વેક્સના પ્રકાર અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
પેરાફીન વેક્સ અને વેજીટેબલ-બેઇઝડ વેક્સના ક્રુડ ઓઈલને હાઈડ્રોજીનેટેડ મેન્યુફેકચરીંગ પ્રોસેસીંગ વડે મેળવવામાં આવે છે. બન્નેની ફીજીકલ પ્રોપટી સરખી જ હોય છે. જે રૂમ ટેમ્પ્રેસરે સોલીડ બને છે. બીજા પ્રકારની વેક્સ જે કોમ્પલેક્સ મિક્ચર ઓફ મોલેક્યૂલ સાથે ડીફરન્ટ કાર્બન લેન્થ, સ્ટ્રકચર અને ફન્કશનાલીટી ધરાવે છે, પરંતુ વેજીટેબલ વેક્સનું કેમિકલ કમ્પોજીશન ઘણું જ અઘરૂ છે. જે અમૂક બેઇઝડ ઓન બેઝીક મોલેક્યૂલ ઉપર આધારિત હોય છે.
વેક્સના ઘણા પ્રકાર છે. તેમજ તેના ઉપયોગ પણ અલગ અલગ પ્રકારના હોય છે અને ઘણા પ્રકારની ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. જેમાં કોસ્મેટિક, લુબ્રીકાન્ટ, પોલીસીસ, સર્ફેસ કોટિંગ, ઈન્ક અને બીજા ઘણા ઉપયોગમાં લેવાય છે.
પેરાફીન વેક્સને લાઈટ અને મિડલ લુબ્રીકાન્ટ ઓઈલને કટ ઓફ વેક્યૂમ ડીસ્ટીલેશનથી પણ મેળવવામાં આવે છે. પેરાફીન વેક્સ પાણીમાં ઓગળતું નથી. તે સોલ્યુબલ ઈન લો-મોલાર માસ એલિપથીક આલ્કોહોલ અને ઈથર, તેમજ ખૂબ જ વધારે પડતું સોલ્યુબલ ઈન કેટોન, કલોરોહાઈડ્રોકાર્બન, પેટ્રોલિયમ સ્પીરીટ, સોલવન્ટ નેપ્થા, બેન્ઝીન અને ટોલ્યૂનનો સમાવેશ થાય છે.
બીઝ વેક્સ:- બીઝ વેક્સ ખૂબ જ નરમ અને પાલે યેલો કલરનું હોય છે તેના કન્ટેન્ટમાં ફ્રી ફેટી એસિડ હોય છે. જેથી તે જલદીથી સેપોનિફાય અને ઈમલસીફાય થઈ શકે છે. તેમાં મેઈન કંમ્પાઉન્ડમાં પાલમિટેટ, પાલમિટોલેટ, હાઈડ્રોકસી પાલમિટેટ અને ઓલેટ ઈસ્ટર ઓફ લોંગ-ચેઈન આલકોહોલ (C 30-32) (લગભગ ૭૦થી ૮૦ ટકા ટોટલ વેઈટ), ધ રેટિઓ ઓફ ટ્રાય એકોન્ટનાઈલ પાલમિટેટ, (અથવા C 30 આલકોહોલ એસ્ટ્રીફાઈડ બાય C 16 ફેટી એસિડ) ટુ કેરોટિક એસિડ (C 26.0) બીજા કમ્પોનેન્ટમાં ૬ઃ૧ ઈથાઈલ ઈસ્ટર પણ પ્રેઝન્ટ હોય છે. બીઝ વેકસનો મેલટિંગ પોઈન્ટ ૬૨-૬૫ સે.ગ્રેડ જેટલો હોય છે.
બીઝ વેકસ વોટરપ્રુફીંગ એજન્ટ તેમજ ટ્રીટમેન્ટ ફોર પ્રિન્ટેડ વોલ માટે વપરાય છે. બીજી રીતે તેનો ઉપયોગ મોડેલીંગ મટિરીયલ, કોટિંગ, પોલીસિસ અને કેન્ડલમાં થાય છે. બીઝ વેકસનું વર્ડ પ્રોડકશન ૭૦૦૦ ટન પર એનમ જેટલું આકવામાં આવે છે. તેમાંથી ૬૦ ટકા જેટલું કોસ્મેટિક અને ફાર્મા ઉદ્યોગને ફાળવવામાં આવે છે.
