Get The App

કેસ્ટર ઓઈલ બેઝ ટર્કી રેડ ઓઈલ વિશે માહિતી

Updated: Sep 4th, 2022

GS TEAM


Google News
Google News
કેસ્ટર ઓઈલ બેઝ ટર્કી રેડ ઓઈલ વિશે માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

વિશ્વમાં એગ્રોબેઝ કેસ્ટર સીડ (એરંડા)ના ઉત્પાદનમાં ભારત પ્રથમ નંબરે આવે છે. તેમાયે ગુજરાતનો નંબર સૌ પ્રથમ આવે છે. આપણા ભારતમાં એરંડાનું વાવેતર ગુજરાત, રાજસ્થાન અને આંધ્રમાં વધારે પડતું થાય છે. જે હાઈબ્રીડ વાવેતરનો પ્રભાવ ગણી શકાય.

નવા ડેવલોપમેન્ટ પ્રમાણે હાઈબ્રીડ એરંડાના વાવેતરના કારણે કેસ્ટર સીડમાંથી કેસ્ટર ઓઈલની ગુણવત્તા તેમજ ઉત્પાદનમાં વધારો થાય છે. જે આવતાં વર્ષોમાં કેસ્ટર ઓઈલના વ્યાપારમાં ખેડૂત પણ સમૃદ્ધ બનશે એ હકીકત હશે. ગ્લોબલ માર્કેટમાં કેસ્ટર ઓઈલની ડીમાન્ડ ખુબ જ મોટા પ્રમાણમાં છે. પરંતુ ભારતનું કેસ્ટર ઓઈલ માટેનું એકસ્પોર્ટ પ્રમોશન માત્ર ૧૫ ટકા જેટલું જ છે. જે હવે પછીના સમયમાં ખુબ જ વધી શકે તેમ છે. કારણ કે...

ઉ્ર્ં વર્લ્ડ ટ્રેડ ઓરગેનાઈઝેશનની સહાયથી કોમોડિટી માર્કેટમાં ફેરફાર થઈ રહ્યો છે. જેમાં ક્વોલિટી સ્ટાર્ન્ડ, પ્રોડકટસ એનાલિસીસ જેવા અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં ખેતીમાં આધુનિક્તા લાવવાના એરંડાની ખેતીમાં વિવિધ સંશોધનો પ્રેસિંગ ટેકનોલોજીમાં સતત સુધારા થઈ રહ્યા છે. આજે એરંડાનું ઉત્પાદન દેશના બીજા રાજ્યો કરતાં ગુજરાતનું ૬૫ ટકા જેટલું આંકવામાં આવ્યું છે. તેમાં પણ હવે વધારો થતો જશે.

વૈશ્વિકરણના સમયમાં ખેતીમાં આધુનિકરણ લાવવાની, વૈશ્વિક ખેત જણસોના ભાવતાલથી માહિતગાર રહેવાની અને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર થવા ખેડુતોને સલાહ આપવામાં આવી રહી છે. જાગતિક બજારમાં ખેડુતોને પોતાની ઉપજના ભાવતાલમાં સારો એવો વધારો થઈ શકશે. જેથી ખેડુત પાસે પણ ખુબ જ પૈસો આવશે. જેથી આવતા સમયમાં કુદરત મહેરબાન થશે તો ભારતનો ખેડુત પોતાની કાર લઈ ખેતરે ખેતી કરવા જશે. એ સમય હવે દૂર નથી.

આજ દિવસ સુધી એરંડાનો મોટો ધંધો સટોડીયાઓના હાથમાં હતો જે વાયદા બજારો હવે તૂટી જશે. સટોડીયાઓ તેજી મંદીનો ખુબ જ લાભ ઉઠાવ્યો છે. જેમાં ખેડુત પીસાતો આવ્યો છે. એ એરંડા વાયદા બજારોનો અંત આવશે. એવું દેખાઈ રહ્યું છે.

કેસ્ટર ઓઈલમાંથી બનતા પ્રોડકટસમાં ડી-હાઈડ્રેટેડ કેસ્ટર ઓઈલ, હાઈડ્રોજીનેટેડ કેસ્ટર ઓઈલ, પોલિમેરાઈઝડ કેસ્ટર ઓઈલ અને ટર્કી રેડ ઓઈલ મુખ્ય છે.

