Get The App

આર્થિક સુધારા ઝડપી બનતા PSU શેરોમાં સારા વળતરની આશા

Updated: Sep 18th, 2022

GS TEAM

Google News
Google News
આર્થિક સુધારા ઝડપી બનતા PSU શેરોમાં સારા વળતરની આશા 1 - image

- માર્જીનની દ્રષ્ટિએ અને વેલ્યૂએશનના ધોરણે પીએસયુ શેરો આકર્ષક સ્તરે

ચૂંટણીનું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ સરકાર દ્વારા રિફોર્મ પ્રોસેસ ઝડપી બનાવાશે એવી આશાએ પીએસયુ શેરોમાં સારા વળતરની આશા રાખવામાં આવે છે. વધુમાં ડિવિડન્ડ યીલ્ડને કારણે પણ પીએસયુ શેરો આકર્ષક રહે છે. આવામાં રોકાણકારો સીધા પીએસયુ શેરોમાં જોખમ ઊઠાવવા માગતા ના હોય તો તેઓ પીએસયુ ઇકિવટી ફંડને પસંદકરી શકે છે. આ સેગમેન્ટમાં આઈપ્રૂ ફંડ ઇકિવટી અને ઇકિવટી સંબધિત પીએસયુ કંપનીઓમાં રોકાણ કરતા અન્ય ફંડ પસંદ કરવા જોઈએ.

આ યોજના એસએન્ડપી બીએસઈ પીએસયુ ઇન્ડેકસમાં સમાવિષ્ઠ સેકટર/ સ્ટોકમાં રોકાણ કરે છે. જેમાં લાર્જ અને મિડ તથા સ્મોલ કેપ શેરોનો સમાવેશ થાય છે. આઈપ્રૂ એએમસીના ચિંતન હરિયાના મત મુજબ કેપિટલ માર્કેટમાં પીએસયુ કંપનીઓ મહત્વનો હિસ્સો ધરાવે છે. વિવિધ સેકટરમાં કાર્યરત રહેલી હોવાથી વૈવિધ્યસભર પોર્ટફોલિયોની ગરજ સારે છે. સારા માર્જીનની દ્રષ્ટિએ અને વેલ્યૂએશનના ધોરણે પીએસયુ આકર્ષક સ્તરે રહ્યા છે.

ચંચળતાભર્યા વાતાવરણમાં કંપનીઓ ઊંચા ડિવિડંડ યીલ્ડને કારણે મૂડીમાં વૃદ્ધિ પણ પૂરી પાડે છે. PSU શેરોમાં રોકાણ કરવાના અન્ય સકારાત્મક કારણોમાં સરકારની ઓનરશીપ અન્ય નોન-પ્રમોટર (એપપીઆઈ/ ડીઆઇઆઇ/ રિટેઇલ)ની સરખામણીએ નોંધપાત્ર વધુ રહ્યો છે. સરકારની નીતિને કારણે ફરી એકવાર PSU શેરોનું વેલ્યૂએશન આકર્ષક બન્યું છે.

આ ઉપરાંત ડિવિડન્ડ યીલ્ડનો પણ લાભ મળે છે કેમકે છેલ્લા ૧૭ વર્ષ દરમિયાન સેન્સેકસના ૧.૩ ટકાની સામે બીએસઇ PSU આંકનો સરેરાશ ડિવિડંડ યીલ્ડ ટકાવારી ૨.૬ રહી છે. હાલ પીએસયુ બેન્ક રિટર્ન ઓન ઇકિવટીના મધ્ય તબક્કામાં છે અને એસેટ ક્વોલિટીમાં થયેલા સુધારાને કારણે ક્રેડિટ કોસ્ટ નીચી આવી છે.

સરકાર દ્વારા ડિફેન્સ ક્ષેત્રે રૂ. ૭૬૪ અબજની ફાળવણી કરાઇ છે. વધુમાં આ ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદનને આપવામાં આવેલા પ્રોત્સાહનનો પણ લાભ મળશે અને વિદેશી ખર્ચમાં ઘટાડો થશે. પાવર જનરેશનમાં પીએસયુ સેકટરનો દબદબો રહ્યો છે. પાવર ડિમાન્ડ વધતી હોવાથી અને પાવર જનરેટિંગ સ્ટેશનની આરઓઇમાં થઈ રહેલા સુધારાનો લાભ જોવાશે.

સરકાર દ્વારા ચૂંટણીનું વર્ષ નજીક આવે તેમ રિફોર્મ પ્રોસેસ પર વધુ ભાર આપવામાં આવે છે. આથી ચૂંટણીના બે વર્ષ બાકી હોવાથી પીએસયુ સ્ટોરી વિકસી શકે છે. જેનો લાભ રોકાણકારોને મળી શકે. પીએસયુ ફંડને બોરોઇંગ ખર્ચ નીચો હોવાથી ક્રેડિટ રેટિંગ/ સ્ટેન્ડિંગ યોગ્ય સ્તરે જોવાય છે.

Tags :