Get The App

ક્રોસ ચાર્જ અને સેવાની આયાત ઉપર GSTના ખુલાસા

Updated: May 4th, 2025

GS TEAM


Google News
Google News
ક્રોસ ચાર્જ અને સેવાની આયાત ઉપર GSTના ખુલાસા 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

- GST કાયદા હેઠળ એક કરતા વધુ GSTIN ધરાવતા એકમો અને એક કરતા વધુ રાજ્યમાં GSTIN ધરાવતા એકમો માટે ખુબ જ કથીત જોગવાઈ છે. 

સેવાની આપ-લે માટે સરકારે એક રાજય એક વેરો તો જાહેર કરી દીધો પણ જેટલા રાજયમાં ધંધો/સપ્લાય તેટલા રાજ્યમાં નોંધણી તેમ તકલીફ દાયક જોગવાઈ પણ કરી છે. 

તાજેતરમાં સરકાર દ્વારા મલ્ટી સ્ટેટ GSTIN ધારક એકમો માટે તારીખ ૧.૪.૨૦૨૫ થી ઇનપૂટ સર્વિસ ડિસ્ટ્રીબ્યૂટરની જોગવાઈ ફરજીયાત કરી છે અને જેના અનુસંધાને હવે વેરાશાખ સેવાની વહેંચવી અનિવાર્ય છે.

 અને જો સમયસર તે નોંધણી લેવામાં ન આવે તો CGSTતથા SGSTકાયદાની કલમ ૧૨૨(૧) (IX) હેઠળ દંડ રૂ.૧૦,૦૦૦ ભરવાનો થાય અને વેરાશાખ જ્યાં બધી માંગી હોય ત્યાં નામંજૂર કરવાની થાય. મલ્ટી સ્ટેટ GSTIN ધારક એકમો માટે બે દૂવિધા છે. 

એક કોસ ચાર્જની અની બીજી સેવાની કોમન ક્રેડિટ વહેંચવાની. આપણે સૌ વાકેફ છીએ AARનો કરૂણ રકાસ કોલંબીયા એશિયા હોસ્પીટલના કેસથી જેમાં અધિકારી દ્વારા માણસોનો પગાર પણ ક્રોસ ચાર્જ હેઠળ ગણી GST ભરવાનો ઠરાવ્યું. વધુમાં જ્યારે મુખ્ય કંપની વિદેશમાં સ્થિત હોય અને ભારતીય એકમ જે તેની સબ્સીડરી અથવા રિલેટેડ પર્સન હોય તેવા કિસ્સામાં પણ ડિમ્ડ સપ્લાય ગણી સેવા આયાત કરી તેમ સરકાર દ્વારા બેફામ GST લાદવાની કામગીરી હાથ ધરી હતી. આ બધાને લીધે CBIC દ્વારા તારીખ ૧૭ જૂલાઈ ૨૦૨૩ દ્વારા પરિપત્ર ક્રમાંક્ર ૧૯૯/૧૧/૨૦૨૩- GST  દ્વારા ક્રોસ ચાર્જ માટે ચોખવટ કરી અને પરિપત્ર ક્રમાંક ૨૧૦/૪/૨૦૨૪- GST તારીખ ૨૬ જૂન ૨૦૨૪ દ્વારા રિલેટેડ પર્સનના કેસમાં સેવાના આયાત ઉપર GST બાબતે ચોખવટ કરી છે. જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

ક્રોસ ચાર્જ વિષે ખુલાસા

ક્રોસ ચાર્જ એટલે ઇન્ટર્નલી જનરેટેડ સેવાઓના સપ્લાય માટેની આપ-લે. આ તકલીફ વેઠવાની મલ્ટી સ્ટેટ GSTIN ધારક એકમને તેટલા માટે પડે છે કે પરિશિષ્ટ I માં ક્રમાંક ૨ ઉપર ઘડવામાં આવેલી જોગવાઈ છે. 

પરિપત્ર ક્રમાંક ૧૯૯/૧૧/૨૦૨૩- GST નીચે પ્રમાણે ચોખવટ કરવામાં આવી છે.

૧. જયારે બ્રાન્ચ ઓફિસને તમામ વ્યવહાર માટે વેરાશાખ મળવાપાત્ર હોય તેવા કિસ્સામાં ઇન્ટર્નલી જનરેટેડ સેવાઓ માટે હેડ ઓફિસ દ્વારા જે રકમ ટેક્ષ ઇન્વોઇસમાં દર્શાવીને બ્રાન્ચ ઓફિસને આપી હશે તે રકમ નિર્વિવાદ સ્વીકારવામાં આવશે. વધુમાં જો આવા કિસ્સામાં હેટ ઓફિસ દ્વારા ટેક્ષ ઇન્વોઇસ નહીં આપ્યું હોય તો પણ શૈન રકમ યોગ્ય ગણાશે.

૨. જે કિસ્સામાં ફૂલ ઇનપૂટ ટેક્ષ ક્રેડિટ મળવાપાત્ર નથી તેવા કિસ્સામાં કર્મચારીનો પગારને ઇન્ટર્નલી જનરેટેડ સેવાના વેલ્યુએશનમાં લેવાની થાય નહીં.

સેવાની આયાત

પરિપત્ર ક્રમાંક ૨૧૦/૪/૨૦૨૪- GST દ્વારા તેમ છોખવટ કરી છે કે જ્યારે રેસિપિયન્ટને ફૂલ વેરાશાખ મળવાપાત્ર છે તે કિસ્સામાં સેવાના આયાતનું વેલ્યુએશન શૂન્ય હશે. તો પણ તે નિર્વિવાદ સ્વીકારવામાં આવશે. આમ, નિયમ ૨૮ (૧) ની જોગવાઈ ધ્યાને લેવામાં આવશે.


Tags :