Get The App

લાઈટ લિકવિડ પેરાફિન ઓઈલ વિશે જાણકારી

Updated: Sep 11th, 2022

GS TEAM

Google News
Google News
લાઈટ લિકવિડ પેરાફિન ઓઈલ વિશે જાણકારી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

વિશ્વનું સમગ્ર અર્થતંત્ર જેમ જેમ પ્રગતિ કરતું જાય છે, તેમ તેમ ખનિજ તેલની માંગ વધતી જાય છે. વિશ્વનું સમગ્ર અર્થતંત્ર માર્ગ પરિવહન ઉપર નભે છે. મોટા ભાગની વીજળી ખનિજ તેલ પર આધારિત છે. જગતમાં જ્યારે ખનિજ તેલનો પૂરવઠો અસ્ત થઈ જશે ત્યારે શું થશે ? 

તેની કલ્પના કરવી અશક્ય છે પરંતુ જ્યારે ઉત્પાદન ઘટી જશે ત્યારે શું થશે તે કલ્પી શકાય છે. જો માંગ ઘટતી નહી જાય તો કિંમત આસમાને અડી જશે. ખનિજ તેલના ભાવોની અસર ત્યારે જ દેખાય છે જ્યારે રિક્ષા ભાડા વધી જાય, રાંધણ ગેસ બાટલાના ભાવ વધી જાય, અથવા કેરોસીનની અછત વર્તાય ત્યારે મોંઘવારીનો ખ્યાલ આવે છે. આજે સમગ્ર વિશ્વમાં ખનિજ તેલ અને મોંઘવારીનો બહુ જ ઘનિષ્ઠ સંબધ છે.

આ પ્રકારના ખનિજ તેલો વધારે પડતા સમુદ્રના પેટાળમાં હોય છે. તેને શોધવાનું કામ જીઓકેમિસ્ટ્રી અને જીઓફિઝીક્સનું હોય છે નવી ટેકનોલોજી પ્રમાણે સાઈઝમિક સર્વે પદ્ધતિ દ્વારા ફોર-ડાયમેનશન-કોમ્પ્યુટર દ્વારા પિકચર પ્રાપ્ત કરવામાં આવે છે. જેમાં ક્યાં ખનીજ તેલના ભંડાર છે તે શોધી આપે છે. આ ખનિત તેલને સમુદ્રના પેટાળમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે તે સ્લજ (તૈલીરેતી)ના રૂપમાં હોય છે.

મેન્યુફેકચરીંગ પ્રોસેસ:- આ લ્યુબ બેઝ સ્લજને ઓલીયમ અથવા સલફરિક એસિડ સાથે સલફોનેશન કરવામાં આવે છે. ત્યારબાદ પાણી વડે વોશ આપવામાં આવે છે. જેથી સ્લજમાં રહેલું તેલની લેર ઉપર આવે છે જેને ઉપર ખેંચી લેવામાં આવે છે. જે ઓઈલ સોલ્યુબલ સલફોનિક એસિડ ઓઈલને સોડિયમ સોલ્ટ વડે ન્યુટ્રલ કરવામાં આવે છે. પછીથી ફરી આઈસો પ્રોપાઈલ આલકોહોલ તથા પાણી વડે વોશ આપવામાં આવે છે. જે ઓઈલનો પોર્સન ઉપર આવે છે તેને એકટીવેટેડ કલે વડે ફીલ્ટર કરવામાં આવે છે. જે પ્યોરીટી ઓઈલ આવે છે તેને હાઈડ્રોકાર્બન ઓઈલ કહેવામાં આવે છે.

હાઈડ્રોકાર્બન ઓઈલ ઘણા પ્રકારના હોય છે. આપણે અહીં વાઈટ ઓઈલ બાબત લખીશું. આ પ્રકારના ઓઈલ વધારે પડતાં પેટ્રોલીયમ પ્રોડકસમાં વપરાય છે. પરંતુ આજ વાઈટ ઓઈલને રીફાઈન કરી, પેરાફીન સાથે ટ્રીટ કરવામાં આવે તો તેમાંથી લાઈટ-હેવી લીકવીડ પેરાફીન ઓઈલ બનાવી શકાય છે. જે અનેક ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે.

લાઈટ લીકવીડ પેરાફીન ઓઈલ કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ, એરોમાથેરાપિ, મેડીસન, પ્લાસ્ટીક, પેટ્રોલિયમ, ટેક્ષટાઈલ, અગરબત્તી પરફ્યુમ્સ અને ફીનાઈલ જેવી અનેક ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. લાઈટ લીકવીડ પેરાફીન ઓઈલ લો-વીસકોસ અને હેવી-વીસકોસના રૂપમાં મળે છે. જેમાં આઈ.પી. ઈન્ડીયન ફાર્માકોપીઓ ગ્રેડ અને કોમરસીયલ ગ્રેડ એમ બે પ્રકારના સ્પેસીફીકેશનમાં મળે છે. આ ઓઈલ વાસ વગરનું કલરલેસ ટેસ્ટલેસ હોય છે. 

 તેનો ઉપયોગ ઓઈલ, વેસેલીન અને ક્રીમમાં વપરાય છે.

* ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ * પેટ્રોલીયમ જેલી અને ઓઈન્ટમેન્ટમાં વપરાય છે.

મેડિસીન ઈન્ડસ્ટ્રીઝ * લેકસેટીવ તરીકે વપરાય છે.

* પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ * ઈલાસ્ટીસીટી તરીકે વપરાય છે.

* પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ * કટીંગ ઓઈલ અને મશીન ઓઈલ માટે વપરાય છે.

* ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝ * એન્ટીસ્ટેટીક કોનિંગ ઓઈલ માટે વપરાય છે.

* અગરબતી ઈન્ડસ્ટ્રીઝ * પરફ્યુમ્સ ને સોલ્યુબલ બનાવવા માટે વપરાય છે.

* પરફ્યુમ્સ ઈન્ડસ્ટ્રીઝ * પરફ્યુમ્સ ને સ્ટેબલ કરવા માટે વપરાય છે.

* ફીનાઈલ ઈન્ડસ્ટ્રીઝ * ફીનાઈલ ઉદ્યોગનું બેઝીક-રો-મટિરીયલ છે.

* એરોમા થેરાપિ * મસાજ ઓઈલના બેઝ તરીકે વપરાય છે.

ધ ઈન્ડસ્ટ્રીઝ:- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ એન્ડ એક્સપ્લોઝિવ ઓથોરિટી ઈઝ એ મસ્ટ.

Tags :