Get The App

સોલારએનર્જી જનરેટિંગ સિસ્ટમ વિશે વિસ્તૃત જાણકારી

Updated: May 29th, 2023

GS TEAM


Google News
Google News
સોલારએનર્જી જનરેટિંગ સિસ્ટમ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


ઔદ્યોગિક માર્ગદર્શન- ધીરૂ પારેખ

સૂર્યના કિરણોમાંથી સીધા જ ઘનિષ્ટ જોડાણ વડે મેળવવામાં આવતી ગરમી, પાવર (સોલાર એનર્જી) ને એનર્જી અભ્યાન સિસ્ટમ કહેવામાં આવે છે. આજે દુનિયાના ઘણા દેશોમાં સૂર્ય પ્રકાશ ખૂબ જ માત્રામાં છે. પરંતુ તેનો પૂરેપૂરો ઉપયોગ થયો નથી. આજે યુરોપના દેશો પાસે સોલાર ટેકનોલોજી છે પરંતુ ત્યાં પૂરતો સૂર્ય પ્રકાશ નથી.

આજે આપણા ભારતમાં સોલાર પ્રોજેક્ટો વધારે અનુકુળ બની શકે તેમ છે. તે સાથે વિપુલ પ્રમાણમાં તેના વપરાશકારો, ઉપભોક્તાઓની બજાર પણ છે. સોલાર જનરેટીંગ સિસ્ટમ વડે હજારો નાના ગામડાઓ સુધી વીજ શક્તિ પૂરી પાડી શકાય તેમ છે. જે કિંમતની દ્રષ્ટિએ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે તેમ છે.

સોલાર એનર્જી ઈનસ્ટોલમેન્ટનો ખર્ચ ઘણો જ ઉંચો આવે છે. પરંતુ તેને ચલાવવાનો ખર્ચ જુજ માત્રામાં આવે છે. સોલાર એનર્જી માટે ઇઝરાયલ ખૂબ જ આગળ છે. પરંતુ ઇઝરાઈલે વ્યવહારિક રૂપમાં સ્વીકારેલ નથી. ઇઝરાઈલ સોલાર પાવરના માત્ર ૬ ટકા જ વાપરે છે. છતાં પણ ઇજરાઈલનું સમગ્ર ધ્યાન સૂર્યશક્તિની બાજુએ કેન્દ્રિત થયેલ છે.

વૈજ્ઞાાનિકોના અભિપ્રાય પ્રમાણે ટેકનોલોજીમાં ગેસ-ટ્રિબ્યુનલ મુખ્ય હોય છે. અને તેના કારણે સોલાર સિસ્ટમ ઘણી સસ્તી બની શકે તેમ છે. યુનાઈટેડ સોલાર સિસ્ટમ કોર્પોરેશને આધુનિક પાતળી સોલાર ફિલ્મ ટેકનોલોજી વિકસાવેલ છે. જે હાલના કરતા અડધી કિંમતે સોલાર એનર્જી ઉત્પન્ન કરે છે. જે આકાર રહિત સિલિકોન ધાતુના મિશ્રણ પર આધારિત છે.

સોલાર પેનલમાં સિલિકોનના આકારરહિત મિશ્રણવાળા ત્રણ પડ હોય છે. તે દરેક રંગવર્ણના પટ્ટાઓ જુદાજુદા વિવિધ વિભાગોમાં સૂર્યપ્રકાશનું ઈલેક્ટ્રીકસીટીમાં રૂપાંતર કરે છે. નવી ટેકનોલોજીમાં ક્રિસ્ટલાઈન સિલિકોનની યોજનાઓમાં પાતળી તકતીઓ મોટા પ્રમાણમાં એકબીજાથી જોડાયેલી હોય છે. જે બિલ્ડીંગ શિલીંગમાં ગોઠવાયેલી હોય છે. જે સોલાર કલેક્ટર સાથે જોડાયેલ હોય છે. જેથી સમગ્ર રહેઠાણમાં આખો દિવસ વીજળી પૂરી પાડી શકે છે.

