Get The App

થર્મોકોલ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ઉપયોગ વિશે માહિતી

Updated: May 22nd, 2022

GS TEAM


Google News
Google News
થર્મોકોલ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ઉપયોગ વિશે માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

એકસપાન્ડેડ પોલીસ્ટાયરીન ફોમ પ્રોડક્ટ્સ એટલે થર્મોકોલ થર્મોકોલ બાસ્ફઈન્ડીયા લી. કંપનીનો રજીસ્ટર્ડ ટ્રેડ માર્કસ છે. પરંતુ લોકોની જીભે ચડેલ નામ થર્મોકોલ જ છે. જેથી બજારમાં પણ થર્મોકોલના નામે વેચાય રહ્યો છે. હકીકતમાં એકસપાન્ડેબલ પોલીસ્ટાયરીન ફોમ પ્રોડકટસ છે.

એકસપાન્ડેબલ પોલીસ્ટાયરીન એટલે (ઈ.પી.એસ ફોમ્સ) જે તેની ડેનસીટી પર તાકાત ધરાવતું એક પ્રોડક્ટસ છે. આ પ્રોડકટસ એકસપાન્ડેબલ પોલીસ્ટાયરીન રેઝીન અને બ્લોઇંગ એજન્ટ કન્ટેઈન પર આધારિત હોય છે.

પ્રોડકશન મેથડ:- પોલીસ્ટાયરીન રેઝીન ને પ્રેસસ્યુરાઈઝડ વેસલ્સ અને એકર્સ્ટુજન પધ્ધતિથી બ્લોઈંગ એજન્ટના સહારે  બ્લોક કરી સીટ બનાવવામાં આવે છે. બ્લોઈંગ એજન્ટ તરીકે બુટાને સોલવન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

બીજી પધ્ધતિમાં પ્યોર પોલીસ્ટાયરીન ફોમ્સને પોલીસ્ટાયરીન કો-પોલીમર જેવાકે એક્રાઈલો નાઈટ્રાઈલ અથવા મેલિક અનહાઈડ્રાઈડથી બનાવવામાં આવે છે. સ્પેશીયલ પ્રોપર્ટી ફોમ પ્રોસેસ જેવાકે સોલવન્ટ ઈન્ક્રીઝ અથવા હીટ-રેઝીસ્ટેન્ટ માટે ઓરગેનો બ્રોમાઈન કમ્પાઉન્ડ જેવાકે હેકઝા બ્રોમો સાયકલો ડોડીકેન, પેન્ટા બ્રોમો ફીનાઈલ એલાય ઈથર વડે બનાવવામાં આવે છે. જે સરફેસ  કોટિંગ અને ફલેમ પ્રુફ ફોમ પ્રકારના બનાવવામાં આવે છે. બ્લોઇંગ એજન્ટ તરીકે લો-બ્લોઈંગ હાઈડ્રોકાર્બન પેન્ટાને નો ઉપયોગ કરવામાં આવે છે. બીજા એજન્ટ તરીકે બુટાને, પ્રોપાને અથવા બન્નેના મિશ્રણ વડે બ્લોઇંગ કરવામાં આવે છે.

આ પ્રોડક્ટસ સાધારણ રીતે ફાસ્ટ સાયકલ મોલડેડ પ્રોડકટસ તરીકે ઉપયોગમાં લેવાય છે. જેવાકે થર્મલ ઈન્સ્યુલેટીંગ, મોઇચર પ્રુફીંગ, સાઉન્ડ પ્રુફીંગ અને મિકેનિકલ લોડ બેરિંગ પ્રોપર્ટી તરીકે ઉપયોગમાં લેવાય છે.

પ્રોસેસીંગ ઈન ટુ ફોમ:- ઈ.પી.એસ ફોમ ત્રણ સ્ટેપમાં ઉપલબ્ધ હોય છે (ઈન્ટરમિડીયેટ, સ્ટોરેજ અને ફાઈનલ ફોમિંગ અથવા મોલ્ડીંગ.) પોલીસ્ટાયરીનના પાર્ટીકલને ગરમી આપી નરમ બનાવવામાં આવે છે. પછીથી બ્લોઇંગ એજન્ટ આપવામાં આવે છે. જેવી પોલીસ્ટાયરીન સાથે ભેળવેલ બ્લોઇંગ એજન્ટ ઈવેપોરેટ બને છે. જેથી પોલીસ્ટાયરીનના બબલ્સ બની બેડ ડાયામિટરમાં પ્રસરે છે. તેના કારણે બલ્ક વોલ્યુમ વધે છે અને બલ્ક ડેનસીટી ઓછી થાય છે.

થર્મોકોલ ઈન્ડસ્ટ્રીઝ અને ઉપયોગ

થર્મોકોલના ઉપયોગ: વેચાણની દ્રષ્ટિએ થર્મોકોલ બે પ્રકારમાં ઉપલબ્ધ છે

લો-ડેનસીટી:- લો-ક્વોલિટી પેકીંગ માટે બનાવવામાં આવતો થર્મોકોલ.

હાઈ-ડેનસીટીઃ- સ્ટાન્ડર્ડ પેકીંગ માટે બનાવવામાં આવતો થર્મોકોલ.

ખાસ પ્રકારના ઉપયોગ:- પેકેજીંગ, શોક એર્બ્સોપશન, થર્મલ ઈન્સ્યુલેશન

- રૂફીંગ અને પાર્ટીશન, બીલ્ડીંગ કન્ટ્રક્શન.

પેકીંગ અને શોક એર્બ્સોપશન:- ટેલીવીઝન, વોશીઝ, ઈલેકેટ્રોનિક ગુડઝ, ગ્લાસ-વેર, સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ વિ.

થર્મલ ઈન્સ્યુલેશનઃ- આઈસ-બોક્સ, ફીસ બોક્સ, ફુડ કેરિઅર વિ.

કન્સટ્રક્શન:- બીલ્ડીંગ કન્સટ્રક્શન, થર્મલ ઈન્સ્યુલેશન

રો-મટીરીયલ:- ઈ.પી.એસ.ફોમ બનાવવા માટે રો.મટીરીયલ હાજરમાં મળી શકે છે. જેમાં ઈન્ડીયન અને ઈર્મ્પોટેડ બન્ને રેડી સ્ટોકમાં ઉપલબ્ધ હોય છે.

ટેકનોલોજી:- ઈ.પી.એસ ફોમ બનાવવા માટે વેલ-નોન ટેકનોલોજી ઉપલબ્ધ છે.

ડીમાન્ડ:- યુઝર્સ ઈન પેકેજીંગ-વિટાલ સેક્ટર છે. એન્યુઅલ ૧૫ ટકાનો વપરાશ  વધતો જાય છે.

એનવીરોનમેન્ટ:- ઈ.પી.એસ. ફોમ-ઈકો-ફેન્ડલી પ્રોડકટસ છે એટલે જ ફુડ પેકેજીંગ પરમિટેડ છે.

લોકલ સેલ:- ઈ.પી.એસ. ફોમ ને કન્ઝુમર નજીકના ડીલર્સ પાસેથી પરચેસ કરે છે. કારણ કે વિશાળ જગ્યા રોકાય છે. એટલે જરૂરત પ્રમાણે જ પરચેસ કરે છે.

લાઈસન્સ:- ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એકટ એન્ડ કલીયરન્સ, ફોમ એકસ્પોલોસીવ ઓથોરીટીઝ જરૂરી બને છે.

Tags :