ટેકનોલોજી કંપનીઓના સીઇઓ અબજોનું સુરક્ષા કવચ
- કોર્પોરેટ પ્લસ
- ગૂગલના સુંદર પીચાઇ પાછળ કંપની ૬.૮ મિલિયન ડોલર ખર્ચે છે પરંતુ તેનાથી વધુ મેટાના માર્ક ઝૂકરબર્ગ પાછળ ખર્ચાય છે
- પીચાઇ, નડેલા,ઝૂકરબર્ગ,ઇલોન મસ્ક
- ન્યુયોર્કમાં ડિસેમ્બર ૨૦૨૪ના અંતમાં યુનાઇટેડ હેલ્થકેરના સીઇઓ બ્રીન થોમ્પસનની ગોળી મારીને હત્યા કરાઇ હતી. ૨૬ વર્ષના એક યુવાને જાહેરમાં હત્યા કરી ત્યારે બ્રીન કંપનીની કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા હતા. તેમની સાથે કોઇ સિક્યોરિટી નહોતી...
- ટેકનોલોજી કંપનીઓના સીઇઓ કંપની માટેની પોઝિટિવ અને નેગેટિવ હવા માટે જવાબદાર હોય છે. નેગેટિવ હવા માટે પણ તે સીધા જવાબદાર હોઇ તેમને સિક્યોરિટીની જરૂર પડે છે
- ન્યુયોર્કમાં ડિસેમ્બર ૨૦૨૪ના અંતમાં યુનાઇટેડ હેલ્થકેરના સીઇઓ બ્રીન થોમ્પસનની ગોળી મારીને હત્યા કરાઇ હતી. ૨૬ વર્ષના એક યુવાને જાહેરમાં હત્યાકરી ત્યારે બ્રીન કંપનીની કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા હતા.
ટોચની કંપનીઓ તેમના સીઇઓની સલામતી માટે અબજો રૂપિયા ખર્ચે છે કેમકે આ સીઇઓ કંપનીની સફળતા પાછળનું બ્રેન હોય છે. મોટી કંપનીના સીઇઓ બિમાર પડે તે પણ કંપનીના બોર્ડને પોષાતું નથી. કંપનીઓ તેમના સીઇઓને વેકેશન લીવ આપીને તેમને વિદેશમાં રજાઓ ગાળવા મોકલે છે કેમકે તે ત્યાં ફ્રેશ થઇને આવે તો તે ઉપયોગી નીવડે છે. સીઇઓના બ્રેનનો કંપની મહત્તમ ઉપયોગ કરવા માંગે છે.
ગુગલના સુંદર પીચાઇની સિક્યોરીટી પાછળ કંપની ૬.૮ મિલીયન ડોલર ચૂકવે છે જેમાં તેમની પર્સનલ સિક્યોરિટી, તેમના માટેની સર્વેલન્સ સિસ્ટમ, ચોક્કસ સ્થળો પર તેમને નહીં જવાની તેમને સૂચના મળતી રહે છે વગેરેનો સમાવેશ થાય છે.
ગુગલના સુંદર પીચાઇ પાછળ કંપની ૬.૮ મિલીયન ડોલર ખર્ચે છે પરંતુ તેનાથી વધુ ૨૩.૪ મિલીયન ડોલર મેટાના માર્ક ઝૂકરબર્ગ પાછળ તેમની કંપની ફાળવે છે. આ કંપનીઓની આવક અબજો ડોલરમાં હોય છે. તેમની સામેના કોર્ટ કેસો પણ અનેક છે. તેમના પ્રોફેશનલ પ્રતિસ્પર્ધીઓ સાયલન્ટ દુશ્મન સમાન હોય છે.
ટેકનોલોજી કંપનીઓમાં મેઇન ચહેરો તેના સીઇઓનો હોય છે. કંપનીમાં અન્ય એક્ઝિક્યૂટીવો, એકાઉન્ટન્ટ વગેરે પણ મહત્વના હોય છે પરંતુ સીઇઓની સિક્યોરિટી બહુ જરૂરી બની જાય છે. ઝૂકરબર્ગની પાછળ ખર્ચાતી ૨૩.૪ મિલીયન ડોલર જેટલી રકમ ભારતની કંપનીના કોઇ સીઇઓે પાછળ ખર્ચાતી નથી.
ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક પાછળ સિક્યોરિટીના માટે ૨.૪ મિલીયન ડોલરનો ખર્ચ કરવામાં આવે છે.
આજના જમાનામાં બિઝનેસ અને આર્થિક ક્ષેત્ર બહુ મહત્વના બની ગયા છે. બિઝનેસનું સંચાલન કરતા લોકો એટલેકે તેના સીઇઓ અને ડાયરેકટરો વગેરે પર સતત જોખમ તોળાતું હોય છે. તેમને નુકશાન પહોંચાડવામાં આવે તો તેની અસર તેમની કંપનીની પ્રગતિ પર થતી હોય છે. ભારતની કંપનીઓ કરતાં વિદેશની કંપનીઓ તેમના સીઇઓની પાછળ વધુ પૈસા ખર્ચે છે. આ તફાવત આસમાન જમીનના તફાવત જેટલો છે.
ભારતની ટોચની કંપનીના સીઇઓ અને ડાયરેક્ટરો વિમાન પ્રવાસમાં અન્ય પ્રવાસીઓ સાથે સરળતાથી રહે છે, તેમની સાથે વાતચીત પણ કરે છે જ્યારે વિદેશની ટોચની આઇટી કંપનીઓની સીઇઓની ફરતે સિક્યોરિટી રીંગ જોવા મળે છે. જેમકે મેટાના ઝૂકરબર્ગ તેમના બિઝનેસ પ્રવાસ દરમ્યાન બહુ અતડા રહે છે. તેમને નજીક બેઠેલાઓ સાથે બહુ મીક્સ નહીં થવાની સૂચના અપાઇ હોય છે. તેમને કોઇ પ્રવાસી મળી શકતા નથી. એરપોર્ટ પર ઉતરીને તે સીધાજ કારમાં બેસીને હોટલ પર જતા રહે છે.
જ્યાકે ભારતની કંપનીના માલિકો કે સીઇઓ એરપોર્ટ પર લોકો સાથે સેલ્ફી પડાવતા હોય છે અને હસીને વાતો કરતા જોવા મળે છે. મોટી કંપનીઓ અને કરોડોનું ટર્નઓવર કરનારા માટે સિક્યોરિટી હોવી જોઇએ કેમકે કોઇ પણ અસામાજીક તત્વ તેમનો કોઇ અપહરણ જેવો પ્લાન બનાવી શકે છે.
ન્યુયોર્કમાં ડિસેમ્બર ૨૦૨૪ના અંતમાં યુનાઇટેડ હેલ્થકેરના સીઇઓ બ્રીન થોમ્પસનની ગોળી મારીને હત્યા કરાઇ હતી. ૨૬ વર્ષના એક યુવાને જાહેરમાં હત્યા કરી ત્યારે બ્રીન કંપનીની કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા હતા. તેમની સાથે કોઇ સિક્યોરિટી નહોતી. આ ઘટના બાદ અમેરિકાની કંપનીઓમાં સિક્યોરિટી રાખવા પર ભાર મુકાયો હતો.
ટ્વિટર, વોટ્સએપ,ફેસબુક, રેડીટ, ટેસ્લા ગુગલ જેવી મોટી કંપનીઓ સિક્યોરીટી પાછળ વિશેષ બજેટ ફાળવતા થયા છે. આવી કંપનીઓના સીઇઓ તેમની દરેક મુવમેન્ટની જાણકારી તેમના સિક્યોરીટી સ્ટાફને આપવી પડે છે.
માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાની સલામતી માટે ૫૮,૦૦૦ કરોડ ખર્ચે છે. કંપનીએ તેમના એકાઉન્ટમાં સિક્યોરિટી પાછળ કરાતા ખર્ચનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના સીઇઓ પર હુમલાની કેટલીક ઘટનાઓ બાદ નડેલાની સિક્યોરિટી વધારાઇ હતી.
ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કની સિક્યોરીટી પાછળ ૨૦૨૪ના પહેલા બે મહિનામાં પાંચ લાખ ડોલર ખર્ચાયા હતા જે ૨૦૧૯માં ખર્ચેલા પૈસા કરતાં પાંચ ગણા વધારે હતા. ૨૦૧૫થી ૨૦૧૮ દરમ્યાન મસ્કની સિક્યોરિટી પાછળ દર મહિને એવરેજ ૧૪૫,૦૦૦ ડોલર ખર્ચાયા હતા.
વિશ્વની સૌથી મોટી ગણાતી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકના સીઇઓ લેરી ફિન્ક પાછળ ૨૧૬૮૩૭ ડોલર ખર્ચે છે જ્યારે તેમના પર્સનલ સિક્યોરિટી પાછળ તેમજ તેમના ઘરની સિક્યોરિટી સિસ્ટમને અપગ્રેડ કરવા માટે ૫૬૩૫૧૩ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.
એમેઝોનના સીઇઓ એન્ડી જેસીની સિક્યોરિટી માટે ૯૮૬,૧૬૪ ડોલર ખર્ચાયા હતા. ૨૦૨૨ની સરખામણીમાં આ રકમ ઓછી હતી કેમકે એમેઝોનના શેર તૂટયા પછી સિક્યોરિટીના ખર્ચમાં કાપ મુકવામાં આવ્યો હતો.
મેટાના (ફેસબુક) સીઇઓ માર્ક ઝૂકરબર્ગની પર્સનલ સિક્યોરિટી પાછળ ૨૩.૪ મિલીયન ડોલર ખર્ચાય છે. તેમાંથી ૧૦ મિલીયન જેટલા તો હાઇપ્રોફાઇલ સિક્યોરીટી પાછળ ખર્ચવામાં આવે છે.
ટેકનોલોજી કંપનીઓના સીઇઓ કંપની માટેની પોઝિટીવ અને નેગેટીવ હવા માટે જવાબદાર હોય છે. નેગેટિવ હવા માટે પણ તે સીધા જવાબદાર હોઇ તેમને સિક્યોરિટીની જરૂર પડે છે.
ગુગલ તો સુંદર પીચાઇ માટે પ્રાઇવેટ વિમાનની સવલતો પણ પુરી પાડે છે.
ચીપમેકર કંપની એનવિડીયા માર્કેટ કેપની દ્રષ્ટીએ વિશ્વની ટોપ પાંચ કંપનીઓમાં આવે છે. તેમના સીઇએા જેનસન હૂઆંગની રેસીડન્સની સિક્યોરીટી પાછળ કંપની ૨.૨ મીલીયન ડોલરનો ખર્ચ કરે છે. તેમના પ્રવાસ દરમ્યાનની સિક્યોરિટીનો ખર્ચ અલગ હોય છે.
કંપનીઓ સાયબર એટેકથી જેટલી ફફડે છે એટલીજ તે મારામારી, અપહરણ જેવા મુદ્દાઓથી ફફડે છે. ટોચની કંપનીઓના સીઇઓ વિવિધ દેશોના શહેરોમાં ટેકનોલોજીની સિધ્ધિઓ અને આગામી વર્ષોમાં નવું શું આવી રહ્યું છે તે સમજાવવા લેક્ચર આપવા જાય છે. તેમના સ્ટેજ, ભાગ લેનારાઓ અને હોટલ વગેરેનું ચેકીંગ તેમની પર્સનલ સિક્યોરીટી કરે છે.
- ભારતમાં પણ સીઇઓ માટે સિક્યોરિટી
ભારતની કંપનીઓ સિક્યોરીટીનો ખર્ચ કન્સલટેશન ફી તરીકે દર્શાવે છે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી વગેરેની ફરતે સાદા ડ્રેસમાં સિક્યોરીટી ગોઠવાયેલી હોય છે. તે દરેકને મળે છે, હાથ મિલાવે છે પરંતુ તેની પર સિક્યોરીટીની નજર હોય છે. તેમના રેસીડન્સમાં કબુતર પણ પ્રવેશી ના શકે એવી જડબેસલાક સિક્યોરિટી હોય છે. દરેકને ત્યાં પાળેલા કૂતરા હોય છે. તેમને ડોગ પાળવાનો શોખ નથી પણ સિક્યોરીટીના કારણો સર તેમને રાખવામાં આવે છે.