટ અંદાજે રૂ.૧૦,૦૦૦થી ૧૨૦૦૦ કરોડની આસપાસનું છે. ૨૦૨૭ની સાલમાં તેનું કદ વધીને રૂ. ૧૮,૦૦૦થી ૨૦,૦૦૦ કરોડને આંબી જાય તેવી સંભાવના રહેલી છે. જોકે નિકાસના બજારમાં ટકવા વેચાણ ભાવ નીચો લાવવા આક્રમક અભિગમ જરૂરી છે. લેમિનેટ્સ બનાવવા જોઈતા ક્રાફ્ટ પેપર, ડિઝાઈન પેપર, ફેનોલિક રેઝિન્સ, ફેનોલ, મેલામાઈન અને મેન્થોલ ઉપરાંત ડેકોરેટીવ પેપર, ક્રાફ્ટ પેપર જેવા કાચા માલની આયાત કરે છે. ૬૦થી ૭૦ ટકા રૉ મટિરિયલની પણ આયાત જ કરવી પડી રહી છે. તેમાં પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ આપવામાં આવે તો ભારત કાચા માલના ઉત્પાદનમાં પણ આત્મનિર્ભર બની શકે તેમ છે. તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન થવા માંડે તો નવી રોજગારી નિર્માણ થવાની સાથે સાથે તેમાં આત્મનિર્ભરતા આવશે.

Gujarat