For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બીન-નોંધાયેલ વ્યક્તિએ GSTનું રિફંડ કેવી રીતે લેવાનું ?

Updated: Mar 12th, 2023

Article Content Image

- વેચાણવેરો- સોહમ મશરુવાળા

GST  કાયદા હેઠળ રિફંડ લેવાની જોગવાઈ કલમ ૫૪માં કરવામાં આવી છે. સામાન્ય ધોરણે જે વ્યક્તિ પાસે GST નો નોંધણી નંબર હોય છે તેવા વ્યક્તિને GST પોર્ટલ ઉપર અરજી કરવાની સવલત હોય છે. ધણી વખત એવુ બને કે કોઈ બીન-નોંધાયેલ વ્યક્તિને રિફંડ લેવાનું થાય તેવા કિસ્સામાં શુ કરવાનું. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ ઈન્સ્યોરન્સ પોલીસી લીધી હોય અને એક સાથે તેનું પ્રીમિયમ ચૂકવી દીધુ હોય અને કોઈ કારણસર તે સરેંડર કરવામાં આવા નિયત સમય પહેલા આવા કિસ્સામાં કલમ ૩૪ હેઠળ ક્રેડિટનોટ આપવાનો અવકાશ રહેતો નથી. તેમજ કોઈ ગ્રાહક ધ્વારા મકાન કે ફલેટ ખરીદવા માટે બિલ્ડર સાથે કરાર કરેલ હોય જેના અનુસંધાનમાં GST ની રકમ ચૂકવવામાં આવેલ અવેજની સાથે હવે કોઈ કારણસર આ કરાર રદ્દ કરવામાં આવે તે વખતે બિલ્ડર ક્રેડિટનોટ આપી શકે છે. પણ જો કલમ ૩૪ હેઠળની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો GST ની રકમ પરત કરવાની થાય નહી કારણ કે જે નાણાકિય વર્ષમાં રકમ પ્રાપ્ત કરી હોય ત્યાર બાદના નાણાકિય વર્ષની ૩૦ નવેમ્બર સુધી સમય પૂર્ણ થઈ ગયો હોય. આવા કિસ્સામાં ગ્રાહકને GST નું નુકસાન જાય અને તે રકમ રિફંડ લેવા માટે સરકાર દ્વારા તારીખ ૨૭.૧૨.૨૦૨૨ના રોજ પરિપત્ર કમાંક ૧૮૮/૨૦/૨૦૨૨-GST ધ્વારા ચોખવટ કરી છે કે આવા કિસ્સામાં શુ કરવું.

GST પોર્ટલ અને કાયદાકિય જોગવાઈ

રિફંડની અરજી કરવા માટે GST પોર્ટલ ઉપર બીન-નોંધાયેલ વ્યક્તિ તરીકે રજિસ્ટ્રેશન કરવાનું થાય જેના લીધે બીન-નોંધાયેલ વ્યક્તિને GST પોર્ટલનો વપરાશ કરવાની સવલત મળે. ત્યાર બાદ GST પોર્ટલ ઉપર ‘refund for unregistered Person’’ નો વિકલ્પ પસંદ કરીને નમૂના GST-RFO-01માં અરજી દાખલ કરવાની રહેશે. આ અરજીની સાથે સ્ટેટમેન્ટ ૮ તથા નિયમ ૮૯(૨) માં જોગવાઈ અનુસાર દસ્તાવેજો બીડાણ કરવાના થાય અને અરજી સાથે અપલોડ કરવાના રહેશે. તદ્દઉપરાંત અરજદારે સપ્લાયર પાસેથી GST ની રકમ ભરી દીધાનું પ્રમાણપત્ર પણ આપવાનું થશે જેમા એવી કબૂલાત કરવાની થાય કે સપ્લાયરે પૂરેપૂરો વેરો ભરી દીધો છે અને ક્રેડિટનોટ આપવાથી બાહ્ય સપ્લાય માટેનો વેરો પરત માગી લીધો નથી. તથા આવી રકમનું રિફંડ સપ્લાયરે માગ્યુ નથી અને ભવિષ્યમાં ક્યારે માગશે નહીં. જેટલા બીલ તેટલી રિફંડની અરજી કરવાની થાય અને રિફંડની અરજીમાં એવુ પુરવાર કરવાનુ થાય કે અરજદારે GST ની રકમ ભોગવેલ છે અને માટે જ રિફંડને પાત્ર છે. આમ, કલમ ૫૪(૮) (ઈ) ની જોગવાઈ મૂજબ જો બિન નોંધાયેલ વ્યક્તિએ વેરાનુ ભારણ અન્ય વ્યક્તિને તબદીલ કરવામાં આવેલુ હશે તો તે રકમનું રિફંડ કન્ઝુમર વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવશે.

સમય મર્યાદા અને અગત્યનો દસ્તાવેજ

જે તારીખથી ઈન્સ્યોરન્સનો કરાર રદ્દ થયેલ હોય અથવા જે કિસ્સામાં ટૂકડામાં રકમ ચૂકવાઈ હોય તેવા કિસ્સામાં કરાર રદ્દ થયેલની તારીખથી બે વર્ષમાં કલમ ૫૪ હેઠળ રિફંડની અરજી કરવાની રહેશે. આમ રદ્દનો પુરાવો ખૂબ અગત્યનો છે. વધુમાં રૂ. ૧૦૦૦/- થી ઓછી રકમનું રિફંડ ચૂકવવામાં આવશે નહી અને જ્યારે સપ્લાયરે ક્રેડિટનોટ વડે GST બાદ લઈ લીધો હોય તેવા કિસ્સામાં પણ રિફંડ આપવામાં આવશે નહીં.

Gujarat