GSTની કેટલીક ઓછી જાણીતી અને ભાગ્યે જ ઉપયોગમાં લેવાતી કલમો અંગે જાણીએ
- GSTનું Ato Z - હર્ષ કિશોર
- વિદેશી પ્રવાસીને ટૂંકા ગાળાના ભારતના પ્રવાસમાં કરેલ ખરીદીના સંદર્ભે ભરેલ જીએસટીના વેરાની રકમનો રિફંડ આપવા બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે
સામાન્ય રીતે જીએસટીમાં વેરા શાખની કલમ ૧૬/૧૭, રિફંડની કલમ ૫૪ અને રજીસ્ટ્રેશન તેમજ પત્રક તથા ઓડિટની કલમો અથવા કલમ ૭૩ અને ૭૪ વારંવાર કાર્યવાહી થતી હોય છે. જ્યારે ૧૭૪ કલમો પૈકી કેટલીક કલમો એવી છે જે કલમ હેઠળ પ્રમાણમાં ઓછી કાર્યવાહી થાય છે, જે આજે આપણે તેની વિગતો આપણે ટૂંકમાં જોઈશું.
કલમ-૧૫૭ છ (૧) No suit, prosecution or other legal proceedings shall lie against the President, State President, Members, officers or other employees of the Appellate Tribunal or any other person authorised by the said Appellate Tribunal for anything which is in good faith done or intended to be done under this Act or the rules made thereunder.
(૨) No suit, prosecution or other legal proceedings shall lie against any officer appointed or authorised under this Act for anything which is done or intended to be done in good faith under this Act or the rules made thereunder.
તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ કલમને લગતો એક મહત્વનો ચુકાદો The State of Gujarat & Anr. v. Paresh Nathalal Chauhan) ૨૦૨૪ LiveLaw (SC)માં આપવામાં આવેલ છે. મૂળ આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં ફાઇલ થયેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૧૮૪૬૩ ર્ક ૨૦૧૯ના તારીખ ૨૪.૧૨.૨૦૧૯ના આદેશના અનુસંધાને આવેલ છે. જીએસટીના અધિકારીઓ માટે ખૂબ મહત્વનો એવો આ ચુકાદો ગુડફેથને લગતો છે.
નામદાર હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવેલ કે કેસની હકીકતો જોતા જીએસટીની કલમ ૧૫૭નો લાભ આ અધિકારીને કદાચ મળી શકે તેમ નથી. નામદાર સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે નામદાર હાઇકોર્ટે 'may not' શબ્દો વાપરેલ છે. આ કેસમાં અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જીએસટીની કલમ ૬૯ અને ૧૩૨ હેઠળ ધરપકડમાંથી રાહત આપવા માટેની રીટ પિટિશન કરવામાં આવેલ હતી. નામદાર હાઇકોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં અધિકારીઓને સંયમ રાખવા માટે જણાવવામાં આવેલ અને જે પ્રકારની કાર્યવાહી થયેલ હતી તે મૂળભૂત અધિકારોના ભંગ ગણવા પાત્ર થઇ શકે તેવું બને તેથી જીએસટીની કલમ ૧૫૭ હેઠળ જે પ્રોટેક્શન મળે છે તે કદાચ ના મળે. ગુડફેથ ક્લોઝના અનુસંધાને નામદાર સુપ્રીમ કોર્ટે જણાવેલ છે કે નામદાર હાઇકોર્ટ અધિકારી સામે કેસ ચલાવી રહેલ ન હતી. હાઇકોર્ટે માત્ર અધિકારીને ચેતવવા માટે અને એક સંભાવના દર્શાવેલ હતી તેથી હાઇકોર્ટના ચુકાદામાંથી ઉપરોક્ત પેરેગ્રાફ એક્સપંજ કરવામાં આવે છે.
Section ૩(૨૨) of the General Clauses Act, ૧૮૯૭ defines ‘good faith' as follows:
'૩. Definitions.-In this Act, and in all Central Acts and Regulations made after the commencement of this Act, unless there is anything repugnant in the subject or context,-
(૨૨) a thing shall be deemed to be done in “good faith” where it is in fact done honestly, whether it is done negligently or not
કલમ-૫૭ : The Government shall constitute a Fund, to be called the Consumer Welfare Fund and there shall be credited to the Fund,- (a) the amount referred to in sub-section (૫) of section ૫૪; b) any income from investment of the amount credited to the Fund; and (c) such other monies received by it, in such manner as may be prescribed.
જ્યારે કોઈ સપ્લાયર દ્વારા ઠરાવેલ વેરાથી વધુ વેરાના દરે ગ્રાહક પાસેથી વેરો લેવામાં આવે અને પાછળથી એવું જણાય કે હવે વધારાનો વેરો જે એકઠો કરેલ છે તે પરત કરવાનો થાય છે. પરંતુ ખરીદનાર રિટેલર હોવાથી ખરીદનારની તમામ વિગતો જેવી કે સરનામું, ફોન નંબર, વગેરે રેકર્ડ ઉપલબ્ધ ન હોય તે વેરો પરત કરી શકાતો ન હોય ત્યારે આવી વેરાની રકમ કન્ઝયુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાની રહેશે તેવી જોગવાઈ આ કલમ હેઠળ કરવામાં આવેલ છે. આ ફંડનો ઉપયોગ કલમ ૫૮ મુજબ ગ્રાહકોના કલ્યાણ માટે તેમજ ગ્રાહકોના હક્કો અને જવાબદારીઓ માટે જીએસટીના કાયદાઓ પ્રક્રિયાઓ અને અન્ય જોગવાઈઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે તથા પ્રચાર પ્રસાર અને જાગૃતિ માટે કરવાનું આયોજન છે. લાગુ પડતો નિયમ ૯૭ છે. આ ફંડનો વહીવટ સરકારે નિમેલ એક કમિટી કરે છે.
