ભારતનો ચીપ હબનો પ્લાન .
ભારતને ચીપ હબ બનાવવા સરકાર કટીબદ્ધ હોવાનું લાગી રહ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ચીપ હબ માટે સ્કીલ્ડ વર્કફોર્સની જરૂર પડશે. યુનિવર્સિટીઓએ ટેકનોલેાજી સાથે સંકળાયેલા વિદ્યાર્થીએાને તૈયાર કરવા પડશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે એવા એમઓયુ કરાયા છે કે સેમિકન્ડક્ટર સ્કીલીંગ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા યુવા વર્ગને તૈયાર કરવાનો છે. જેના માટે નવા સ્કીલ સેન્ટર પણ ઉભા કરાશે.
વિદેશી બ્રાન્ડના ફોનમાં ૪૭ ટકા જેટલો ધટાડો
વિદેશી બ્રાન્ડના મોબાઇલ સાથે ચીન જતા શીપમેન્ટમાં હવે એપલ સહીતના વિદેશી બ્રાન્ડના ફોનમાં ૪૭ ટકા જેટલો ધટાડો નોંધાયો છે. નિષ્ણાતો કહે છે કે ચીનમાં એપલની ડિમાન્ડ ધટી રહી છે. કહે છે કે વિશ્વના માર્કેટમાં સ્માર્ટ ફોનની ડિમાન્ડ ધટી છે. ગયા વર્ષથી આ ધટાડો તબક્કાવાર થયો છે. ચાઇના એકેડેમી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીએ શીપમેન્ટની વિગતો બહાર પાડી હતી.
જ્વેલરીનું ૩૫,૦૦૦ કરોડનું ટર્નઓવર
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમેાશન કાઉન્સીલ (GJEPC)ના ચેરમને ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો સિગ્નેચરમાં (IIJS)માં કહ્યું હતું કે ૨૦૨૫માં જ્વેલરી બિઝનેસ ૩૦થી ૩૫ હજાર કરોડનું ટર્નઓવર કરી શકે છે. કાઉન્સીલ આગામી બજેટમાં મળનારી સંભવિત રાહતો અને સવલતો પર મદાર રાખીને બઠું છે.
૨૦૨૪ના પાંચ ટેકનીકલ ધબડકા
૨૦૨૪ ભલે ટેકનોલોજી માટે મહત્વનું વર્ષ રહ્યું હોય પરંતુ તેની સાથે કેટલાક ધબડકા પણ જાડાયેલા છે. જે પ્રોડક્ટ માટે બહુ આશા રખાઇ હતી તે પછડાઇ હતી. હ્યુમન AI પીનનો ઉપયોગ વેરેબલ ટેકનોલાજીમાં થવાનો હતો. ગઇ એપ્રિલ ૨૦૨૪માં તે દેખાયા પછી ત્વરીત અદ્રશ્ય થઇ ગઇ હતી.
PLI સક્મથી નવી જોબ ઉભી થઇ
ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે શરૂ કરેલી પ્રોડક્શન લીંક ઇન્સેન્ટીવ સ્કીમ (PLI)ના કારણે ૨૫,૩૫૯ નવી જોબ ઉભી થઇ છે તેમજ ૬૮,૭૦૮ કરોડના ઇક્વિપમેન્ટ વેચવાને તક મળી છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ હાલમાં સ્પૂફ કોલ ઓછા કરવા પ્રયાસ કરે છે અને નવી ટેકનોલોજી અમલમાં મુકવા પ્રયાસ કરી રહ્યું છે.
ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફી ૧.૩ અબજ ડોલર
ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ ફીનો આંક ૨૦૨૪માં ૧.૩ અબજ ડોલરને વટાવી ગયો છે. જેમાં કોટક બેંક ૯૨.૮ મિલીયન ડોલર સાથે મોખરે છે. ગયા વર્ષ કરતાં તે એક ટકો વધારે છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ એટલે ગ્રાહકો અને મોટી કંપનીઓને ફાયાનન્સીયલ સર્વિસ પુરી પાડવી.લોન લેનાર કંપની કે મર્જર કરવા માંગતી કંપનીઓને તે સહાય રૂપ બને છે.