લેનોલીન:- લેનોલીન કન્ટેઇન્સમાં ફેટી ઈસ્ટર (૧૪-૨૪ %), સ્ટીરોલ અને ટર્પિન આલકોહોલ ઈસ્ટર (૪૫-૬૫ ટકા), ફ્રી આલકોહોલ (૬-૨૦ %), સ્ટીરોલ (કોલેસ્ટ્રોલ, લેનોસ્ટીરોલ) અને ટર્પિન (૪.૫ %), હાઈડ્રોકસીલેટેડ ફેટી એસિડ (મેઇનલી હાઈડ્રોકસી પાલમિટેટ) જે ફ્રી અથવા એસ્ટ્રીફાઈડ જોવામાં આવે છે. બીઝ વેક્સનો મેલ્ટીંગ પોઈન્ટ ૩૨ થી ૪૨ સે.ગ્રેડ જેટલો હોય છે.
કાર્નોબા વેકસ:- આ વેક્સ ''ક્વીન્સ ઓફ વેક્સીસ'' તરીકે જાણીતી છે. તેના કન્ટેન્ટસમાં ફેટી ઈસ્ટર (૮૦-૮૫ %), ફ્રી આલકોહોલ (૧૦-૧૫ ટકા), એસિડ ઔ(૩-૬ %), અને હાઈડ્રોકાર્બન (૧-૩ %), કાર્નોબા વેક્સ કન્ટેઇન્સ એસ્ટ્રીફાઈડ - ફેટી ડાય આલકોહોલ (લગભગ ૨૦ %), હાઈડ્રોકસીલેટેડ ફેટી એસિડ (લગભગ ઔ૬ %) અને સિનામિક એસિડ (લગભગ ઔ૧૦ %)
કાર્નોબા વેક્સનો મેલ્ટીંગ પોઈન્ટ ૭૮ થી ૮૫ સેં.ગ્રેડ જેટલો હોય છે. જે ખૂબ જ સખત હોય છે. જે શૂ-પોલિસ, ફલોર અને ફર્નિચર પોલિસ માટે ઉપયોગમાં લેવાય છે. કોસ્મેટિકમાં લીપસ્ટીક, ક્રીમ માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે ફુડ-ઇન્ડસ્ટ્રીઝમાં ગ્લેઈઝ ફોર કેન્ડી, ગમ, ફ્રુટ કોટિંગ માટે વપરાય છે.
બ્યુટિ વેકસ ડેપિલેટરી: અનવોન્ટેડ બોડી હેરને રીમૂવ કરવા માટે ડેપિલેટરી વેક્સનો ઉપયોગ કરતી વખતે તેને ગરમ મેલ્ટ કરવી પડે છે ત્યારબાદ અનવોન્ટેડ બોડી હેર પર લગાવવામાં આવે છે. છેલ્લે રીમૂવ કરી, વોશ કરવામાં આવે છે. જેથી આ પ્રકારની ડેપિલેટરી વેક્સ બોડી સ્કીનને સ્મૂથ અને સોફટ બનાવે છે. આ વેકસનો કલર એપ્રિકોટ પ્રકારનો અથવા તો કસ્ટમરની જરૂરીયાત પ્રમાણેના કલર અને ફ્રેગ્રેંસ નાખી શકાય છે.
મેનિક્યોર - પેડિક્યોર વેક્સ: હાથ અને પગની ટ્રીટમેન્ટ માટે સ્પેશિયલ ફોર્મ્યુલેટેડ લો-મેલ્ટ વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે મેલ્ટ થયેલ વેકસને હાથે અને પગે ગ્લોઝ પ્રકારે લગાડવામાં આવે છે. તેના કારણે હાથે અને પગે રીલેક્સ ફીલ થાય છે. થોડા સમય પછીથી આ વેક્સ ગ્લોઝને રીમૂવ કરવામાં આવે છે. જેથી પગ અને હાથમાંથી ડેડ સેલ રીમૂવ થાય છે. તેના કારણે હાથ-પગની સ્કીન સિલ્કી અને સ્મૂથ બને છે.
લાઈસન્સ: ધ લાઇસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એકટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.