સ્ટેવિયા હર્બલ સુગર વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
પેરૂગ્વેની ઉપજ જેવા સ્ટેવિયા રીબાઉદીન એ એક પ્રકારનો હર્બલ છોડ હોય છે. સ્ટેવિયાના છોડ ૫૦ થી ૭૦ સેન્ટીમીટર ઉંચા, બહુમાળી, બહુજાડીઓવાળા હોય છે. પ્રાકૃતિક અવસ્થામાં આ છોડ ૧૦ થી ૪૦ સે.ગ્રેડ સુધીના તાપમાને સફળતાપૂર્વક ઉગી શકે છે. તેના મુખ્ય ઘટકમાં સ્ટીવીઓસાઈડ, રીબાઉદીસ, રીબાઉદી સાઈડીસી, ડુલકોસાઈડ આધારિત હોય છે. આ ઘટકો ઈન્સુલીન બેલેન્સ કરવાની ક્ષમતા ધરાવે છે. તે કારણે મધુમેહ ડાયાબીટીજના દર્દીઓ માટે રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે.
સ્ટેવિયાના પાનમાં સાકર કરતા લગભગ ૨૫ થી ૩૦ ટકા અને સ્ટેવિયા એકસ્ટ્રેક્ટ ૩૦૦ ગણું મીઠું હોય છે. ભારતમાં સ્ટેવિયાનું ઉત્પાદન કર્ણાટકા, આંધ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં વધારે પડતું થાય છે. સ્ટેવિયાનું મુખ્ય પાસું જે કેલેરી ફ્રી તથા સુગર ફ્રી પ્રકારનું હોય છે.
સ્ટેવિયા પાવડર બનાવવાની વિધી : સ્ટેવિયાના છોડની બહુશાખી ડાળીઓને કાપી લેવામાં આવે છે. ત્યારબાદ તેના પત્તાને છૂટી, સૂકવી દેવામાં આવે છે. છેલ્લે મિકશર મશીન દ્વારા ગ્રાઈન્ડ કરી લઈ પાવડર બનાવવામાં આવે છે.
સ્ટેવિયાની ખેતી : ભારતીય કૃષિકરણ માટે સ્ટેવિયા એક નવા રોપા છે. સ્ટેવિયાની ખેતી વધારે ઠંડી તથા વધારે ગરમ જલવાયુમાં સફળ થતી નથી. પરંતુ તેની નવી પ્રજાતિ તથા નવી ટેકનીકમાં કરેલા સુધારા પ્રમાણે ૧૦ સે.ગ્રેડ થી ૪૦ સે.ગ્રેડ તાપમાનમાં સફળતાપૂર્વક થઈ શકે છે.
સ્ટેવિયા માટે માટીની આવશ્યક્તા : સ્ટેવિયા માટે રેતાળ, હલકી લાલ માટી, જેનો પી.એચ ૬ થી ૮ ની વચ્ચે હોય તે વધારે અનુકૂળ રહે છે. સ્ટેવિયાને વર્ષભર પાણીની જરૂરત રહે છે. પાણીની ગુણવત્તા સારી હોવી જરૂરી હોય છે. ડ્રીપ ઈરીગેશનથી વાવેતર સારું મળે છે.
સબસીડી : સ્ટેવિયાની ખેતી માટે નેશનલ મેડીશનલ બોર્ડ દિલ્હી સ્થિત ૩૦ ટકા જેટલી સબસીડી આપે છે.
નોંધ : FAO / WHO એકસ્પર્ટ કમિટી ઓન ફ્રુડ એડિટીવ (JECFA) તરીકે વિશ્વની અમુક કન્ટ્રીમાં માન્યતા પ્રાપ્ત કરેલ નથી.
કમિટીના અભિપ્રાય પ્રમાણે સ્ટેવિયાનો વધારે પડતો ઉપયોગ કેન્સર નોતરી શકે છે.