Get The App

એન્ટીસેપ્ટિક પ્રવાહી અને ક્રીમ અંગે વિસ્તૃત માહિતી

Updated: Mar 27th, 2023

GS TEAM


Google News
Google News
એન્ટીસેપ્ટિક પ્રવાહી અને ક્રીમ અંગે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ

ફર્સ્ટ-એડ તરીકે વપરાતું એન્ટીસેપ્ટિક પ્રવાહી કે જેનો ઉપયોગ સખત ઘાવ, જખમ, ઇજા, એકસીડેન્ટમાં થતાં નાના-મોટા ઉજરડામાં તાત્કાલીક ઉપચાર તરીકે વાપરવામાં આવે છે. આ પ્રવાહી હોસ્પિટલના ઇન્સ્ટ્રયુમેન્ટ સ્ટરીલાઈઝ, ફાર્મા, ફુડ અને ડેરી ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેકચરીંગ ડીપાર્ટમેન્ટને બેકટેરીયા ફ્રી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

ખાસનોંધઃ ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા જેવી બાબત એ છે કે કલીનિક, હેરકટિંગ સલૂન તેમજ બ્યુટિપાર્લર ચલાવનાર વ્યક્તિ કયારેય પોતાના કામમાં લેવાતા સાધનોને સ્ટરીલાઈઝ કરતા હોતા નથી. સાથે આ બાબતે સરકારનું કે જનતાનું ધ્યાન કેન્દ્રીત થયું નથી.

ખાસ આ બાબતે સરકારે ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. સરકાર એઇડ્ઝ માટે જેટલી જાગૃત છે. તેટલી આ નાજુક કારણો માટે જાગૃત નથી. એ જગ જાહેર છે. ધારો કે કોઈપણ વ્યક્તિ હેરકટિંગ સલૂનમાં શેવ કરાવવા આવે છે. ત્યારે કઈ વ્યક્તિ કેવા પ્રકારના સ્કીન ડીસીસથી પીડાઈ છે. તે સામાન્ય બાબતે નક્કી કરી શકાતું નથી. જ્યારે પણ હેરકટિંગ સલૂનના કામદાર આવનાર વ્યક્તિની સેવા કરે છે ત્યારે બ્લેડ તો અચૂક બદલે છે.

પરંતુ દરેક સમયે અસ્ત્રો બદલવો શક્ય નથી. જો અસ્ત્રો ન બદલી શકાય તો જે અસ્ત્રા વડે આગળ કોઈની પણ શેવ કરી હોય, તેના કીટાંણું અમુક લાગેલા જ હોય છે. તો સૌ પ્રથમ આ અસ્ત્રાને સ્ટરીલાઈઝ કર્યા પછીથી જ બીજીવાર ઉપયોગમાં લઈ શકાય તેવી જાણકારી સરકારે સલૂનના કે બ્યુટિ પાર્લરના માલીકને આપવી જરૂરી બને છે. દા.ત. એચઆઈવી/એઇડ્ઝ પીડીત કોઈ વ્યક્તિને શેવ કરતા ઉજરડો થયો અને તેમના કીટાંણુ અસ્ત્રાને લાગેલા હોય તો ! આ એક પ્રશ્ન છે ! તેનો નોર્મલ ઉપાય દરેક સાધનોને સ્ટરીલાઈઝ કર્યા પછીથી જ ઉપયોગમાં લઈ શકાય તેવી કાનુની ચેતવણી સરકારે આપવી જરૂરી બને છે. આ રીતે સાધનોને સ્ટરીલાઈઝ કરવા માટે વપરાતુ રસાયણ એટલે કલોરહેકઝીડાઈનગ્લુકોનેટ જે એન્ટીસેપ્ટિક પ્રવાહી રૂપમાં મળે છે. આપણે અહીં એન્ટી સેપ્ટિક પ્રવાહી તેમજ ક્રીમ વિશે લખીશું. સૌ પ્રથમ કલોર હેકઝીડાઈન શું છે ? અને તેના ગુણધર્મ શું હોય છે તેની ચણાવટ કરીશું.

આ પ્રોડક્સ એક કલોરિનેટેડ રસાયણ છે. જે અલગ અલગ ઘટકોમાં રૂપાન્તર થયેલ હોય છે. અને તે અલગ પ્રોડકટસમાં અલગ પ્રકારનું કામ કરે છે.

એન્ટીસેપ્ટિક પ્રવાહી અને ક્રીમ ઃ

કલોરહેકઝીડાઈનઃ એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી ધરાવે છે. જે ક્રિસ્ટલ, વાઈટ અથવા પાલે, ક્રીમ વાઈટ, સુગંધ વગરનું પાવડરના રૂપમાં પણ હોય છે.

કલોરહેકઝીડાઈન ગ્લુકોનેટઃ વધારે પડતું કલર વગરનું, સુગંધ વગરનું અને પાલેસ્ટ્રો કલરનું પ્રવાહી હોય છે.

કલોરહેકઝીડાઈન એસિટેટઃ સફેદ તેમજ પાલે ક્રીમ, સુગંધ વગરનું માઈક્રોક્રિસ્ટલાઈન પાવડર જેવું રસાયણ હોય છે.

કલોરહેકઝીડાઈન હોઈડ્રોકલોરાઈડ ઃ ખૂબ જ સફેદ, સુગંધ વગરનું પાવડર જેવું રસાયણ હોય છે.

એકસન અને યુઝઃ

કલોરહેકઝીડાઈનઃ આ રસાયણ ગ્રામ-પોઝીટીવ અને ગ્રામ-નેગેટીવ બેકટેરિયા સામે જોરદાર ફાઈટ કરી બેકટેરિયાને ખતમ કરે છે. કલોરહેકીઝીડાઈન સ્કીન પ્રિપરેશન માટે વાપરવામાં આવે છે. સાથે માઉથ-વોશ માટે અતિ ઉત્તમ સાબીત થયેલ છે.

કલોરહેકઝીડાઈન ગ્લુકોનેટઃ આ રસાયણ ૪ ટકા ઇમલશન ફોમમાં મળે છે. જે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે સારું રીજલ્ટ આપે છે. સાથે સ્ક્રીન અને હેન્ડ ડીસીનફેકટન્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

એન્ટીસેપ્ટિક પ્રવાહીના કી-ઇનગ્રેડીએન્ટઃ કલોરહેકઝીડાઈન ગ્લુકોનેટ ૪ ટકાનું સોલ્યુસન, સિટ્રીમાઈડ આઈ.પી. નોનાઈલફીનોલ ઇથીલીન ઓકસાઈડ કન્ડેનસેટ, ડી.એમ.વોટર, કલર અને પરફ્યુમ્સ વગેરેથી આ પ્રોડ્કટ્સ બનાવી શકાય છે. આ પ્રવાહી 'એકસ્ટર્નલ યુઝ ઓનલી' માટે જ કરી શકાય છે.

એન્ટીસેપ્ટિક કીમના કી-ઇનગ્રેડીએન્ટઃ કલોર હેકઝીડાઈન, ઇમલશીફાયર, સ્ટીયરિક એસિડ, ટ્રાય ઇથેનોલ એમાઈન, ગ્લીસરીન, આઈસો પ્રોપાઈલ- માઈરીસ્ટેટ, પ્રોપાઈલ પેરાબીન, મિથાઈલ પેરાબીન, ડી.એમ.વોટર અને પરફ્યુમ નાખી એન્ટીસેપ્ટિક ક્રીમ બનાવી શકાય છે.

નોંધ: ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઈબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફ્રુડ એન્ડ ડ્રગ એડમિનિ- સ્ટ્રેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.


Tags :