કેસ્ટર ઓઈલ:- કેસ્ટર ઓઈલ કોલ્ડ-પ્રેસ્ડ પ્રોસેસથી મેળવવામાં આવે છે. જેમાં ફર્સ્ટ-ગ્રેડ મેડિસીન ઓઈલ માટે વપરાય છે. ત્યારબાદ હોટ-પ્રેસ્ડ પ્રોસેસથી મેળવેલ કેસ્ટર ઓઈલને કોમર્સિયલ ઉપયોગ માટે વાપરવામાં આવે છે. બાકી જે ઓઈલકેક વધે છે તેને એનિમલ ફીડઝ માટે ઉપયોગમાં લેવાય છે. એકસ્ટ્રેકશન કરેલ ઓઈલકેકમાં ૨૯.૫ ટકા પ્રોટિન, ૩૫.૮ ટકા ફાઈબર, ૧૩.૨ ટકા ફ્રી એકસ્ટ્રેકટ, ૧ ટકા જેટલો ફેટ હોય છે. એશકન્ટેન્ટ ૭.૫ ટકા જેમાં વધારે પડતો પોડાસ અને ફોસફેટ હોય છે.

કેસ્ટર ઓઈલ ડ્રીાહાઈડ્રેટેડ (ડી.સી.ઓ.):- ડીહાઈડ્રેશન પદ્ધતિમાં ઓઈલને કેટલિસ જેવા કે સલફ્યુરિક અથવા ફોસફરિક એસિડ, ક્લે અને મેટાલિક ઓકસાઈડની હાજરીમાં ગરમી આપી કેસ્ટર ઓઈલને ડીહાઈડ્રેશન કરવામાં આવે છે. આ પ્રોડકટસનો ઉપયોગ કોટિંગ અને આલકાઈડ રેજીન બનાવવા માટે થાય છે.

કેસ્ટર ઓઈલ હાઈડ્રોજીનેટેડ:- કેસ્ટર ઓઈલને કેટલિસની હાજરીમાં હાઈડ્રોજીનેટેડ મશીનની મદદ વડે પ્રોસેસ કરી કેસ્ટર ઓઈલ હાઈડ્રોજીનેટેડ બનાવવામાં આવે છે.

કેસ્ટર ઓઈલ પોલિમેરાઈઝડ:- આ પ્રોસેસમાં કેસ્ટર ઓઈલની સાથે સલફર અથવા ડાયઆઈસો સાઈનેટના કોમ્બીનેશનથી બનાવવામાં આવે છે જે રબ્બર પોલિમર માટે વાપરવામાં આવે છે.

સલફોનેટેડ કેસ્ટર ઓઈલ (ટર્કી રેડ ઓઈલ):- ટર્કી રેડ ઓઈલનો ઉપયોગ ટેક્સટાઈલ, સુગરમિલ, રબ્બર, ઈનસેકટીસાઈડ અને ફીનાઈલ ઉદ્યોગમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે.

ટર્કી રેડ ઓઈલ પ્રોસેસ:- રો-મટિરીયલમાં કેસ્ટર ઓઈલ, સલફ્યુરિક એસિડ અને કોસ્ટીક સોડા વડે આ પ્રોડકટસ બનાવી શકાય છે. આ પ્રોડકટસ બનાવવા માટે કેસ્ટર ઓઈલને સલફોનેશન કરવામાં આવે છે. ત્યારબાદ વોશીંગ અને છેલ્લે ન્યુટ્રલાઈઝ કરી ટર્કી રેડ ઓઈલ બનાવવામાં આવે છે.

કોનસનટ્રેટેડ ડીઓડોરન્ટ (ફીનાઈલ માટેનું ફોર્મ્યુલેશન):-

ટર્કી રેડ ઓઈલ ૧ કિલો

પાઈન ઓઈલ ૨ લીટર

સિર્ફ મિક્સીંગ પ્રોસેસ છે

લાઈસન્સ :- લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.

Tags :