- સોયાતેલની ઈફેકટીવ ડયુટીમાં વૃદ્ધિ જ્યારે પામતેલમાં ઘટાડો
કેન્દ્રના નાણાંપ્રદાને બજેટમાં ખાદ્યતેલો તથા તેલિબિંયાંની બજાર તથા ઉદ્યોગ માટે કોઈ વિશેષ પગલાં ભર્યા નથી. જોકે નાળિયેરનું ઉત્પાદન દેશમાં વધારવા માટે નાણાંપ્રધાને વિવિધ પગલાઓ જાહેર કરતાં દક્ષિણ ભારતના નાળિયેર ઉત્પાદકો તથા કોપરેલ બનાવતા ઉદ્યોગમાં આના પગલે પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યાના સમાચાર મળ્યા હતા. દેશમાં નાળિયેર ઉપરાંત કાજુ, કોકો, અખરોટ વિ.નું ઉત્પાદનન વધારવા બજેટમાં પ્રોત્સાહક પગલાં રજૂ કરાયા હોવાનું કૃષી બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, બજેટ પૂર્વે સરકારે દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં ફેરફારો કરતાં આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ફેરફાર થયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલ સીપીઓમાં ૧૦૭૫ ડોલરથી ઘટાડી સરકારે ૧૦૬૭ ડોલર ટનદીઠ કરી હતી જ્યારે આરબીડી પામ ઓઈલની આવી ટેરીફ વેલ્યુ ૧૧૭૩ વાળી વધી ૧૧૮૬ ડોલર કરાઈ છે. આના પગલે આયાતી પામતેલની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો છે જ્યારે આયાતી સોયાતેલની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, મલેશિયાથી પામતેલની નિકાસ જાન્યુઆરીમાં ૧૭થી ૧૮ ટકા વધી હોવાના વાવડ મળ્યા હતા.
ભારતમાં આયાતી ખાદ્યતેલો પરનો આધાર વધ્યો છે તથા તેની ટકાવારી વધી આશરે૬૦ ટકા થઈ છે. ભારતમાં વિવિધ ખાદ્યતેલોની કુલ વાર્ષિક માગ સરેરાશ ૨૬૦થી ૨૬૫ લાખ ટન જેટલી રહે છે ત્યારે સામે ઘરઆંગણે ઉત્પાદન માત્ર ૧૧૦થી ૧૧૫ લાખ ટન રહેતાં આયાત પર આધાર વધ્યો હોવાનું સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. ઘરઆંગણેે ઉત્પાદન વધારવા બજેટમાં કોઈ વિશેષ પગલાં જોવા મળ્યા નથી. દેશને આ ક્ષેત્રે આત્મનિર્ભર કરવાના પગલાં ગેરહાજર રહ્યા છે. ઈમ્પોર્ટ ડયુટીના દરોમાં કોઈ ફેરફારો કરાયા નથી. દરમિયાન, ભારત તથા નેપાળ વચ્ચે થયેલા કરારના પગલે નેપાળથી ભારતમાં ડયુટી-ફ્રી ધોરણે વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ હાલ વધી છે તથા આવી આયાતને કાબુમાં રાખવા માટે બજેટમાં કોઈ લક્ષ રાખવામાં આવ્યું નથી.
ખાદ્યતેલો ઉપરાંત કઠોળની ઈમ્પોર્ટ પર આધાર ઘટાડવો પણ જરૂરી છે. ૮૦ લાખ ટન દાળ કઠોળની આયાત આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ વિ. ખાતેથી ભારતમાં થાય છે. રેશનમાં મોટા પ્રમાણમાં અનાજ આપવામાં આવે છે પરંતુ તેના બદલે ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર જનધન ખાતા મારફત કરવામાં આવે તો સ રકારને પોતાને મોટી રાહત થઈ શકે તેમ છે તથા સરકાર પરનો નાહકનો બોજ ઘટાડી શકાય તેમ છે મલ્ટીનેશનલ મોટી કંપનીઓને લાભ થાય એવી સરકારની નીતિી છાશવારેબદલાતી જોવા મળી છે એવી ચર્ચા પણ દેશના કૃષી બજારોમાં થતી રહી છે. ૬૦ લાખ કરોડનું ટર્નઓવર તથા મોટી ટેક્સ રેવેન્યુ મેળવી આપતા તથા લાખોને રોજગાર આપતા વેપારી સમાજની ઉપેક્ષા બજેટમાં જણાઈ છે.


