ઓલિવ ઓઈલ અને પ્રોડકટસ વિશે માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોમાં છેલ્લા ઘણા વર્ષોથી થતું આ અદ્ભૂત ફળ છે. જે હવે લગભગ પુરી દુનિયામાં આ ફળનું તેલ એટલે કે ઓલિવ ઓઈલ, જૈતુન અને ગુજરાતીમાં જીતફળ કહેવામાં આવે છે.
ઓલિવ ઓઈલમાં પૂષ્કળ માત્રામાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે. તેમજ તે એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટી ધરાવે છે. જે ધમનીઓમાં ચરબી જામવા દેતું નથી. ઓલિવ ઓઈલ હૃદયરોગ અને ડાયાબિટીઝ ઉપર ઘણુ અક્ષીર સાબિત થયેલ છે. આ ઓઈલમાં સેચ્યુરેટેડ ફેટની માત્રા ઘણી જ ઓછી હોય છે.
ઓલિવ ઓઈલમાં રહેલ વિટામિન એ,ડી,ઈ કે બી-કેરોટિન-કેન્સર થતું અટકાવે છે. ઓલિવ ઓઈલમાં રહેલ ઓલિક એસિડ સ્તન કેન્સર તેમજ અલ્ઝાઈમર જેવા રોગ માટે ફાયદાકારક નિવડેલ છે. ઓલિવ ઓઈલ ખાદ્ય તેલની તુલનામાં ઘણું ઓછું છે. પરંતુ જરૂરતવાળા લોકો ખરીદે છે.
ઓલિવ ઓઈલના ગુણધર્મો ઃ- મનુષ્યની ઉંમર વધતાની સાથે ત્વચાના માળખા તેમજ ત્વચા કાર્યશૈલીને નુકશાન થાય છે. ઉંમર વધતા ત્વચાની ડર્મિસ અને એપિર્ડમમિસ પાતળી થતી જાય છે. આંતઃ તથા બાહ્ય ત્વચાને જોડતાં વિસ્તારમાં લવચીક્તા ઘટે. ઓલિવ ઓઈલ એ એક જાતનું કુદરતી ઈન્હિબીટર છે. જે અણુઘટકો સામે રક્ષણ આપવા સક્ષમ છે.
ઓલિવ મસાજ ઓઈલના કી-ઈનગ્રેડીએન્ટ ઃ- ઓલિવ ઓઈલ, ટોકોફીરાઈલ એસિટેડ, પ્રોપાઈલ પેરાબીન, કેરિઅર ઓઈલ તરીકે લાઈટ લીકવીડ પેરાફીન ઓઈલ અને પરફ્યુમ્સ વડે ઓલિવ મસાજ ઓઈલ બનાવી શકાય છે.
ઓઈન્ટમેન્ટના કી-ઈનગ્રેડીએન્ટ ઃ- પેરાફીન વેક્સ, માઈક્રો ક્રિસ્ટલાઈન વેકસ, લાઈટ લીકવીડ પેરાફીન ઓઈલ, ઓલિવ ઓઈલ, વીટજર્મસ ઓઈલ, પ્રોપાઈલ પેરાબીન અને પરફ્યુમ્સ વડે ઓઈન્ટમેન્ટ બનાવી શકાય છે.
ઓલિવ ઓઈલ બેઝ નોન-ડ્રાઈંગ ક્રીમ ઃ- ઓલિવ ઓઈલ, સ્ટીઅરિક એસિડ, ફેટી-ઈથોકસીલેટેડ, સિટાઈલ આલ્કોહોલ, એસએલએસ પાવડર, આલમોન્ડ ઓઈલ બનાવી શકાય છે.
ઓલિવ બેઝ હેર ઓઈલ ઃ- ઓલિવ ઓઈલ, લાઈટ લીકવીડ પેરાફીન ઓઈલ, ડાય-પેન્થેનાઈલ ઈથાઈલ ઈથર, પ્રોપાઈલ પેરાબીન કલર અને પરફ્યુમ્સ વડે ઓલિવ બેઝ હેર ઓઈલ બનાવી શકાય છે.
લાઈસન્સ ઃ- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરેટીઝ જરૂરી બને છે.
નોધ ઃ- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઈન્ડીયન નેશન્સ ફુડ એન્ડ ડ્રગ ઓરગૅનાઈઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.