Updated: Mar 12th, 2023
- ઔદ્યોગિક માર્ગદર્શન- ધીરૂ પારેખ
એબ્સોર્બન્ટ કોટન એન્ડ લિન્ટ : એબ્સોર્બન્ટ કોટન એટલે શોષી-ચૂસી લેવાના ગુણધર્મવાળું પેડ, લીન-રોલ, રૂ, કોટન રોલ, બેન્ડેજ, સેનિટરી નેપકીન વગેરે.
રૂ કોટનના રોલ બનાવવા માટેની પ્રોસેસ : રૂ, (કપાસ) ને સૌ પ્રથમ રૂ માંથી કીટિ દૂર કરવામાં આવે છે. જે કીટિ રૂના જીનડવાની સૂકી પતરીઓ હોય છે. આ રીતની કીટિને કાર્ડિંગ મશીન વડે દૂર કરવામાં આવે છે.ત્યારબાદ આ રૂ ને વોશિંગ અને બ્લીચીંગ કરવા માટે બોઈલીંગ કીયર માંથી પસાર કરવામાં આવે છે. ત્યાં રૂ બ્લીચીંગ અને વોશિંગ થઈ ડ્રાયર રૂમમાં મોકલવામાં આવે છે. જ્યાં આ રૂ ને હાઈજીનિક ટ્રીટમેન્ટ અને પી.એસ. મેનટેન કરવામાં આવે છે. ત્યારબાદ આ રૂ ને ફાઈબર ઓપનર વીથ ડ્રાયર્સ વડે રૂ ને ખુલ્લુ (છુટુ) પાડવામાં આવે છે. અને રૂ માં રહેલ ભેજને ઉડાવવામાં આવે છે. આ રીતે ડ્રાય થયેલ રૂ ને કોટન રોલિંગ મશીન ઉપર લેવામાં આવે છે. ત્યાં આ રૂ નો રોલ બનાવી કટિંગ મશીન વડે રૂ ને બેલ્ટનો આકાર આપવામાં આવે છે. અહીં કોટન રોલ બનાવવા માટેનો પ્રોસેસ પૂરો થાય છે.
લીન કોટનરોલ અને બેન્ડેઈજ : લીન કોટન રોલ તેમજ બેન્ડેઈજ કોટનને ઉપર પ્રમાણે પ્રોસેસ કરી, હાઈજીનિક ટ્રીટમેન્ટ આપી, બેલ્ટ (પટ્ટા) પ્રકારે કાપી રોલ બનાવવામાં આવે છે. તેજ પ્રમાણે બેન્ડેઈજને કટિંગ કરી, મેડિકેટેડ ટ્રીટમેન્ટ આપી પેક કરવામાં આવે છે. જેથી લીનના રોલ અને બેન્ડેઈજ વેચાણ માટે ઉપલ્બ્ધ બને છે.
સેનિટરી નેપકીન : આ પ્રોડક્ટસ બેલ્ટ વગરનું નેપકીન (પેડ) હોય છે. તેનો ઉપયોગ સ્ત્રીઓ માસિક સમયે કરતી હોય છે. આ પ્રકારના નેપકીન સેલ્યુલોઝ પેડ અને કોટનના બેલ્ટ પ્રકારના હોય છે. આ પ્રકારના સેલ્યુલોઝ પેડ કે જે માસિક સમયે વહી જતું લોહીને એબ્સોર્બ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. આ પેડ સેલ્યુલોઝ અને લીન કોટન થી બાઈન્ડ થયેલ હોય છે. આ પ્રકારના પેડને સદંતરને જતુંનાશક મેડિકેટેડ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારબાદ પેક કરી વેચાણ માટે મોકલવામાં આવે છે.
સાલ્વ ફોર વુન્ડ : મલમ-લેપ, જખમને રૂઝ લાવનાર પ્લાસ્ટર બનાવવા માટેના કાચા રસાયણ તરીકે ફ્રેશ લાડ ઓઈલ, વાઈટ લીડ, રેડ લીડ, બીઝ વેક્સ અને રોજીનને મેલ્ટ કરી લેપ અને પ્લાસ્ટર બનાવી શકાય છે.
મેડીકેટેડ કોટન એન્ડલિસ્ટ : આ પ્રોડક્ટસ બનાવવા માટે એબ્સોર્બન્ટ કોટન, સોલિસાઈલીક એસિડ, મિથાઈલ સેલિસાઈલેટ, બેનઝાલ કોનિયમક્લોરાઈડ ગ્લીસરીન, વિનટર ગ્રીન ઓઈલ વડે મેડીકેટેડ કોટન અને લિન્ટ બનાવી શકાય છે.
આયોડોફોસ અને કોટન : આ પ્રોડક્ટસ બનાવવા માટે આયોડોફોસ, મેથિલેટેડ સ્પિરીટ અને એબ્સોર્બન્ટ કોટન વડે આયોડોફસ કોટન બનાવી શકાય છે.
કોટન ઓરલિન્ટ વીથ આયોડિન ઃ આ પ્રોડક્ટ્સ બનાવવા માટે આયોડિન, ગ્લીસરીન અને એબ્સોર્બન્ટ કોટનના ઉપયોગથી આ પ્રોડક્ટસ બનાવી શકાય છે. આ પ્રકારના પ્રોડક્ટસ પાંચ થી સાત પીસને પ્રેસ કરીને પણ બનાવી શકાય છે.
પ્રોજેક્ટ માટે જગ્યાની ફાળવણી : રો-મટિરીયલ રૂ (કોટન) માટેનું ગોડાઉન, બ્લીચીંગ-વોશિંગ માટે ટેંક, ડ્રાઈંગ રૂમ, બ્લોઈંગ રૂમ, રોલીંગ કટિંગ રૂમ, ફીનિસ ગુડઝ ગોડાઉન, લેબોરેટરીઝ અને ઓફિસ જરૂરી બને છે.
એબ્સોર્બન્ટ કોટન એન્ડ લિન્ટ માટે પ્લાન્ટ અને મશિનરી : બોઈલીંગ કીયર અને સેન્ટ્રીફયુઝ પંપ સેન્ટ્રીફયુઝ હાઈડ્રો એકસ્ટ્રેક્ટર અને સ્ટેનલેસ સ્ટીલ બાસકેટ ઈલેક્ટ્રીકલ.
ફાઈબર ઓપનર મશિન કન્વેઅર ટાઈપ
ડ્રાયર વીથ કમ્પાર્ટમેન્ટ કન્વેઅર ટાઈપ
કોટન રોલિંગ મશીન
કોટન રોલ કટિંગ મશીન
થર્મિક ફલ્યુડ હીટ કેઅર
કાર્ડિંગ મશિન.
લાઈસન્સ : લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ એકસ્પલોસીવ અને પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.
નોંધ : ધ ફોર્મ્યુલા પ્રિસ્કાઈબડ બાય ફુડ એન્ડ ડ્રગ ઓથોરેટીઝના ધારાધોરણ મુજબ જ બનાવી શકાય છે.