- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ
* પેટ્રોલિયમ : (ક્રુડ ઓઈલ) સૌથી વધારે પેરાફીનિક, સાઈકલો પેરાફીનિક (નેપ્થેનિક) અને એરોમેટિક હાઈડ્રોકાર્બનનું કોમ્પલેક્સ મિશ્રણ છે. તેમાં થોડા પરસનટેડ સલફર, નાઈટ્રોજન અને ઓકસીજન કમ્પાઉન્ડ હોય છે. જે ૧૦ થી ૨૦ મિલિયન વર્ષો પહેલેથી સમુદ્રમાં સેન્દ્રીય અને જૈવિક પદાર્થો તેમજ વનસ્પતિ અને પ્રાણીજન્યના અવશેષો કાંય દ્વારા ધસડાઈને સમુદ્રના તળીયે જઈ બેઠેલા પદાર્થો હોવા જોઈએ. જે વર્ષોથી તેમા થતી પ્રક્રિયાને કારણે તેનું રૂપાન્તર ક્રુડ તેલ તરીકેનું હોઈ શકે છે. તેવું તજજ્ઞાોનું માનવું છે.
* પેરાફીન વેક્સ :- આ વેક્સ સોલીડ હાઈડ્રોકાર્બન હોય છે. તેનો મેલ્ટીંગ પોઈન્ટ ૪૭.થી ૬૫ સે.ગ્રેડ તાપમાને ઓગળે છે. તેની સ્પે.ગ્રે.૦-૮૮૦ થી ૦-૯૧૫ જેટલી હોય છે. તે નોન-ટોક્સીક છે. જે બેન્ઝીન, ક્લોરોફોર્મ, કાર્બન ડાઈસલફાઈડમાં ઓગળે છે.
* પેટ્રોલિયન વેક્સ : માઈક્રોક્રિસ્ટલાઈન વેક્સ જે હાઈડ્રોકાર્બન પદાર્થ છે. સાથે તેને મિનરલ વેક્સ પણ કહેવાય છે આ વેક્સ નરમ હોય છે. જેથી પ્રોડક્ટસમાં સ્મૂથ અને ફીલ્મ સ્ટ્રક્ચર આપે છે. માઈક્રોક્રિસ્ટલાઈન નોન-ટોક્સીક છે.
* પેટ્રોલિયમ જેલી : (મિનરલ જેલી) પેટ્રોલિયમ જેલી- જે હેવી પેટ્રોલિયમ-લુબ્રીકેટીંગ ઓઈલ સાથે ઓછા મેલ્ટીંગ પોઈન્ટ પેરાફીન વેક્સને બાથટબમાં ૭૦ સેંગ્રેડ તાપમાને ગરમ કરવાથી પેટ્રોલિયમ જેલી બને છે. જે સફેદ અને પેલ યેલો કલરમાં હોય છે.
* પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલેશન-૧ :- પેરાફીન વેક્સ-૨૧૦ ગ્રામ, માઈક્રોક્રિસ્ટલાઈન વેક્સ-૬૦ ગ્રામ, લાઈટ લીકવીડ પેરાફીન ઓઈલ-૭૩૦ એમ.એલ, પ્રાોપાઈલ પેરાબીન-૦-૦૧ ગ્રામ વડે પેટ્રોલિયમ જેવી બનાવી શકાય છે.
* પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલા-૨ :- પેરાફીન વેક્સ-૨૦૦ ગ્રામ, માઈક્રોક્રિસ્ટલાઈન વેક્સ-૭૦ ગ્રામ, હેવી લીકવીડ પેરાફીન ઓઈલ-૫૩૦ ગ્રામ - ઓલીવ ઓઈલ - ૧૮૦ ગ્રામ, ટોકોફીરાઈલ એસિટેટ - ૨૦ ગ્રામ, પ્રોપાઈલ પેરાફીન - ૦-૦૧ ગ્રામ વડે પેટ્રોલિયમ જેલી બનાવી શકાય છે.
* પેટ્રોલિયમ જેલી ફોર્મ્યુલા-૩ :- પેટ્રોલિયમ જેલી -૫૦૦ ગ્રામ, સિટોસ્ટારાઈલ આલકોહોલ - ૧૨૫ ગ્રામ, એસ.એલ.એસ. પાવડર-૨૦ ગ્રામ, ડી.એમ.વોટર-૩૫૦ એમ.એલ. , પ્રોપાઈલ પેરાફીન - ૦-૦૧ ગ્રામ, આ પ્રોડક્ટસને બાથટબમાં ૭૦. સે.ગ્રેડ તાપમાને ગરમ કરીને બનાવી શકાય છે.
* લાઈસન્સ :- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ, ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ ઈઝ એ મસ્ટ.
નોધ :- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઇબ્ડ બાય ઈન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઈઝેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.


