For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અર્થકારણની પ્રગતિમાં જીડીપી, માથાદીઠ આવક અને જીવન આવરદા પણ સામેલ

Updated: Nov 20th, 2022

Article Content Image- અર્થકારણના આટાપાટા : ધવલ મહેતા

- સમગ્ર વિશ્વમાં અમેરિકાની રાષ્ટ્રીય આવક સૌથી વધુ ૨૩ ટ્રીલીયન ડોલર

ભારતીય રીઝર્વ બેંકના ડેપ્યુટી ડાયરેક્ટર માઇકલ પાત્રાએ ૩૧મી ઓક્ટોમ્બર ૨૦૨૨ના રોજ સેલ્ફ-કોન્ગ્રેચ્યુઅલેટરી (સ્વવખાણની) શૈલીમાં જણાવ્યું કે ભારત ૨૦૨૫-૨૦૨૬નું ફાયનાન્સીયલ વર્ષ પૂરૂં થશે પછી જ ઈ.સ. ૨૦૨૭માં જગતનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થકારણ બની જશે. વર્લ્ડ બેંકના ૨૦૨૧ના ડેટા (આંકડાકીય માહિતી) એમ જણાવે છે. ઈ.સ. ૨૦૨૧માં અમેરીકાની રાષ્ટ્રીય આવક (જીડીપી) ૨૩ ટ્રીલીયન ડોલર્સ હતી જે જગતમાં સૌથી વધારે હતી. બીજા ક્રમે ચીનની રાષ્ટ્રીય આવક ૧૭.૭ ટ્રીલીયન ડોલર્સ હતી, ત્રીજા ક્રમે જાપાનની રાષ્ટ્રીય આવક ૪.૯ ટ્રીલીયન ડોલર્સ હતી, ચોથા ક્રમે જર્મનીની રાષ્ટ્રીય આવક ૪.૫ ટ્રીલીયન ડોલર્સ હતી, પાંચમા ક્રમે ભારતની રાષ્ટ્રીય આવક ૩.૨ ટ્રીલીયન ડોલર્સ હતી અને છઠ્ઠા ક્રમે યુ.કે.ની રાષ્ટ્રીય આવક પણ ૩.૨ ટ્રીલીયન ડોલર્સ હતી. ભારત દુનિયાના અર્થકારણનું સૌથી ઝડપી એન્જીન છે અને તે અઢીથી ત્રણ વર્ષમાં જ જર્મનીની રાષ્ટ્રીય આવક કરતા વધી જશે અને જગતમાં જર્મનીના ચોથા સ્થાનને ઝડપીને ભારત જગતમાં ચોથા ક્રમનું સૌથી મોટું અર્થકારણ બની જશે તેવો માઈકલ પાત્રાનો દાવો છે. આનું એક કારણ આપતા તેઓ જણાવે છે કે ૨૦૨૩માં જર્મન અર્થકારણનો ગ્રોથ રેટ ૦.૩ ટકા ઘટી જશે. જ્યારે ભારતનો ઈ.સ. ૨૦૨૩માં આર્થિક વૃદ્ધિદર ૬.૯ ટકા રહેશે. તેમ છતાં આપણે એ વાત યાદ રાખવાની છે કે કોઈપણ દેશની સમૃદ્ધિ તેની કુલ રાષ્ટ્રીય આવકની માપણી કરવા ઉપરાંત તે દેશની માથાદીઠ સરાસરી આવકમાં માપવી જોઈએ. દા.ત. કોઈ કુટુંબમાં દસ સભ્યો હોય અને તેનો એક માત્ર કમાનાર મોભી મહીને એક લાખ રૂપિયા કમાતો હોય અને માત્ર બે સંતાનોનો પિતા મહીને માત્ર ૫૦,૦૦૦ રૂપિયા કમાતો હોય તો તે મહીને એક લાખ રૂપિયા કમાતી વ્યક્તિના કુટુંબ કરતા તેનું કુટુંબ વધુ સારી ગુણવત્તાવાળુ જીવન જીવી શકે છે. અમેરીકા, જર્મની, યુ.કે., જાપાન અને ચીનની સરાસરી માથાદીઠ આવક ભારતની સરાસરી માથાદીઠ આવક કરતા આપણી આંખો પહોળી થઈ જાય તેટલી મોટી છે. વળી સરાસરી માથાદીઠ આવક ઉપરાંત તેની વહેંચણી (ડીસ્ટ્રીબ્યુશન) ન્યાયી છે કે નહીં તેની પણ તપાસ કરવી પડે.

