FOLLOW US

વિનામૂલ્યે યુએઇના ગોલ્ડન વિઝા .

Updated: Sep 17th, 2023

યુએઇના ગોલ્ડન વિઝા હવે હાથવગા બનવા લાગ્યા છે. શાહરૂખખાન, રનવીરસિંહ, સંજયદત્ત, મેમોથી, વરૂન ધવન, સોનુ સૂદ, સુનિલ શેટ્ટી જેવી સેલિબ્રિટી વગેરે પાસે યુએઇના ગોલ્ડન વિઝા છે. જોકે હવે યુએઇના ગોલ્ડન વિઝા માટે સેલિબ્રિટી હોવું જરૂરી નથી. યુએઇમાં રોકાણ કરો કે ડિપોઝીટ કરો તો પણ ગોલ્ડન વિઝા મળી શકે છે. હવે તો વિદેશીના લોકો રોકાણ ના કરે તો પણ તેમને ગોલ્ડન વિઝા આપવામાં આવી રહ્યા છે. યુએઇ પાંચ વર્ષના રેસિડેન્ટ વિઝા આપે છે. જો યુએઇના સ્થાનિકની ભાગીદીરી કરીને બિઝનેસ કરાય તો પણ ગોલ્ડન વિઝા ઇસ્યુ કરાય છે.

અમૃતસર ભરચક

અમૃતસરમાં સુવર્ણ મંદિરના દર્શને જતા શ્રધ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અમૃતસરની હોટલો આખું વર્ષ ભરચક જાય છે. દરબાર સાહિબ કે હરમિંદર સિંહ સાહિબના નામથી ઓળખાતા સુવર્ણમંદિરની બહાર રાત્રે દોઢ વાગે પણ ભરચક ભીડ જોવા મળે છે.  ૨૦૧૫માં અમૃતસરમાં ૨.૯૦ લાખ એર પ્રવાસીઓ આવ્યા હતા અને ૨૦૨૨માં તે સંખ્યા વધીને ૨૨.૪ લાખ પર પહોંચી ગઇ છે. કહે છેકે રોજના સવા લાખ શ્રધ્ધાળુઓ સુવર્ણ મંદિરના દર્શને આવે છે. આ સંખ્યા આગ્રાના તાજમહેલ જોવા આવનારાની સંખ્યા કરતા પણ વધારે છે. અમૃતસરમાં ૨૦ લાખના ખર્ચે બનાવેલ ગલીયારા પ્રોજેક્ટના કારણે શહેરની શોભા વધી છે.


1000 મીટર નીચે અંડર ગ્રાઉન્ડ ટનેલ

ભારતીય રેલ્વે મુંબઇમાં ૧૦૦૦ મીટર નીચે અંડર ગ્રાઉન્ડ ટનેલ બનાવી રહી છે જે ૨૬૨૫ મીટર લાંબી હશે. જેનું કામ હવે પુરૂં થવા પર આવ્યું છે. ‘Wavarle Tunnel' નામે ઓળખાતી આ ટનેલ પનવેલ-કરજેત સેક્ટર વચ્ચેના રેલ્વે પ્રોજેક્ટ માટેની છે. જે સેન્ટ્રલ રેલ્વે ઝોેનના નેજા હેઠળ તૈયાર થઇ છે. ટનેલ માટેનો પહેલો બ્લાસ્ટ ૨૦૨૩ની ૨૨ ફેબુ્રઆરીએ કરાયો હતો. રેલ્વેએ પનવેલ-કરજેત સેક્ટરમાં ત્રણ ટનેલ માટેનો પ્લાન કર્યો છે. જેમાં વોવરલે ઉપરાંત નાધેલ ટનેલ અને કિરાવલી ટનેલનો સમાવેશ થાય છે.


