વિવિધ સરકારી નીતિઓ અને ઈકોસિસ્ટમની કંપનીઓના સક્રિય અમલ સાથે ભારતના ધિરાણ બજારમાં કામગીરીમાં સુધારો થયો છે. જૂન, ૨૦૨૨માં રિટેલ ધિરાણ પોર્ટફોલિયો બેલેન્સે તમામ ઉત્પાદનોમાં સારી રિકવરી દર્શાવી છે, જેમાં વાર્ષિક ધોરણે હોમ લોન બેલેન્સમાં ૧૫ ટકા સુધીનો, ઓટો લોનમાં ૧૩ ટકા સુધીનો, કન્ઝયુમર ડયુરેબલ્સ લોનમાં ૬૧ ટકા સુધીનો, ક્રેડિટ કાર્ડમાં ૩૨ ટકા સુધીનો અને પર્સનલ લોન બેલેન્સમાં ૨૯ ટકા સુધીનો વધારો થયો છે. ભારતીય ધિરાણ બજાર ધિરાણની કામગીરીમાં સુધારા અને ધિરાણકારના સકારાત્મક સેન્ટિમેન્ટ સાથે ઊંચી રિકવરીનો સંકેત આપે છે. સામાન્ય રીતે ચૂકના નીચા સ્તર સાથે વર્ષ-દર-વર્ષ ધિરાણની કામગીરીમાં સતત વધારો થયો છે. ધિરાણકારો માટે સમગ્ર ભારતમાં વધારે લાયકાત ધરાવતા ઉપભોક્તાઓ ઓળખવાનો અને તેમના સુધી પહોંચી તેમને સકારાત્મક અનુભવની સાથે સરળ અને ઝડપી ધિરાણ પ્રદાન કરવાનો સમય છે.
નવા ધિરાણ ઉત્પાદનોમાં ભારતીય યુવા પેઢીનો હિસ્સો છેલ્લાં બે વર્ષમાં સતત વધ્યો છે. જૂન, ૨૦૨૨માં એક તૃતિયાંશ ઓરિજિનેશન (૩૩ ટકા) ૧૮થી ૩૦ વર્ષના ઉપભોક્તાઓ વચ્ચે થયું હતું, જે વર્ષ ૨૦૨૦માં ૨૨ ટકાથી વધારે છે. એ જ રીતે પ્રાઈમ ઋણધારકોથી નીચેના ઋણધારકો વર્ષ ૨૦૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ૨૮ ટકાની સરખામણીમાં ૩૨ ટકા છે, જે ઉપભોક્તાઓના બહોળા વર્ગમાં ધિરાણની સુલભતામાં વધારો કરવાની ધિરાણકારની આતુરતા દર્શાવે છે.
મેટ્રો એરિયાઓમાં જૂન, ૨૦૨૨માં ઉપભોક્તાઓ વચ્ચે ૨૩ ટકા ઓરિજિનેશન હતું, જે વર્ષ ૨૦૧૯માં ૨૫ ટકા હતું, જેના નોન-મેટ્રો એરિયાઓમાં ઓરિજિનેશનની ટકાવારી છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૪ પર્સેન્ટેજ પોઈન્ટનો વધારો થયો છે.
નોન-મેટ્રો એરિયાઓમાં વધારે યુવાન લોકો અને વધુ લોકો ધિરાણ માટે અરજી કરી રહ્યાં છે. મંજૂરીની લાંબી પ્રક્રિયાઓ અને અન્ય નકારાત્મક અનુભવો ઉપભોક્તાઓને અરજીની પ્રક્રિયા અધવચ્ચેથી પડતી મૂકવા તરફ દોરી શકે છે અથવા અન્ય વધારે સરળ ધિરાણકાર તરફ વાળી શકે છે. જ્યારે ઓળખની ચકાસણી અને ગોટાળા નિવારણના પગલાં ધિરાણની કોઈ પણ અરજીની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે, ત્યારે આ પ્રક્રિયાને સ્ટ્રીમલાઈન કરવા અને અરજીઓ પર ઝડપથી પ્રતિભાવ મેળવવા સામે સંતુલન જાળવે છે. ઉચિત રીતે સંતુલિત જોખમ વ્યવસ્થાપન અને ગ્રાહકનાં અનુભવને સક્ષમ બનાવતા ધિરાણકારો એવા હશે, જેઓ આ સ્પર્ધાત્મક બજારમાં સફળતા મેળવવા સારી પોઝિશન ધરાવે છે.
ધિરાણ બજારમાં જોવાયેલી વૃધ્ધિ
|
પ્રોડક્ટ |
વેલ્યુ |
|
હોમ લોન |
૧૫% |
|
પ્રોપર્ટી સામે લોન |
૬% |
|
ઓટો લોન |
૧૩% |
|
ટૂ વ્હીલર લોન |
૬% |
|
પર્સનલ લોન |
૨૯% |
|
ક્રેડિટ કાર્ડ |
૩૨% |
|
કન્ઝયુમર ડયુરેબ્લ લોન |
૬૧% |