જમીન પરના પાણીના શુદ્ધિકરણ માટે સોલાર એનર્જીનો ઉપયોગ અતિ ગુણકારી સાબિત થયેલ છે. પાણીની સપાટી પરના સેન્વિટા-રસાયણોમાં રહેતા વિષમય કિટાણુંઓનો જલદીથી ખાતમો બોલાવી દે છે. વિશ્વની પ્રજાને જમીન પરના પાણીમાં રહેલ અશુદ્ધિઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. તેના કારણોમાં આ પ્રકારની સોલાર પધ્ધતિ ખૂબ જ અનુકુળ સાબિત થઈ શકે તેમ છે.

સોલાર

આપણા દેશના ઘણા રાજ્યોમાં સખત ગરમી પડે છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, યુ.પી., એમ.પી., સાઉથ, બિહાર, બંગાળ કે બીજા નાના-મોટા રાજ્યોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકાય તેમ છે. આપણા ભારત માટે સોલાર કલેક્ટર સિસ્ટમ વધુ અસરકારક સાબિત થઈ શકે તેમ છે. સોલાર કલેક્ટર ટાવર દરેક રાજ્યના અતિ ગરમ કે જ્યાં ખુલ્લા મેદાન જેવી જગ્યાઓમાં બાંધાવામાં આવે તો સૂર્યપ્રકાશની ગરમીને કલેક્ટર રૂમમાં એકત્રીત કરી શકાય તેમજ સોલાર એનર્જીનો વધુ ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝ માટે પણ થઈ શકે તેમ છે.

આપણા ભારતમાં સોલાર ટેકનોલોજી ઇઝરાઈલ કરતા વધારે અનુકુળ વાતાવરણ સર્જી શકે તમે છે. તે સાથે વિપુલ પ્રમાણમાં ઉપભોક્તાઓની બજાર પણ મળી શકે તેમ છે. તે સાથે આ ટેકનોલોજી આયાતી તેલ તથા કોલસાના પરાવલંબને ઘટાડી શકે તમ છે. આ રીતે અસર વાતાવરણ તેમજ જાગતિક અર્થતંત્ર પર પણ પડશે.

સોલાર સેલ ઃ (ફોટો વોલાટીક સેલ) જે સૂર્ય પ્રકાશમાંથી ખાસ પ્રકારે મેળવવામાં આવતી એનર્જીને બદલીને ઈલેક્ટ્રીક સેલ પાતળી વેફર જેવી સીટ વે ક્રિસ્ટલાઈન અથવા અમોરફોસ સિલિકોનની બનેલ હોય છે. ક્રિસ્ટલાઈન ફોર્મ ત્રણ ઈંચ સ્ક્વેરની હોય છે. પરંતુ હાઈડ્રોજીનેટેડ ગ્લાસ કોટિંગ હોય છે. જે થોડી માઈક્રોન જાડાઈ ધરાવે છે.

સોલાર ટેકનોલોજી વડે ખારા પાણીને રીવર્સઓસમોસીસ સિસ્ટમ વડે મીઠુપાણી બનાવવામાં મદદ રૂપ થઈ શકશે. તેમજ સૂકા રણમાં ખાર યુક્ત પાણી મળી આવે તો ત્યાં પણ અર્ધી કિંમતે વિજળી ઉત્પન્ન કરી શકશે.  ત્યારબાદ સોલાર એનર્જીનો ઉપયોગ લાઈટ તથા લેસરમાં રૂપાંતર કરી અવકાશમાં દૂરસંચાર માટે પણ ખૂબ જ અનુકુળ સાબિત થઈ શકશે.

સિલીકોન પર આધારિત સોલાર એનર્જીથી ઈલેક્ટ્રોનિક સાધનોને એનર્જી પૂરી પાડી ઈલેક્ટ્રીક કરંટ વગર ચલાવી શકાશે જેવાકે કેલક્યુલેટર કે એવા બીજા ઔદ્યોગિક સાધનો માટે ઘણું ઉપયોગી બની રહેશે.

નોંધઃ- દેશની આર્થિકતાના ઉપયોગી એવા સોલાર એનર્જી માટેની કોઈપણ લાઈસન્સ પ્રથાનું ડીક્લેરેશન થયેલ નથી જેથી હાલના સમયે કોઈપણ લાયસન્સ પ્રથાની જરૂર રહેતી નથી. છતાં પણ મ્યુનિસિપાલ તેમજ ગ્રામ પંચાયતની પરમિશન લેવી જરૂરી બને છે

Tags :