For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2046માં ભારત : પ્રવર્તમાન ટ્રેન્ડના આધારે ભવિષ્યવાણી કરવી અઘરી

Updated: Jan 22nd, 2023


- કોરોનાની સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર અસર થશે તેવી કોઇને કલ્પના ન હતી

- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા

ભવિષ્યકથન જોખમપૂર્ણ છે. ભવિષ્યવાણી કરી હોય તેમાનુ મોટાભાગનુ ના બને અને જેની કલ્પના પણ ના કરી હોય તેવું બને તેવો સંભવ છે દા.ત. ૧૯૩૯મા જ્યારે બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયુ ત્યારે કોઈપણ ભારતીયજનને કલ્પના પણ નહી હોય કે ઇ.સ. ૧૯૪૫મા વિશ્વયુદ્ધ પૂરૂ થયું તેના માત્ર બે વર્ષ બાદ ભારત આઝાદ થશે તેમજ ભારતના બે ભાગલા પડશે કે ઇ.સ. ૧૯૪૮મા મહાત્મા ગાંધીજીનુ દુખદ અવસાન થશે કે ૧૯૭૧મા પાકિસ્તાનમાથી છૂટા પડીને બાંગ્લાદેશ નવુ રાષ્ટ્ર બનશે. ઇ.સ. ૨૦૦૦માં કોઇએ કલ્પના નહી કરી હોય કે ૨૦૧૯-૨૦૨૦મા કોવિંદનો હુમલો સમગ્ર જગતના અર્થકારણને મોટું નુકસાન કરશે અને જગતની ઓફીસોમાં વર્કફ્રોમ હોમ શક્ય બનશે. તેવી જ રીતે ઇ.સ. ૧૯૯૦ના દાયકામા સોવિયેત રાષ્ટ્રનુ વિઘટન થતા તેનાથી નવા ૧૫ રાષ્ટ્રો ઉભા થશે અને આખા દેશનું જૂનુ નામ (યુએસએસઆર) બદલાઈ જઇને તેનુ નવુ નામ સોવિયેટ રશિયા થશે તેની કોઇને કલ્પના ન હતી.

ઇ.સ. 2046મા ભારત

૨૦૨૩નુ ભારત ત્રેવીસ વર્ષ પછી ૨૦૪૬મા કેવુ હશે તેની કલ્પના અતુલ શર્મા નામના પત્રકારે જાન્યુઆરી ૧, ૨૦૨૩મા એક છાપામા જાહેર કરી છે. આ કલ્પના તેમણે ચાલુ ટ્રેન્ડઝનું એકસ્ટ્રાપોલેશન એટલે કે અત્યારની ૨૦૦૦થી ૨૦૨૩ની ટ્રેન્ડઝ તે પછીના ૨૩ વર્ષ ચાલુ રહે તો ભારતની સ્થિતિ કેવી હશે તે આધારે કરી છે પરંતુ ઘણીવાર પાછલી ટ્રેન્ડ પરથી કરેલુ એકસ્ટ્રાપોલેશન સાચુ પડતુ નથી. ધારો કે ભારતની ૨૦૪૬મા કેટલી વસ્તી હશે તેનુ ઇ.સ. ૨૦૦૦થી ચાલુ ટ્રેન્ડ પરથી ભવિષ્યીકરણ કર્યુ અને પૃથ્વી સાથે કોઈ મોટો પદાર્થ અવકાશમા અથડાયો અને પૃથ્વી પર સમગ્ર જીવનસૃષ્ટિનુ અસ્તીત્વ ભયમા મુકાઈ જાય તો શું થાય કદાચ ઇ.સ. ૨૦૨૩મા કે ઇ.સ. ૨૦૨૫મા દુનિયાના રાષ્ટ્રો વચ્ચે અણુયુદ્ધ શરૂ થઇ જાય તો શું થાય ? કદાચ મોટાભાગના લોકોના મૃત્યુ થાય અને જે બચી જાય તે ભાગ્યે જ કેન્સરના રોગથી બચી શકે. આ અતિશયોક્તીપૂર્ણ નથી કારણ કે જાપાન પર જે બે શહેરો પર અણુબોંબ ફેંકાયા હતા તેની સરખામણીમા ૧૯૪૫મા અત્યારે જે અણુબોંબ અને હાઈડ્રોજન બોંબ બન્યા છે અને બની રહ્યા છે તેની ઘાતક શક્તિ જાપાન પર ૧૯૪૫મા ફેંકાયેલો અણુબોંબ બાળકને રમવાના રમકડાં જેવા લાગે.

ભારત-ચીનની વસતી

સૌથી પહેલો પ્રશ્ન ભારતની વસતી અંગેનો હશે. ૨૦૦૦ના વર્ષમા ભારતની વસતી ૧૦૫ કરોડ હતી અને ચીનની ૧૨૬ કરોડ હતી. ચીન એટલો બધો શીસ્તબધ્ધ દેશ છે કે ૨૦૨૩મા ભારતની અને ચીન બન્નેની વસતી લગભગ સરખી એટલે કે ૧૪૨ કરોડ જેટલી છે પરંતુ ૨૦૪૬મા ભારતની વસતી ૧૫૩.૨ કરોડ થઇ જશે અને ૨૦૪૬મા ચીનની વસતી ભારતની અત્યારની વસતી કરતા પણ ઓછી એટલે કે તે ઘટીને ૧૨૬.૬ કરોડ થઇ જશે.

સેલફોન્સની સંખ્યા

ઇ.સ. ૨૦૦૦મા દર ૧૦૦ની વસતી દીઠ માત્ર .૩ સેલફોન (એકથી પણ ઓછા) હતા જે ૨૦૨૩મા દર સોની વસતી દીઠ ૮૪.૩ પર પહોંચી ગયા છે અને ૨૦૪૬મા ભારતમા દર બસો માણસોની વસતી દીઠ ૧૦૯.૭ સેલફોન હશે.

કારની માલીકી

૨૦૦૨-૨૦૦૩મા એટલે કે આજથી વીસ વર્ષ પહેલા ભારતમા ફોર-વ્હીલર્સનું વાર્ષીક વેચાણ ૭.૮ લાખ વાહનોનુ હતુ જે ૨૦૨૩મા વધીને ૪૫.૩ લાખ પર પહોંચશે અને ૨૦૪૬મા તે વાર્ષીક ૮૨.૯ લાખના વેચાણ પર પહોંચશે.

જીવન આવરદા

૨૦૨૦મા ભારતીયજનનો સરાસરી આવરદા માત્ર ૬૨.૭ વર્ષ હતો જે ૨૦૨૩મા વધીને ૭૨ વર્ષ પર પહોંચ્યો છે અને ૨૦૪૬મા તે ૭૭.૧ વર્ષ પર પહોંચશે જ્યારે હાલના જાપાનની સરાસરી આવરદા ૮૩ વર્ષ છે અને આ બાબતમા જાપાન સમસ્ત જગતમા આગળ છે ઃ અમેરીકા, ઇંગ્લેન્ડ કે જર્મની કે સ્વીડનથી પણ આગળ છે.


Gujarat