વિરૂધ્ધ આદેશ પસાર કરતા પહેલા રૂબરૂ સાંભળવાની તક આપવી અનિવાર્ય
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ સપ્લાયરને ખૂબ જ બધી નોટીસ પાઠવવામાં આવતી હોય છે. આ તમામ નોટીસનો જવાબ આપવો અનિવાર્ય છે અને તેથી વધુ અગત્યનું તેમ છે કે જવાબમાં શું લખવું. ઘણી વખત સરકાર દ્વારા સાંભળવાની તક અને પર્સનલ હાજરીમાં સાંભળવાની તક આપ્યા વગર આદેશ પસાર કરવામાં આવતો હોય છે.
વેપારીની વિરૂધ્ધમાં આવા કિસ્સામાં શું આદેશ ટકવાપાત્ર છે કે કેમ અને જો પર્સનલ મુલાકાતની તક માંગવામાં આવી ન હોય તો શું આદેશ બંધનકર્તા થાય કે કેમ ? આ વિષે માન મદ્રાસ હાઈકોર્ટનો મેં રાજા ગુરૂ વિ.સહાયક કમિશનર (W.P.No.25404 ઓફ 2024) ખૂબ રસપ્રદ ચૂકાદો આપવામાં આવ્યો છે.
શો કોઝ નોટીસનો જવાબ
જ્યારે પણ કોઈ કારણ દર્શક નોટીસ પ્રાપ્ત થાય તેવા કિસ્સામાં ખાસ તેમ દર્શાવવું કે જ્યારે વિરૂધ્ધનો આદેશ પસાર કરવામાં આવવાનો હોય તો ફરજીયાત રૂબરૂ સાંભળવાની તક આપવી. વધુમાં વિગતવાર, વિસ્તૃત જવાબ આપવો. તમામ માહિતી સાથે જેથી તમામ હકિકત સરકાર પક્ષને મળે.
ત્યારબાદ જો અધિકારી તે જવાબની અવગણના કરે તો અપીલ કરતા પહેલા સાલાયર પાસે રેકિટફીકેશનની અરજી કરવાની તક મળે જેથી આદેશ રદ્બાતલ થઈ શકે. હવે જોઈએ માન. મદ્રાસ વડી અદાલત સમક્ષ શું થયું.
કેસની હકીકત
અરજદાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષ માટે નોટીસ આપવામાં આવી જેમા IGSTની વેરાશાખ વધુ માંગવામાં આવી હતી. તેના માટે કારણ માંગવામાં આવ્યા હતા. અરજદારે વિસ્તૃત જવાબ સાથે તેમ દર્શાવ્યું કે તેઓ દ્વારા એપ્રિલ ૧૮ માસના પત્રકમાં તમામ ફેરફાર કર્યા છે.
અને તે પ્રમાણે GSTR 9 પણ ભરેલ છે. અધિકારી દ્વારા સાંભળવાની તક આપ્યા વગર વિરૂધ્ધમાં આદેશ પસાર કરવામાં આવ્યો જેને માન વડી અદાલતમાં પડકારવામાં આવ્યો.
વડી અદાલતનો ચૂકાદો
વડી અદાલતે ખાસ નોંધ્યું કે અધિકારીએ જવાબ ધ્યાને લેવાની તસ્દી લીધી નથી તથા રૂબરૂ સાંભળવાની તક પણ આપી નથી. આમ કુદરતી ન્યાયનો ભંગ થવાથી આદેશ પાયાવિહોણો ઠરાવ્યો.