સ્પેશ્યાલીટી કેમિકલ કોજીક એસિડ વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
સુંદરતાના કારણે સર્જનાત્મકતા વધે છે. સુંદરતાની મગજ પર ઘણી પોઝિટિવ અસર થતી હોય છે. સુંદર વ્યક્તિને જોતા મગજ જાણે પોતાની સૂઝ-બુઝ ખોઇ બેસે છે. સુંદરતાની વાત આવે ત્યારે સામાન્ય રીતે આપણે સ્ત્રીઓને સંબોધતા હોઈએ છીએ, પરંતુ સુંદરતા માત્ર સ્ત્રીઓનો ઇજારો નથી.
સુંદરતાની બાબતમાં આપણે માત્ર દેખાવ જ નહીં, સિમેટ્રી અને આંતરિક સુંદરતાની પણ વાત કરી શકીએ છીએ. સુંદર વ્યક્તિની હાજરી માત્ર આહલાદ્ક અનુભવ હોય છે. સુંદરતા જોવાથી શરીરમાં એન્ડોર્ફિન જેવા હોર્મોન્સનું પ્રમાણ વધે છે. જે વ્યક્તિને પ્લેઝર આપવા માટે જરૂરી હોય છે. સુંદરતાનો સ્વીકાર પણ ઝડપથી થતો હોય છે.
સુંદરતાના કારણે વ્યક્તિની ક્રિએટિવિટી અને પ્રોડક્ટીવિટી પણ વધે છે. અમૂક ઉદાહરણો પરથી એવું પણ જોવા મળે છે કે સુંદરતાના કારણે યાદશક્તિમાં વધારો થાય છે. જેમ કે કોઇ ગમતી વ્યક્તિ સાથે બાળપણમાં બનેલી કોઇ ઘટના દરેક વ્યક્તિને ઢળતી ઊંમરે પણ યાદ આવતી હોય છે.
સુંદરતા વ્યક્તિનું સ્થાન શોભાવી શકે છે. દરેક મનુષ્ય કંઇક આગવી શક્તિ, આગવી વિશેષતા ધરાવતો હોય છે. તેમાં સુંદરતા ભળે એટલે વ્યક્તિનું માનસ ખીલી ઊઠે છે. સાથે સુંદર વ્યક્તિ વિવેકી હોય છે.વિવેકવાન વિરકત મનુષ્યને જો કોઇ કહે કે: ''તમે ખૂબ સુંદર દેખાવો છો'' તો આ સાંભળીને એને સુંદરતાનું અભિમાન નથી થતું. કારણકે સુંદરતાનું પરિણામ છેવટે શું આવે છે એ તેને ખબર હોય છે. એને સદાય સ્મરણ રહે છે કે, આ સુંદર ચહેરો પણ એક મુઠ્ઠી રાખ બનવા તરફ જઇ રહ્યો છે. જીવનના સંસાર પર્યંત સુંદરતાનું અભિમાન ન થવું જોઇએ નહીં તો છેવટે સંસારમાં રડવાના દિવસો બાકી રહેશે. કારણ કે સંસારથી પૂર્ણ સુખી થઇને કોઇ ગયું નથી. જેમના ખોળામાં ભગવાન શ્રીરામ સ્વયં રમ્યા હતા એવા રાજા દશરથને પણ સંસારે રડાવ્યા હતા. આટલું બધુ ન વિચારીએ તો પણ જીવન પર્યંત સુંદરતાનું આકર્ષણ તો રહેવાનું જ છે.
આજનું નવું જનરેશન સુંદરતા પ્રત્યે સભાન બનતું જાય છે. તે કારણે આજના યંગસ્ટર પંદર દિવસે કે મહિને એકવાર બ્યુટિપાર્લરની અચૂક મુલાકાત લેતા થઇ ગયા છે. જેમાં ફેસ બ્લીચીંગ, શેમ્પૂ તેમજ મસાજની ટ્રીટમેન્ટ લેતા હોય છે પરંતુ હવે આ યંગસ્ટરોને બ્યુટિપાર્લર સુધી જવાની જરૂર નહીં રહે. કારણ કે, લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે સ્કીન વાઇટનિંગ એજન્ટ તેમજ ફેરનેસ માટેના ઇનગ્રેડીએન્ટ જેવા કે કોજીક એસિડ અને અર્બુટિન પ્રકારના કોસ્મેટિક ઇનગ્રેડીએન્ટ આવી ચૂક્યા છે. જે તમારા ચહેરાને ઝગમગતો બનાવવાની પ્રક્રિયા કરશે સાથે સુંદરતામાં વધારો કરશે તેવા જ કોજીક એસિડ અને અર્બુટિન વિશે.
કોજીક એસિડ શું છે ?:-
કોજીક એસિડ એ એક સ્કીન વાઇટનર છે. જે તમારા ચહેરાને ઝગમગતો બનાવવામાં મદદરૂપ બનશે. કોજીક એસિડ થોડા પ્રમાણમાં એન્ટીબાયોટિક પ્રોપર્ટી ધરાવે છે. કોજીક એસિડ કોસ્મેટિક ફોર્મ્યુલેશનમાં સ્કીન ડી-પિગ્મેન્ટેશનમાં મદદરૂપ બને છે. કોજીક એસિડ યુવી એર્બ્સોબર તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે.
એપ્લીકેશન:-
સ્કીન વાઇટનિંગ એન્ટીએજીંગ અને લાઇટનિંગ એજન્ટ છે. - પ્લાન્ટ ગ્રોથ-રેગ્યુલેશન માટે ઉપયોગી છે. - ડીકલેરેશન પ્રિવેન્શન એજન્ટ ઓફ વેજીટેબલ અને ફુડ, - ડાય એઝો કોપિઇગ મટિરીયલ્સ, એધેસિવ, - ઇફેક્ટીવ કમ્પાઉન્ડ ઓફ ક્રીમ, ડેન્ટલ કેરીઝ એન્ડ ઓરલ ઇન્ફેક્શન, - એન્ટીબાયોટિક મોડીફાયર, - ઇમ્પ્રુવ સ્ટેબીલીટી ઓફ એડિબલ ફેટ એન્ડ ઓઇલ સોલ્યુશન હેવ એન્ટી કોરોસીવ પ્રોપર્ટી, - કમ્પોનનેટ ફોર પોટેનશિયલ બાયોડીગ્રેડેબલ બાયોપેસ્ટીસાઇડ, - એન્ટી ઓક્સીડેન્ટ એન્ડ મોર.
એપ્લીકેશન ડોઝ ઇફેક્ટ: - ફ્લેવરીંગ ૦.૨% એડ લસ્ટર, - વેજીટેબલ ૧.૦% પ્રિવેન્ટ ડીકલરેશન, - ફ્લોર પ્રોડક્શન ૦.૧% પ્રિવેન્ટ ડીકલરેશન, - મિટ પ્રોડક્શન ૦.૨% પ્રિવેન્ટ ડીકલરેશન, - સિરપ ૦.૦૫% પ્રિવેન્ટ ડીકલરેશન, - કોસ્મેટિક ૦.૫ થી ૨.૦% વાઇટનિંગ એજન્ટ, - પ્લાન્ટ ગ્રોથ-રેગ્યુલેટીંગ એજન્ટ ૦.૦૦૫-૦.૦૧% ઇન્ક્રીઝ પ્રોડક્શન
લાઇસન્સ:- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરેટીઝ જરૂરી બને છે.