Get The App

આગામી 5 વર્ષોમાં ભારત વિશ્વની ડેટા કેપિટલ બનશે

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
આગામી 5 વર્ષોમાં ભારત વિશ્વની ડેટા કેપિટલ બનશે 1 - image


છેલ્લા ૧૧ વર્ષમાં ડેટાના ભાવમાં ૯૭ ટકાનો ઘટાડો થતાં, આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વનું ડેટા કેપિટલ બનવા માટે તૈયાર છે. ભારત પહેલાથી જ વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઇલ બજાર છે. દેશમાં ૧.૨ અબજ મોબાઇલ વપરાશકર્તાઓ અને ૯૭૪ મિલિયન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જેમાંથી લગભગ ૯૪ કરોડ બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ છે તેમ સરકારી સુત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે ૧ જીબી ડેટાનો ખર્ચ સરેરાશ ૯ રૂપિયા છે, જે ૨૦૧૪માં ૨૮૭ રૂપિયા હતો. આમ, સંદેશાવ્યવહારનો ખર્ચ ૯૭ ટકા ઘટયો છે. ભારતમાં પ્રતિ જીબી સંદેશાવ્યવહારનો ખર્ચ વૈશ્વિક સરેરાશના ૨૦ ટકા છે. ભારત સ્વદેશી 4G સ્ટોરેજ બનાવનાર વિશ્વનો પાંચમો દેશ છે અને બીએસએનએલએ દેશમાં ૯૪,૦૦૦ થી વધુ 4G ટેલિકોમ ટાવર સ્થાપિત કર્યા છે. આગામી પાંચ વર્ષમાં ઇન્ડિયા પોસ્ટને પણ નફાકારક બનાવવા માટે પગલાં ભરાશે. કારણ કે તેની પાસે વિશ્વનું સૌથી મોટું વિતરણ નેટવર્ક છે.

FDIમાં વધુ વધારો થવાની અપેક્ષા

દેશમાં વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)ના આંકડામાં વધુ વધારો થવાની સંભાવના છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં દેશમાં એફડીઆઈ ઝડપથી વધ્યું છે, અને આને ધ્યાનમાં રાખીને, આ આંકડો વધુ વધતો જણાય છે. એફડીઆઈમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખીએ છે. જો આપણે છેલ્લા ચાર-પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, તેમાં સતત વધારો થયો છે અને હવે તે ખૂબ જ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ભારતમાં વિદેશી રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. એફડીઆઈના આંકડાઓ પર ચર્ચા થઈ શકે છે, પરંતુ ગયા નાણાકીય વર્ષમાં, દેશમાં ૮૧ બિલિયન ડોલરનું એફડીઆઈ આવ્યું હતું, જે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો આંકડો છે. કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ એફડીઆઈનો આંકડો ૮૪ બિલિયન ડોલર હતો. ભવિષ્યમાં પણ આ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે.

Tags :