ફુડ-પ્રિર્ઝવવેટીવઃ સેંકડો પ્રોડકસનો જીવનદાતા એટલે સોડિયમ બેન્ઝોએટ
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
આપણા દેશનું ઉપભોકતા બજાર (કન્ઝ્યુમર માર્કેટ) શેરબજારની માફક જ આકાશને આંબવા ગતિ કરી રહ્યું છે. જેમાં પ્રવાસીકાર, મોબાઇલ-ફોન, બ્રાન્ડેડ ફુડ, સૌંદર્ય પ્રસાધનો, ઘર વપરાશની ચીજવસ્તુઓ જેવા ક્ષેત્રે દેશનો ગ્રાહક વર્ગ નવા નવા વિક્રમો નોંધાવી રહ્યો છે.
વીસેક વર્ષ પહેલા આપણો દેશ મદારીઓનો દેશ કહેવાતો હતો. આજે મહાબલી સત્તા બનવાની દીશામાં છે. ભારતના ઉદ્યોગપતિઓ આજે ''ઓફ શોરિંગ'' ઓફ શોરિંગ એટલે કંપની પોતાની જ બ્રાન્ડ, પોતાની જ ફોર્મ્યુલા, પોતાના જ ધારાધોરણ પ્રમાણે આખે આખી ફેક્ટરી બીજા દેશમાં લઈ જાય જ્યાં ઉત્પાદન સસ્તુ પડે અને બીજી સુવિધા મળી રહે ! જેમાં ચીન સાથે આ વિનિમય વધતો જાય છે. અને આજે આપણા ભારતમાંથી ખાદ્ય પદાર્થો તેમજ ડોમેસ્ટિક પ્રોડકસો બહારના દેશમાં બહોળા પ્રમાણમાં જાય છે. તો આ પ્રકારની દરેક પ્રોડક્સો એક યા બીજા દેશમાં અથવા આપણા દેશમાં બદલાતી ઋતુઓ સામે ટકી રહે તે માટે પ્રિઝર્વવેશનની જરૂરત તો રહે જ છે. જેથી સૌથી વધારે પ્રિઝર્વવેટિવ તરીકે વપરાતો હોય તો તે સોડિયમ બેન્ઝોએટ છે.
સોડિયમ બેન્ઝોએટ:- ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ રેગ્યુલેશને સોડિયમ બેન્ઝોએટને ફૂડ પ્રીઝર્વવેટિવ તરીકે માન્યતા આપેલ છે. જેનો પ્રિઝર્વવેટીવ તરીકેનો વપરાશ નોન-આલકોહોલીક વાઇન, ફ્રૂટ જ્યુસ, કીર્ડીયલ, મિનરલ વોટર, કોફી, સોસીસ, મીટ, ફીશ, ફોઝનફૂડ, પીકલ્સ, મારગારીન, જામ, જેલી, રાઇપફ્રુટ જેવા અનેક ફુડ પ્રોડકસોને પ્રિઝર્વ કરે છે.
ફીશ પ્રિઝર્વવેશન:- ધ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલચર એન્ડ ફીચરીઝની મેથડ ડેવલોપીંગમાં મચ્છીને પ્રિઝર્વ કરવા માટે આઇસ સાથે સોડિયમ બેન્ઝોએટ ૦-૧૫ થી ૦૫ ટકા વાપરવાથી મચ્છી સારી રીતે પ્રિઝર્વ થાય છે. બીજી રીતે પ્રિઝર્વવેશનમાં માછલીને સોલ્ટ અને સોડિયમ બેન્ઝોએટના મિશ્રણ સાથે પ્રિઝર્વ કરવામાં આવે તો ક્વોલિટીમાં ઈમ્પ્રુવમેન્ટ આવે છે.
* જનરલ પ્રિઝર્વવેશન: જનરલ પ્રિઝર્વવેશનમાં ડેકસ્ટ્રીન પેસ્ટ, કોસ્મેટિક, મેડિસીન, ટોબેકો કે જેમાં ગમ, વેક્સ, સ્ટાર્ચ, ફેટ, ઓઇલ હોય એવા પ્રોડકસોને સરસ રીતે પ્રીઝર્વ કરે છે.
* સર્જીકલ ઈન્સ્ટ્રયુમેન્ટ:- હોસ્પીટલોમાં ૭૦ ટકા ઈન્ડસ્ટ્રીયલ મેથિલેટેડ સ્પીરીટને ૧.૫ ટકા સોડિયમ બેન્ઝોએટના સોલ્યુસન વડે સર્જીકલ ઈન્સ્ટ્રયુમેન્ટને સ્ટરીલાઇજ કરવાથી સારૂ રીજલ્ટ મળી શકે છે.
* મેટાલિક કોરોઝન:- સ્ટીલ આર્ટીકલ જેવીકે નીડલ્સ, સેફટી રેજર બ્લેડને કાટ લાગવાથી બચાવે છે. સેફટી રેઝર બ્લેડ માટે સોડિયમ બેન્ઝોએટ ૨.૫ ટકા વાપરવાથી બ્લેડ કે કોઈપણ સ્ટીલ આર્ટીકલને કાટ લાગતો નથી.
* રેડીએટર: કાર કે લોરીના રેડીએટરમાં સોડિયમ બેન્ઝોએટ એન્ટીફ્રીજીંગનું કામ કરે છે અને કાટ લાગતો અટકાવે છે.
* કેલ્સિયમ, મેગ્નેસિયમ અને લિથીયમ બેન્ઝોએટનો ઉપયોગ ફાર્માકોપિઓ અને વેટરનિટી મેડીસીનમાં થેરાવિયુટિક ઈફેક્ટ માટે વપરાય છે.
* સોડિયમ બેન્ઝોએટ ફુડ પ્રોડક્સ માટે પરમિટેડ ઈન પી.પી.એમ.
* પિકલ્સ ૨૫૦
* કોફી અને ટી એટ્રેકટસ ૪૫૦
* ફ્રૂટ જ્યુશ ૬૦૦
* ટોમેટો પૂરી (સોસ) ૨૫૦, ૭૫૦
* જામ્સ અને મારમાલેડસ ૨૦૦
* સોફટ ડ્રીક્સ વીથાઉટ
ફ્રુટ જ્યુસ 120
* સોફટ ડ્રીક્સ કન્ટેઇન
ફ્રુટ જ્યુસ 160
* બીયર (જીંજર બીયર) ૧૨૦
* પી.પી.એમ. એટલે પાર્ટ પર મિલિયન
નોંધઃ- ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ રેગ્યુલેશન અને ધ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલચર એન્ડ ફીચરીઝ એપ્રુવલ જરૂરી બને છે.