Get The App

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી

Updated: May 29th, 2022

GS TEAM

Google News
Google News
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

ભારત જેવા રાષ્ટ્રમાં પર્યાવરણનો વિષય પ્રમાણમાં નવો છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું સંભવિત છે કે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનો ઉદભવ અને વિકાસ વાતાવરણને કારણે વિનાશ નોતરી શકે છે. સૌથી ખતરનાક પ્રદૂષિત પાણી બની રહ્યું છે. આજે કેટલાયે ઔદ્યોગિક એકમો બાય-પ્રોડકટસ અથવા સ્પેન્ટ તરીકે નિકળતા પ્રવાહી કચરાને પોતાના ઔદ્યોગિકની આસપાસની જગ્યામાં ફેંકે છે. આ રીતે દિવસ-રાત ચાલતા એકમોમાંથી હજારો ટન પ્રવાહી કચરો જમીનમાં ઉંડે સુધી ઉતરતો જાય છે. આ રીતે જમીનમાં ઉતરતો જતો આ કચરો પૃથ્વીના પેટાળમાં રહેલા પાણી સાથે ભળી જાય છે. જેથી પૃથ્વીના પેટાળનું પાણી દૂષિત થાય છે.

આ પાણી પૃથ્વીના પેટાળ સુધી બનાવેલા કૂવા બોર ડંકી માટે માનવ વપરાશ માટે બહાર આવે છે. જયારે તે પાણી ખરેખર ઝેર જ હોય છે. કારણ કે તેમાં રહેલા કેમિકલો કલરના મિશ્રિત ઘટક વાળુ પાણી માનવ વપરાશ માટે અતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાથે બીમારી ફેલાવે છે. તેના કારણે કિંમતી માનવ દિવસ ગુમાવવામાં આવે છે. જે અર્થતંત્રને માટે ફટકારૂપ બને છે.

બીજા પ્રકારના અમૂક ઔદ્યોગિક એકમો પોતાના કારખાનાનો પ્રવાહી કચરો, રંગ કે રસાયણ સીધો જ નદીમાં ઠાલવતા હોય છે. આ રીતે નદીમાં ઠલવાતો કચરો નદી વાટે એક ગામથી બીજે ગામ પહોંચે છે. જેથી ત્યાંની પ્રજા પણ આવા રસાયણ યુક્ત કચરાથી ત્રાહીમામ પોકારી ઉઠે છે.

જ્યારે આ રીતે ત્રાહીમામ થયેલા ગામવાસીઓ આ બાબતે કોર્ટમાં ધા નાખે છે ત્યારે તેની સામે કારખાનેદારોનું જુથ કોર્ટ સામે પોતાની રોજીરોટીનો સવા છે એવી કારવાઈ કરાવે છે. આ કારણે આવા કેસ વર્ષો સુધી દબાયેલા રહે છે. હકીકતમાં કર ભરનાર પ્રજાના નાણા થકી વહીવટકર્તાઓ દ્વારા આવા ગંદા પાણીનો નિકાલની યોજના અમલમાં મૂકવી જોઈએ જેમાં સૌ પ્રથમ રસાયણયુક્ત પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરી પછીથી જ નદી વાટે વહેવા દેવું જોઈએ. તેવી યોજના ઘડવી જોઈએ જેથી પ્રજાને આ બેહાલી સહન કરવી ન પડે અને કારખાનેદારોને ઓછા ખર્ચે પોતાના પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થા થાય અને પર્યાવરણની જાળવણી થાય એ જોવાનું કામ સરકારનું છે. હજુ પણ રાજકારણીઓ, આયોજકો કે અર્થશાસ્ત્રીઓ સમજે તો આ દૂષિતને ટાળી શકાય તેમ છે. આ રીતના નળમાંથી ટપકતા ઝેર ને રોકવું બહુ જ જરૂરી છે. કારણ કે તરસ સેક્યુલર છે.

વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ: વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સેપ્ટિક ટેંક સિસ્ટમ કે જે બાયો-લોજીકલ પ્રોસેસ પ્રમાણેના હોવા જોઈએ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્લોરિનનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્લોરિનને વર્લ્ડની દરેક કન્ટ્રીમાં વોટર ડીસિન ફેકટન્ટની માન્યતા પ્રાપ્ત થયેલ છે. અમૂક જગ્યા પર ક્લોરિન ગેસ અથવા ક્લોરિન કંમ્પાઉન્ડનો ઉપયોગ થાય છે. અમૂક કંટ્રીમાં ઓઝોન ટ્રીટમેન્ટ આપી પાણીને શુદ્ધ કરવામાં આવે છે.

ક્લોરિન અને ઓઝોન બંને ડીસિન ફેકટન્ટ કંટ્રોલર છે. ક્લોરિન પી.એસ. ૬.૫ થી ૮.૫, સુધીમાં ઇફેકટીવ બને છે. ત્યારે ઓઝોનેશન પ્રથમ નોન-ક્લોરિન - ટ્રીટમેન્ટ ટેકનોલોજી છે. જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઇનસ્ટોલ કરવું પડે છે. ઓઝોનેશન ત્રણ સ્ટેંઇજે ઇનવોલ હોય છે. અને તે બાયોસાઇડ એજન્ટ છે. ઓઝોન ક્લોરિન કરતા વધારે ઇફેકટીવ છે. જે બેકટેરિયા, વિરૂસ, અને પ્રોટોઝોઆને નેસ નાબૂદ કરી શકે છે. જે સરફેસ અને ગ્રાઉન્ડ વોટર સુધી ઇફેકટીવ હોય છે.

વોટર ટ્રીટમેન્ટ માટે ક્લોરિન જેવા જ બીજા રસાયણો ઉપયોગમાં લઇ શકાય છે. ક્લોરિન જેવા જ કંપાઉન્ડ એટલે કે ક્લોરિન ઓકસાઇડ, હાઇપો ક્લોરાઇટ, ક્લોરામાઇન, બ્રોમિનેશન, ઓઝોન ટ્રીટમેન્ટ, યુવી રેડીએશન, અલ્ટ્રા સોનિક અને સાથે મેગ્નેટિક ફીલ્ડઝ, યુવી રેડિએશન નવા ડેવલોપ પ્રમાણે એનવીરોનમેન્ટ પ્રમાણીત છે.

વોટર ટ્રીટમેન્ટ કેમિકલ તરીકે ઓરગેનો ફોસફોનેટ ઘણું સારુ રિજલ્ટ આપી શકે છે. ત્યારબાદ એમિનો ટ્રાયમિથાઇલ ફોસફોનિક એસિડ - (એએમપી), તેમજ એમ.ઇ.ડી.પી.-૧ - હાઇડ્રોકસી ઇથાઇલીડેને - ૧, ૧- ડાઇ ફોસફોનિક એસિડ. એચ.ઇ.ડી.પી. ડેવલોપમેન્ટ એએમપી કરતા વધારે ગુણકારી સાબિત થયેલ છે. કારણ કે તે સ્ટ્રોંગ ઓક્સીડાઇઝીંગ એજન્ટ જેવા કે ક્લોરિન, બ્રોમાઇન, ઓઝોન અને હાઇપોકલોરાઇટ સામે ટકી શકવાની ક્ષમતા ધરાવે છે.

મ્યુનિસિપલ પોટેબલ વોટર : રો વોટરને પોટેબલ વોટર તરીકે ઉપયોગમાં લેવા માટે ખાસ ક્લોરિનનો જ ઉપયોગ કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન રો-વોટરને ફીલ્ટ્રેશન, કોંગ્યુલેશન, સેડીમેનશન અને ફાઇન ઇમ્પોરિટીને દૂર કરી પોટેબલ વોટર સપ્લાય કરે છે.

મિનરલ વોટર બોટલીંગ : નવા ડેવલોપમેન્ટ પ્રમાણે ઓઝોન અને યુવી ટ્રીટમેન્ટથી ટ્રીટ થયેલ પાણી આવી રહ્યા છે. જે એક સરખો ટેસ્ટ અનિભૂત કરાવે છે.

લાઇસન્સ : ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જરૂરી બને છે.

Tags :