કલમ-૧૩૪ : No court shall take cognizance of any offence punishable under this Act or the rules made thereunder except with the previous sanction of the Commissioner, and no court inferior to that of a Magistrate of the First Class, shall try any such offence.
કલમ-૧૩૫ : આ કલમની જોગવાઈઓ મુજબ કોર્ટને એવું માનવાને કારણ રહેશે કે આરોપીનું ગુનાહિત માનસ છે અને બચાવ પક્ષે સાબિત કરવાનું રહેશે કે જીએસટી કાયદા હેઠળ ગુનો કરવા માટેનો કોઈ ઈરાદો કે જ્ઞાન ન હતો.કલમ-૧૩૮: આ કલમની જોગવાઈઓ મુજબ કમિશનરને મળેલ સત્તાઓ અનુસાર બોગસ બીલિંગ કે અગાઉ કલમ ૧૩૨ હેઠળ કરેલ ક્ષતિઓ માટે અથવા કોર્ટ દ્વારા સજા કરવામાં આવેલ હોય તે કેસો સિવાય કસુરદાર દ્વારા જો પ્રોસીક્યુશન શરૂ કર્યા પહેલા કે પછી સરકારી લેણાની રકમ ભરી દેવામાં આવે તો કમ્પાઉન્ડનીંગ ઓફ અફેન્સ કરી શકાય છે. આ માટે ઓછામાં ઓછી માંગણાની ૨૫% જેટલી રકમ ભરવાની રહે છે.
કલમ-૧૪૪ : જ્યારે કોઈપણ દસ્તાવેજ કોઈ વ્યક્તિની કસ્ટડીમાંથી જપ્ત કરવામાં આવે અથવા ભારત બહારથી જીએસટી કાયદા હેઠળ કોઈ કામગીરી અર્થે તે મળેલ હોય અથવા ફરિયાદ પક્ષેથી કોઈ એવું ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવેલ હોય તો કોર્ટ તે દસ્તાવેજ ને માન્ય પુરાવો ગણી શકે છે પછી ભલે તે તેના ઉપર યોગ્ય સ્ટેમ્પ હોય કે નહીં. આ માટે જો સામો પક્ષ દ્વારા તેનાથી વિરુદ્ધ પુરવાર ન કરવામાં આવે કે દસ્તાવેજ ઉપરની સહી અથવા હસ્તાક્ષર અને અન્ય બાબતો આરોપીની નથી તો તે સિવાય કોર્ટ આ તમામ પુરાવા એડમિટ કરી શકશે.
કલમ-૧૪૬ : આ કલમની જોગવાઈઓ થકી GST Networkની સ્થાપના અને સુવીધા શરુ કરવામાં આવેલ છે. The Government may, on the recommendations of the Council, notify the Common Goods and Services Tax Electronic Portal for facilitating registration, payment of tax, furnishing of returns, computation and settlement of integrated tax, electronic way bill and for carrying out such other functions and for such purposes as may be prescribed
કલમ-૧૫૩: GSTના અધિકારી પોતાની તપાસ અને અન્ય સંલગ્ન કામગીરીમાં મુશ્કેલ કેસોમાં કોઈપણ વિષયના નિષ્ણાતોની સેવા લઇ શકશે તેવી જોગવાઈ થયેલ છે.
કલમ-૧૬૦ : ક્લેરીકલ ભૂલો કે પ્રોસીજરલ ભૂલોના પરિણામે કોઈપણ નોટિસ કે આદેશ અમાન્ય નહીં ગણી શકાય તેવી જોગવાઈ કલમ ૧૬૦માં કરવામાં આવેલ છે.
કલમ-૧૬૨ : Save as provided in sections ૧૧૭ (હાઇકોર્ટ) and 118 (સુપ્રીમ કોર્ટ), no civil court shall have jurisdiction to deal with or decide any question arising from or relating to anything done or purported to be done under this Act.
કલમ-૧૭૨ : આ કલમ હેઠળ સરકારને રીમુવલ ઓફ ડિફીકલ્ટીઝની સત્તા મળે છે. આ માટે આદેશ ક્રમાંક ૯/૨૦૧૯ તાઃ ૩.૧૨.૨૦૧૯ ઈશ્યુ કરવામાં આવેલ છે જેમાં જે મુજબ જીએસટી ડ્રાઇબોની રચના થયા બાદ ત્રણ મહિનાની અંદર વેપારીઓ અપીલ ફાઇલ કરી શકશે
IGSTની કલમ ૧૫ : વિદેશી પ્રવાસીને ટૂંકા ગાળાના ભારતના પ્રવાસમાં કરેલ ખરીદીના સંદર્ભે ભરેલ જીએસટીના વેરાની રકમનો રિફંડ આપવા બાબતની જોગવાઈ આ કલમ હેઠળ કરવામાં આવેલ છે. જોકે હાલ આ કલમનો અમલ શરૂ કરવામાં આવેલ નથી.The integrated tax paid by tourist leaving India on any supply of goods taken out of India by him shall be refunded in such manner and subject to such conditions and safeguards as may be prescribed.
Explanation.--For the purposes of this section, the term “tourist” means a person not normally resident in India, who enters India for a stay of not more than six months for legitimate non-immigrant purposes.