FOLLOW US

પ્લાસ્ટીક માસ્ટર-બેચ કલર અંગે વિસ્તૃત માહિતી

Updated: Sep 17th, 2023


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

માણસનો સહજ સ્વભાવ છે કે એને પ્રકૃતિથી છૂટા થવાનું ગમતું નથી. નિસર્ગના સૌંદર્યનો પૂજારી, કુદરતી રંગચચોથી ભરેલાં સૌંદર્યની પ્રશઁસા કરતો આવ્યો છે. કુદરતે પૃથ્વી, જળ, આકાશ અને પ્રકૃતિને એટલા બધાં રંગોથી નવાજી છે કે માણસ તેની ખોબલે ખોબલે પ્રશંસા કરતાં ધરાતો નથી. આદીકાળથી પ્રાચીન માનવી રંગોની સાથે-સંબંધ ધરાવતો આવ્યો છે.

ભૂમિના રંગબેરંગી સ્વરૂપો રંગોની જ લીલા છે મનુષ્યની ગોરી ચામડીની લાલી અને કાળી ચામડીની અળનુસીએ કુદરતની જ દેન છે. કુદરતે દરેક પશુપક્ષી, ફુલઝાડમાં રંગોળી પૂરી છે. ત્યારે મનુષ્યે પ્રત્યેક માનવ સર્જિત પદાર્થમાં રંગોની પૂરવણી કરી છે.

રંગોની સાથે અનેક વ્યવસાયો સંકળાયેલા છે. જેવા કે એડવરટાઈઝ, પબ્લિસર, પ્રિન્ટર્સ, ડીઝાઈનર, ડાયર્સ, આર્કિટેક વગેરે. આ પ્રકારના વ્યવસાયોમાં મેઘ ઘનુષ્યના સાતેય રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લાલ, પીળો, વાદળી, ગ્રીન, ઓરેન્જ, વાયોલેટ અને બ્લેક મુખ્ય હોય છે.

આ રીતે માનવીના જીવનમાં રંગોનું મહત્વ વઘતા વિવિધ પ્રકારના રંગીન પદાર્થોમાંથી રંગો મેળવવાની પ્રવૃત્તિની શરૂઆત થઈ. જેને આપણે અંગ્રેજીમાં રસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવાતા રંગોને ડાઈ કહીએ છીએ. આ પ્રમાણે કલર કેમિકલ અને ડાઈનો ઉપયોગ શરૂ થયો.

એલ્યુમિનિયમ પીગમેન્ટ ઃ- એલ્યુમિનિયમ પીગમેન્ટ ખુબ જ એટરેકટીવ અને પર્લી ઈફેક્ટ આપે છે. પરંતુ તેને પ્રમાણસર વાપરવામાં આવે તો ! એલ્યુમિનિયમ પ્રીગમેન્ટની લાઈફ ટૂકી હોય છે. ખાસ કરીને આ કલરનું ડીસ્પર્સન એ મેઈન પ્રોબલેમ છે. જેથી પ્રોપર ડીસ્પર્સન માટે હાઈસ્પીડ મિકસર અને તેને સૌ પ્રથમ બારિક ટૂકડા કરી ઈકિવપમેન્ટમાં નાખવામાં આવે છે. જો આ બાબત પર ધ્યાન આપવામાં ન આવે તો તેની અસર અવળ પડે છે. અને તેનો કલર બદલાઈ જાય છે. 

ડાયકેટો-પાયરોલ-પાયરોલે ઃ- પ્લાસ્ટીક માસ્ટર બેચમાં આ પીગમેન્ટ કલરનો મુખ્ય રોલ હોય છે. આ પીગમેન્ટ ટ્રાન્સપેરન્ટ પ્રોડકટસ માટે વાપરવામાં આવે છે. આ કલર ૩૦૦ અંશ. સે. ઉષ્ણતામાને ટકી રહે છે. તેની કલર ફાસ્ટનેસ ઉંચી આવે છે.

અર્થસલ્ફાઈડ કેડીયમ ઃ- આ કલરમાં મેટાલીક એલીમેન્ટ તરીકે કેડીયમ સેક્યુસલફાઈડ જે રેડ અને ઓરેન્જ હોય છે. બીજો કલર પ્રેઝોડાઈમિનિયમ ગ્રીન હોય છે. અને લીથિયમ-સલફાઈડ યેલો હોય છે. આ કલરોની ડીસ્પર્સ કેપેસિટી પોલીમર માટે ઘણી સારી હોય છે.

પર્લસેન્ટ કલર ઃ- પર્લ લસ્ટર પીગમેન્ટમાં લીડ કાર્બોનેટ પર્લ એસેન્સ અને ટીટાનિયમ-ડાયોકસાઈડ કીટેડ માઈકાનો સમાવેશ થાય છે. જે ઓટોમોટીવ, પેઈન્ટ, પર્લ પેકેજીંગ, ફુગ્ગા, રમકડાં, પ્રીન્ટીંગ ઈન્ક અને હોમ એપ્લાયન્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

અલ્ટ્રામરિન બલ્યું ઃ- અલ્ટ્રામરિન બલ્યું સખત હાઈડ્રોલીક મોઈશ્ચરને સરફ્રેસ ઉપરથી ચૂસી લેવાનું કામ કરે છે. જે માસના બે ટકા જેટલો ઉપયોગમાં લેવાય છે. જે હાઈ-ટેમ્પ્રેસરને રીમૂવ કરવાનું કામ કરે છે. જેના કારણે ૧૦૫ અંશ. સે. ઉષ્ણતામાને ૫ ટકા જેટલો લોસ્ટ થાય છે.

કલર ઃ- કલર ટેસ્ટીંગ મશીન વડે કલર કોનસનટ્રેશન, નોન-ડસ્ટીંગ કલર લોટ-ટુ-લોટ કનસીસ્ટનસી, કલર કન્ટ્રોલ, કલર મેચીંગ, કલર મેજરમેન્ટ સિસ્ટમ, કલર એડિટીવ અને કમ્પોઝીશન માટે લેટેસ્ટ ડીજીટલ મશીન કરી આપશે.

લાઈસન્સ ઃ- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એકટ એન્ડ ક્લીયરન્સ ફોમ પોલ્યુસન બોર્ડ ઓથોરિટીઝ જરૂરી બને છે.


Gujarat
English
Magazines