કોફી કંપનીમાં દિપીકાનું રોકાણ

અભિનેત્રી દિપીકા પદૂકોણે તેની વેન્ચર ફર્મ કા એન્ટર પ્રાઇઝમાંથી કોફી કંપની બ્લ્યૂ ટોકાઇમાં મોટું રોકાણ કર્યું છે. રોકાણની રકમ બહાર નથી આવી પરંતુ ગુરૂગ્રામ સ્થિત બ્લ્યૂ ટોકાઇએ બી સિરીઝના રોકાણમાં ૩૦ મિલીયન ડોલર મેળવ્યા છે. દેશમાં કોફી કલ્ચર વધ્યા પછી કોફીની બ્રાન્ડ પણ વધી છે. ટાટા, સ્ટારબક, કાફે કોફી ડે એને બેરિસ્ટા જેવી ચેઇન નામના મેળવી ચૂકી છે. વિદેશની કોફી ચેઇન પ્રેટ એ મંગર, કેનેડાની ટીમ હર્ટસન , બ્લયૂ ટોકાઇ વગેરેનો સમાવેશ થાય છે.


દેશના બે છેડાને જોડતી ફ્લાઇટ

પ્રથમ વાર દિલ્હીથી ઉત્તર પૂર્વને જોડતી ફ્લાઇટ ઇન્ડિગો એરલાઇન્સ મારફતે શરૂ થઇ રહી છે. આ નોન સ્ટોપ ફ્લાઇટ  દેશના બે છેડાને જોડશે. બીજી એાક્ટોબરથી દિલ્હી થી ઇટાનગરની ફ્લાઇટ શરૂ થઇ રહી છે. અગાઉ મુંબઇથી ઇટાનગર અને કોલક્તાથી ઇટાનગરની ફ્લાઇટ ગઇ ૨૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ થઇ હતી. રાજધાનીથી ઇટાનગરની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ ઓપરેટ થશે.


એનિમલ હેલ્થ માટે ભારતને ૨૫ મિલીયન ડોલરની ગ્રાન્ટ

પ્રાણીઓના આરોગ્યની ચિંતા કરતા દેશોેની યાદીમાં ભારત મોખરે છે. જી-૨૦ પેન્ડામિક ફંડમાંથી ભારતને ૨૫ મિલીયન ડોલર પ્રાણીઓના આરોગ્ય માટે ફાળવવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાના વડપણ હેઠળ જી-૨૦માં પ્રાણીઓના આરોગ્ય બાબતે ફંડ ઉભું કરવામાં આવ્યું હતું. ઓછી આવક ધરાવતા દેશોને સહાય કરી શકાય તે હેતુસરના ફંડમાં પ્રાણીઓના આરોગ્ય અને સારવારને પ્રાધાન્ય અપાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ પ્રાણીઓના આરોગ્ય બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને તે માટે વિશેેષ પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.

૧૦.૨ અબજ ડોલર

અમેરિકામાં ૨૦૨૪ની ચૂંટણીના નગારાં વાગી રહ્યા છે. ચૂંટણીના  ચૂંટણીના પ્રચાર પ્રસાર વગેરે પાછળ અધધ કહી શકાય એવી ૧૦.૨ અબજ ડોલરથી વધુનો ખર્ચો કરી રહ્યા છે. ભારતમાં ચૂંટણી પ્રચારમાં રૂપિયાનો ધૂમાડો થાય છે એમ અમેેરિકામાં ડોલરનો ધૂમાડો થાય છે. સ્થાનિક ટેલિવિઝન પર અપાતી જાહેર ખબરો પાછળ પાંચ અબજથી વધુ ખર્ચાય છે તો સ્થાનિક સ્તરની ચેનલોને પણ તગડી કમાણી થતી હોય છે. કેબલ ટેલિવિઝન અને સોશ્યલ નેટવર્ક પ્લેટફોર્મ મેટા અને ગુગલ પર પણ જાહેરાતો અપાય છે. રેડિયો પર પણ ૪૦૦ મિલીયન ડોલરનો ખર્ચ કરાય છે.

Gujarat
English
Magazines