Get The App

આજથી આર્થિક ક્ષેત્રે નવા કાયદા 45 દિવસમાં પેમેન્ટથી MSMEમાં ખુશાલીનો માહોલ

Updated: Mar 31st, 2024

GS TEAM

Google News
Google News
આજથી આર્થિક ક્ષેત્રે નવા કાયદા 45 દિવસમાં પેમેન્ટથી MSMEમાં ખુશાલીનો માહોલ 1 - image


- આજે ૧લી એપ્રિલથી આર્થિક ક્ષેત્રે અનેક નવા ફેરફારો : ઇ-ઇન્સ્યોરન્સ થી MSME સેક્ટરને રાહત આપતા નિયમો

- કંપનીઓએ પોતાની ખરીદીના બીલોનું પેમેન્ટ ૪૫ દિવસમાં કર્યું હોવાનું બતાવવું પડશે.જો પેમેન્ટ સમયસર નહીં કર્યું હોય તો હોય તો કંપની ડીડક્શનનો લાભ નહીં લઇ શકે. ટૂંકમાં ખરીદનારે જે પેમેન્ટ નથી ચૂકવ્યું તેનો ટેક્ષ ભરવો પડશે.

- જે ઇ ઇન્સ્યોરન્સ એકાઉન્ટ (eIA) તરીકે ઓળખાશે. તે ટુ-વે ફોર્મેટ હશે જે વીમો ઉતારનાર કંપની અને પોલીસી ધરાવનારની વિગતો દર્શાવશે. ટૂંકમાં પોલીસી ડિજીટલ ફોર્મેટમાં આવશે.

આ જે પહેલી એપ્રિલ. આર્થિક ક્ષેત્રે અનેક નવા ફેરફારેા અને નિયમો સાથે પહેલી એેપ્રિલ આવી છે.  કેટલાક ફેરફારો ઇન્કમટેક્ષ,પીપીએફ, પોસ્ટના એકાઉન્ટ વગેરે સાથે સંકળાયેલા છે. બે ફેરફારો એવા છે કે જે દરેકને અસરકર્તા બની શકે છે. જેમાં એક છે ઇ-ઇન્સ્યોરન્સ અને બીજો છે ૪૫ દિવસમાં એમએસએમઇને પેમેન્ટ. ઇન્સ્યોરન્સ દરેક ઘેર જોવા મળે છે એમ દરેક નાનાવેપારી કે નાના ઉદ્યોગ કરનારાઓની વર્કીગ કેપીટલની સમસ્યા હલ કરવાનો સરકારનો પ્રયાસ એટલે ૪૫ દિવસમાં પેમેન્ટ.

ઘ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા(IRDAI)એ પહેલી એપ્રિલથી ઇ ઇન્સ્યોરન્સ (e-Insurance) ફરજીયાત બનાવ્યું છે. એટલેકે પોલીસી ઇલેકટ્રોનિક ફોર્મેટમાં આપવી. જેના કારણે વિવિધ પોલીસી ડોક્યુમેન્ટ સાથે  સાચવવા નહીં પડે  અને બધું એકજ ઇલેકટ્રોનિક ફોર્મેટમાં આવી જશે.જેમ રોકાણકારોના શેર્સ ઇ ફોર્મેટમાં હોય છે એમ પોલીસી માટે કરાશે.

જે ઇ ઇન્સ્યોરન્સ એકાઉન્ટ (eIA) તરીકે ઓળખાશે. તે ટુ-વે ફોર્મેટ હશે જે વિમો ઉતારનાર કંપની અને પોલીસી ધરાવનારની વિગતો દર્શાવશે. ટૂંકમાં પોલીસી ડિજીટલ ફોર્મેટમાં આવશે. આવું ઇનસ્યોરન્સ ેએકાઉન્ટ વિના મૂલ્યે ખોલી શકાય છે. જેમની પાસે હાલમાં પોલીસી છે તેને ઇ ફોર્મેટમાં ફેરવવાની ગાઇડ લાઇન્સ ટૂંકમાં બહાર પડશે.