ભારતમાં ભૂખમરો ઃ આંતરરાષ્ટ્રીય ગરીબીના સર્વેમાં ગરીબીના માપનની ભલે ત્રુટીઓ રહી ગઈ હોય પરંતુ ભૂખમરાની બાબતમાં ભારત આફ્રીકાના અમુક દેશોથી પણ આગળ હોય તે વાત ક્ષોભજનક છે. અલબત્ત આ રીપોર્ટ બાળ કુપોષણને તેમજ બાળકોના નાના કદને કે ઓછા વજનને ભૂખમરો ગણે છે જે મુદ્દો વિવાદાસ્પદ છે પરંતુ તમે ખાધેપીધે અત્યંત સુખી હોવ છતાં કુપોષણથી પીડાઈ શકો છો. કુપોષણ એ ભૂખમરો નથી. નીચે કેટલાક દેશોના સરાસરી માથાદીઠ આવક અને સરાસરી જીવન આવરદાના વર્ષો અનુક્રમે કૌંસમાં રજૂ કર્યા છે.ર્સીસીસ્ટીક માન્યતા

અમેરીકા (૭૫,૧૮૦ ડોલર્સ અને ૭૭.૨૮ વર્ષ), ચીન (૧૨,૯૭૦ ડોલર્સ અને ૭૭.૧૦ વર્ષ), જાપાન (૩૪,૩૫૮ ડોલર્સ અને ૮૪.૬ વર્ષ), ડેન્માર્ક (૬૭,૯૨૦ ડોલર્સ અને ૮૧.૫ વર્ષ), ફ્રાંસ (૪૨,૩૩૦ ડોલર્સ અને ૮૨.૧૮ વર્ષ), યુ.કે (૪૭,૩૧૮ ડોલર્સ અને ૮૦.૯૦ વર્ષ) ભારત (૨૪૬૬ ડોલર્સ અને ૬૮.૬૮ વર્ષ) અને છેલ્લે પાકિસ્તાન (૧૬૮૮ ડોલર્સ અને ૬૭.૪૩ વર્ષ), કાંઈ ખયાલ આવે છે ? 

જર્મનીનું રાષ્ટ્રીય આવકમાં તેનું ચોથું સ્થાન છીનવી લેવા આતુર ક્યા જર્મનીની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક ૪૮,૩૯૮ ડોલર્સ અને સરાસરી જીવન આવરદા ૮૦.૯ (લગભગ (૮૧) વર્ષ અને ભારતની સરાસરી માથાદીઠ આવક ૨૪૬૬ ડોલર્સ અને સરાસરી જીવન આવરદા ૬૮.૬૮ વર્ષ ? ભારત કલ્યાણ રાજ્ય તરફ આગેકૂચ કરી રહ્યું છે અને ઝડપી આર્થિક પ્રગતિ કરી રહ્યું છે તે વાત સાચી પરંતુ સારે જહાઁ સે અચ્છા, હિન્દોસ્તાં હમારા એ દરેક ભારતીય નાગરિકની સબજેકટીવ ફીલીંગ છે. પાકિસ્તાનની માત્ર ૧૬૬૬ ડોલર્સ અને જીવન આવરદા માત્ર ૬૭.૪૬ વર્ષ કરતાં ભારત આગળ છે.

Gujarat