Get The App

ભારત બન્યું વિશ્વનું સ્ટાર્ટઅપ કેપિટલ..100 યુનિકોર્ન કંપની

Updated: Oct 30th, 2022

GS TEAM


Google News
Google News
ભારત બન્યું વિશ્વનું સ્ટાર્ટઅપ કેપિટલ..100 યુનિકોર્ન કંપની 1 - image

- ૨૦૨૧માં ભારતના સ્ટાર્ટઅપે ૪૨ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું હતું. ૨૦૧૬થી અત્યાર સુધીમાં ૫૬ વિવિધ ક્ષેત્રોમાં ૭૫,૦૦૦ સ્ટાર્ટઅપ શરૂ કરાયા હતા

- વિશ્વમાં સૌથી વધુ અસરકારક સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમ ભારતમાં છે.ભારતમાં હાલમાં જે ઇકો સીસ્ટમ છે તેના કારણે નાના ઉદ્યોગો ખાસ કરીને ટેકનોલોજી આધારિત ઉદ્યોગો વધુ ઝડપે વિકસી રહ્યા છે...

- માઇક્રોસોફ્ટે પાંચ વર્ષ પહેલાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર હબ શરૂ કર્યું હતું. ૧૯૨ દેશોમાં તે કામ કરતું હતું. જેમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા મથતા અને તે શરૂ કર્યા પછી તેને આગળ વધારવા માઇક્રોસોફ્ટ ટેકનીકલ સહાય પુરૂં પાડતું હતું...

- ભારતના સ્ટાર્ટઅપના આઇડયા પર વિશ્વના રોકાણકારોએ પણ ભરોસો મૂક્યો છે. અનેક સ્ટાર્ટઅપને વિદેશથી આર્થિક ટેકારૂપ સહાય મળી છે

વિક્રમ સંવત ૨૦૭૯માં પ્રવેશ સાથેના શુભ સમાચાર એ છેે કે ભારત વિશ્વનું સ્ટાર્ટઅપ કેપિટલ બની રહ્યું છે.  વિશ્વમાં સૌથી વધુ અસરકારક સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ભારતમાં છે.ભારતમાં હાલમાં જે ઇકો સિસ્ટમ છે તેના કારણે નાના ઉદ્યોગો ખાસ કરીને ટેકનોલોજી આધારીત ઉદ્યોગો વધુઝડપે વિકસી રહ્યા છે. હાલમાં ભાારતમાં ૭૫,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. તે પૈકી ૧૦૦ જેટલા સ્ટાર્ટઅપ યુનિકોર્ન (યુનિકોર્ન એટલે જે સ્ટાર્ટઅપની વેલ્યૂ  એક અબજ ડોલરની હોય) બની ગયા છે.

અહીં મહત્વનું એ છે કે કોવિડ અને વૈશ્વિક મંદીની અસર હોવા છતાં ભારતે વિકાસનો પથ પકડી રાખ્યો હતો. એટલેજ વિશ્વમાં ભારતના અર્થતંત્રને સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્રની સાથે સરખાવાયું છે. ભારત વિશ્વની પાંચમા નંબરની ઇકોનોમી બની ચૂક્યું છે અને ૨૦૩૦ સુધીમાં તે ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે.

નવોદિત ઉદ્યોગ સાહસિકો ચીલા ચાલુ બિઝનેસના બદલે ટેકનોલોજી આધારીત કે ડિજીટલ સિસ્ટમ આધારીત લોકોની સવલતો માટે કોઇ બિઝનેસ ઉભો કરે છેે ત્યારે સરકાર તેમને મદદ કરે છે. આવા સ્ટાર્ટઅપ માટે આર્થિક સહાય, ટેકનીકલ સહાય,તેની જાહેરાતોનું માળખું, ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચવું વગેરે હાથવગું હોય તેને ઇકો સિસ્ટમ કહે છે.

ભારત સરકારે સ્ટાર્ટઅપ માટે ઉભી કરેલી ઇકો સિસ્ટમની પ્રશંસા થઇ રહી છે અને  તેના કારણે વધુ સ્ટાર્ટઅપ ઉભા થઇ રહ્યા છે અને યુનિકોર્નનું  લેબલ પણ મેળવી રહ્યા છે. 