સૌથી મોટો ફેરફાર માઇક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસ (MSME) ક્ષેત્રે આવી રહ્યો છે. સરકારનો આઇડયા એવો છે કે નાના વેપારીઓ પાસે રૂપિયો ફરતો રહે અને તે કોઇ આર્થિક ગૂંગળામણ ના અવુભવે. પરંતુ બજારના વર્તુળો માટે ૪૫ દિવસમાં પેમેન્ટ કરવાની સમસ્યા અનેક જટીલ પ્રશ્નો ઉભા કર્યા છે. ઇન્કમ ટેક્ષ એક્ટની સેક્શન 43B(h) અમલી બનશે કે તરતજ નાના ઉદ્યોગ એકમોએ ૪૫ દિવસમાં પેમેન્ટ કરવું પડશે.

કેટલાક નાના ઉદ્યોગ નવા નિયમોથી ખુશ છે કેમકે તેમના ઉત્પાદનોના વેચાણના પૈસા લેવા ધક્કા ખાવા પડતા હતા. મોટા એકમોને પડકારી શકાતા નહોતા એટલે તે પેમેન્ટ દબાવીને બેસી રહેતા હતા. હવે સમસ્યા એ છે કે મોટા એકમોએ નાના એકમો પાસેથી માલ મંગાવવાનો ઓછો કરી નાખ્યો છે.

કહે છે કે સરકાર નાના એકમેા પાસે પૈસો ફરતો રહે તે માટે ખુબ ઉત્તમ પગલું ભર્યું છે. કેમકે તેમના વેચેલા માલના પૈસા સમયસર આવતા નહોતા જેથી તેમના ઉત્પાદનો અને કાર્યક્ષમતા પર અસર પડતી હતી.  બીજી તરફ મોટી કંપનીઓ લીધેલા માંલની િંકંમત સમયસર ચૂકવવા ઠાગા ઠૈયા કરતી હતી.

નાના વેપારીઓને પેમેન્ટ માટે ધક્કા ખવડાવવાની પરંપરા ચાલી આવે છે. નાના વેપારીઓને સમયસર પેમેન્ટ નહીં મળવાના કારણે તે આગળ પ્રોગ્રેસ કરી શકતા નથી. અનેક નાના ઉત્પાદકોએ સરકારને પેમેન્ટ ્અટવાતા હોવાની રજૂઆત કરી હતી. જ્યારે નાના ઉદ્યોગ એકમો અને ટ્રેડીંગ કંપનીઓનો સર્વે કરાયો ત્યારે દરેકે પેમેન્ટની અનિયમિતતા બાબતે ફરિયાદ કરી હતી

બજારોમાં નાના વેપારીઓ અને ઉત્પાદકો કેટલાક પરંપરાગત દૂષણોનો સામનો કરી રહ્યા છે જેના કારણે તે લોકો પ્રગતિ કરી શકતા નથી. તેમના વેચેલા માલના પૈસા કોઇ એક જગ્યાએ અટવાઇ જતા તે નિયમિત ઉત્પાદન કરી શકતા નથી. તે પૈસાની રાહ જોવામાં અને તે મેળવવા ધક્કા ખાવામાં સમય બગાડે છે. કેટલીક જગ્યાએ કેશ ડિસ્કાઉન્ટનો પૈસો પણ મહિને મળતો હોય છે.

કેટલાક વેપારી સંગઠનોએ નિયમિત બીલો ચૂકવવાની પહેલ કરી છે તો કેટલાક નાના ઉદ્યોગોએ પણ સિન્ડીકેટ બનાવીને નિયમિત પેમેન્ટ નહીં આપતી મોટી કંપનીઓને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મોટી કંપનીઓએ પછી અન્ય રાજ્યમાંથી માલ મંગાવતી થઇ હતી.