ભારત વિશ્વની સ્ટાર્ટઅપ કેપિટલ બની રહ્યું છે તે વાતને માઇક્રોસોફ્ટે સમર્થન કર્યું છે. માઇક્રોસોફ્ટના સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના ડાયરેક્ટર  સંગાતી બાવીએ કહ્યું છે કે ઉદ્યોગ સાહસિકતાની દિશામાં ભારતે મોટો જમ્પ માર્યો છે. ભારતના નવોદિત ઉધ્યોગ સાહસિકોને જેમ બેંકો મદદ કરી રહી છે એમ માઇક્રોસોફ્ટ પણ સહાયનો હાથ લંબાવી રહી છે.

છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ભારતે સ્ટાર્ટઅપ માટે સહાય કરવા અનેક નવી નિતીઓ અમલી બનાવી છે. ભારતના સ્ટાર્ટઅપના આઇડયા પર વિશ્વના રોકાણકારોએ પણ ભરોસો મુક્યો છે. અનેક સ્ટાર્ટઅપને વિદેશથી આર્થિક ટેકારૂપ સહાય મળી છે. સ્કુલ અને અન્ય શૈક્ષણીક સંસ્થાઓમાં પણ વિધ્યાર્થીઓને ઉધ્યોગ વ્યવસાય તરફ વાળવા પ્રોત્સાહન આપવામાં આવે છે.ભારતની સ્કુલોના કેટલાક વિધ્યાર્થીઓ પાસે પોતાના રજીસ્ટર્ટ કરાયેલા સ્ટાર્ટઅપ છે.

માઇક્રોસોફ્ટે પાંચ વર્ષ પહેલાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર હબ શરૂ કર્યું હતું. ૧૯૨ દેશોમાં તે કામ કરતું હતું. જેમાં સ્ટાર્ટ્પ શરૂ કરવા મથતા અને તે શરૂ કર્યા પછી તેને આગળ વધારવા માઇક્રોસોફ્ટ ટેકનીકલ સહાય પુરૂં પાડતું હતું.

માઇક્રોસોફ્ટેે ભારતના ૈભીિા, ખચિબાચનજ, ેંગચચહ વગેરે સ્ટાર્ટઅપને ટેકનીકલ સહાય આપીને ટેકો આપ્યો હતો. જ્યાં સુધી આ સ્ટાર્ટઅપ યુનિકોર્ન ના બને ત્યાં સુધી ટેકો આપ્યો હતો.

દરેક સ્ટાર્ટઅપને ટેકનોલોજીકલ માર્ગદર્શનની જરૂર પડે છે. આર્થિક સહાય જેટલી મહત્વની છે એટલીજ મહત્વની ટેકનીકલ સહાય છે. માઇક્રોસોફ્ટે જ્યારે સ્ટાર્ટઅપ હબ ઉભું કર્યું ત્યારે ટેકનીકલ સહાય આપનારા નિષ્ણાતોની પણ મદદ લીધી હતી.

કેટલાક સ્ટાર્ટઅપ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સાથે જોડાયેલા હોય છે. ઉદ્યોગ સંસ્થા નેશોચેમના જણાવ્યા અનુસાર ૨૦૨૩ સુધીમાં આર્ટીફિશ્યલ ઇન્ટીલીજન્સ ક્ષેત્રે ૮૮૦ મિલીયન ડોલરનું રોકાણ આવી શકે છે. વૈશ્વિક સ્તરે એઆઇ ક્ષેત્રે રોકાણ મોટા પાયે થયું છે પરંતુ ભારતમાં તેનું પ્રમાણ ઓછું હતું. જોકે ૨૦૨૩માં રોકાણ વધતાં તેનો લાભ સ્ટાર્ટઅપ ક્ષેત્રને થશે તે નક્કી છે.

માઇક્રોસોફ્ટ સ્ટાર્ટઅપને કોઇ સીધી આર્થિક સહાય નથી કરતું પણ તે ટેકનોલોજી અપાનવવા ૩,૫૦,૦૦૦ ડોલર જેટલી ક્રેડીટ આપી શકે છે. જેના કારણે સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે.

સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકોને સતત આર્થિક ભંડોળની જરૂર રહે છે. અનેક નવોદિતોએ ભંડોળના કારણે તેમના આઇડયા પડતા મુક્યા છે. કોરોના કાળમાં અનેક સ્ટાર્ટઅપને રોકાણ મળ્યું છે અને તેમના આઇડયાને ટેકો મળ્યો હતો.

ભારતમાં સ્ટાર્ટઅપનો ક્રેઝ છે. વિશ્વમાં ભારતના સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમ સૌથી વધુ અસરકારક છે. ૨૦૨૨ સુધીમાં ભારતમાં ૧૦૦ જેટલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ બન્યા છે. સ્ટાર્ટઅપને યુનિકોર્ન બનાવવા બહુ સહેલું નથી. જેની વેલ્યૂ એક અબજ ડોલરની હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. અન્ય દેશોની સરખામણી કરીયેતો  ૨૦૨૧માં મેક્સિકો યુનિકોર્ન માટે ત્રીજા નંબરે હતું. ભારતે ગયા વર્ષે યુકેને ખસેડીને ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે.

ચીને ગયા વર્ષે ૭૪ નવા સ્ટાર્ટઅપ ઉમેરીને તેના કુલ સ્ટાર્ટઅપની સંખ્યા ૪૮૭ પર પહોંચી હતી. ભારતમાં ૨૦૨૧માં ૪૪ કંપનીઓ યુનિકોર્ન બની હતી.

૨૦૨૧માં ભારતના સ્ટાર્ટઅપે ૪૨ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું હતું. ૨૦૧૬થી અત્યાર સુધીમાં ૫૬ વિવિધ ક્ષેત્રોમાં ૬૦,૦૦૦ સ્ટાર્ટઅપ શરૂ કરાયા હતા. જેના કારણે ૬ લાખ લોકોને રોજગારી મળી હતી.  

ફંડિંગમાં ઘટાડાને કારણે ઘણા સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન દરજ્જો ગુમાવશે

ફંડિંગમાં ઘટાડો થવાને કારણે અને અંતિમ તબક્કાના સોદા પડી ભાંગવાને કારણે ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ્સ તેમનો યુનિકોર્ન દરજ્જો ગુમાવી શકે છે. ૧ બિલિયન ડોલરથી વધુનું મૂલ્યાંકન ધરાવતી કંપનીને ભારતમાં યુનિકોર્ન ગણવામાં આવે છે. એક અહેવાલ મુજબ સ્ટાર્ટ-અપ સ્થાપકો પ્રતિકૂળ બજારની સ્થિતિને કારણે નાણાં એક્ત્ર કરવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ જેમણે પહેલેથી જ દરજ્જો લીધો છે તેઓ યુનિકોર્ન તરીકે સ્થિતિ ગુમાવી શકે છે.

છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ૭ ભારતીય સ્ટાર્ટ-અપ્સે તેમનો યુનિકોર્નનો દરજ્જો ગુમાવ્યો છે. કુલ મળીને ભારતમાં લગભગ ૧૦૫ સ્ટાર્ટ-અપ્સે ૨૦૧૮ અને ૨૦૨૨ની વચ્ચે યુનિકોર્નનો દરજ્જો મેળવ્યો હતો પરંતુ યુનિકોર્ન્સની સક્રિય સંખ્યા હવે ઘટીને ૮૪ થઈ ગઈ છે. રોકાણકારોના માર્કડાઉનને કારણે સાતે તેમના મૂલ્યાંકન ગુમાવ્યા છે.

ભારતના ટોપ-૧૦ સ્ટાર્ટઅપ..(૨૦૨૧ની વેલ્યૂ)

૧.

ફ્લિપકાર્ટ (૩૭.૬ અબજ ડોલર)

૨.

 BYJU’S (૧૬.૫ અબજ ડોલર)

૩.

નાયકા (૨.૩ અબજ ડોલર)

૪.

ભારત પે (૨.૮૫ અબજ ડોલર)

૫.

પે ટીએમ (૧૬ અબજ ડોલર)

૬.

OLA Cabs (૬.૫ અબજ ડોલર)

૭.

Zomato(૮ અબજ ડોલર)

૮.

Policybazaar (૨.૪ અબજ ડોલર)

૯.

Droom (૧.૨અબજ ડોલર)

૧૦.

ShareChat (૩ અબજ ડોલર)

Tags :