જો નાના એકમોનો વિકાસ કરવો હોય તો તેને લોન વગેરેની સહાય આપવાના બદલે તેને નિયમિત પેમેન્ટ મળી રહે તે માટેના પગલાં લેવાનું વિચારાયું હતું. પરંતુ નાના વેપારીઓ અને ઉત્પાદકો એટલી મોટી સંખ્યામાં છે કે દરેકને લાભ મળી શકે તેવા પગલાં માટે વિચારાયું હતું. બીજી તરફ મોટી કંપનીઓ એેટલી જાયન્ટ છે કે તેની સામે નાની કંપનીઓનું સામનો કરવાનું કોઇ ગજું નથી હોતું. બહુ ઉત્સાહ અને નવા આઇડયાથી ધંધો શરૂ કરનારા આર્થિક સમસ્યામાં અટવાયા પછી હતાશ થઇ જાય છે. તેની પાછળનું મૂળ કારણ અનિયમિત મળતા પેમેન્ટનું  હોય છે.

સરકાર જે નવો કાયદો લઇને આવી છે તે મોટા વેપારીઓ અને લોકોને પેમેન્ટ માટે ધક્કા ખવડાવતી કંપનીઓ માટે બહુ મુસીબત ભર્યો સાબિત થઇ રહ્યો છે. 

આમ ૪૫ દિવસમાં પેમેન્ટનો કાયદો નાના વેપારીઓ અને ઉત્પાદકો માટે ખુબ સારો અને ઉત્પાદન લક્ષી સાબિત થઇ શકે છે. જ્યારે સિક્કાની બીજી બાજુ એ છે કે મોટી કંપનીઓ હવે જોઇતોજ માલ મંગાવવાના મૂડમાં છે અને તે દરેક પાસેથી વધુ કેશ ડીસ્કાઉન્ટ માંગશે. કાયદાની પકડમાં નહીં આવવાના ઉપાયો તે અજમાવશે. અહીં મહત્વનું એ છેકે ૪૫ દિવસમાં પેમેન્ટના કાયદાથી નાના ઉત્પાદકોને કેટલો લાભ થશે અને સરકારે કરેલા નિયમોથી પોતાના માટે કેટલી તકો ઉભી કરી શકે છે તે જોવાનું રહ્યું.

જ્યારે ઇન્કમટેક્ષની કલમ ૧લી એપ્રિલથી અમલમાં આવશે ત્યારે કંપનીઓએ પોતાની ખરીદીના બીલોનું પેમેન્ટ ૪૫ દિવસમાં કર્યું હોવાનું બતાવવું પડશે.જો પેમેન્ટ સમયસર નહીં કર્યું હોય તો કંપની ડીડક્શનનો લાભ નહીં લઇ શકે. ટૂંકમાં ખરીદનારે જે પેમેન્ટ નથી ચૂકવ્યું તેનો ટેક્ષ ભરવો પડશે.જ્યારે તે પેમેન્ટ ચૂકવશે ત્યારે તે ટેક્ષ રિવર્સ મળી શકે છે.

ઉદાહરણ તરીકે કોઇ એક શહેરમાં ૨૫,૦૦૦ જેટલા નાના એકમો છે. તેમને મોટી કંપનીઓ પેમેન્ટ આપવામાં અનિયમિત હોય છે. આવી નાની કંપનીઓ પાસે વર્કીંગ કેપીટલના ફાંફા હોય છે. વર્કીંગ કેપીટલ માટે તે ઉંચા વ્યાજે પૈસા લે છે અને પછી વ્યાજ ચૂકવવામાં દેવાદાર બનીને અટવાયા કરે છે.

એક અંદાજ પ્રમાણે દેશમાં ૩૩ લાખ નાના ઉદ્યોગ એકમો છે. તેમનું રૂપિયા૧૦.૭ ટ્રિલીયન જેટલું પેમેન્ટ અટવાયેલું પડયું છે. ૧લી એપ્રિલ નાના ઉદ્યોગકારો માટે સુવર્ણકાળ લઇને આવ્યું છે એમ કહી શકાય.

Tags :