મિનરલ અને વિટામિન વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
મિનરલ:- વાસ્તવિક કે મહત્વનો ભાગ એટલે માઈન (ખનીજ માટેની ખાણ), ખનીજ પ્રાણિજ કે વનસ્પતિજન્ય હોય તેવું દ્રવ્ય. જે કુદરતી સંપતિમાંથી પ્રાપ્ત થાય છે. મિનરલ એ હ્યુમન બોડી માટે જરૂરી પોષક તત્વ સાબિત થયેલ છે. જે જીયોલોજીકલ ઈનઓરગેનિક કમ્પાઉન્ડ છે. નોનમેટાલિક પોષક તત્વ જેવા કે ઓકસીજન, નાઈટ્રોજન, કાર્બન અને હાઈડ્રોજન હ્યુમન બોડીનો ૯૬ ટકા માસ બનાવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસફરસના ૨.૩ ટકા અને ૩.૪ ટકા જેટલા હોય છે. સાથે બે કરતા વધારે પણ સંખ્યાબંધ નહીં તેવા મુખ્ય તત્વોમાં પોટેશિયમ, સોડિયમ, સલફર, ક્લોરિન, મેગ્નેશિયમ, આર્યન, મેનગેનિઝ, કોપર, કોબાલ્ટ, ફ્લોરિન, સિલીકોન, આયોડિન અને મોલિબડેનિયમની હાજરી જરૂરી હોય છે. પરંતુ તે ગુડ હેલ્થ માટે એટલા જરૂરી હોતા નથી.
ડે ટુડે બેઝીસ આ પોષક તત્વની નાની તેમ સૂક્ષ્મતમ માત્રામાં જરૂર રહે છે. થોડાઘણા આ પોષક તત્વો જીવનશક્તિ અને બિલ્ડીંગ ટીચ્યૂ, મેઈન્ટેઈનીંગ લાઈફ પ્રોસેસ અને બંધબેસતી એનર્જી સપ્લાય અને એમિનો એસિડ પૂરુ પાડવામાં મદદરૂપ બને છે. હ્યુમન બોડીને કેલ્શિયમ અને ફોસફરસની મોટા પ્રમાણમાં જરૂરત રહે છે. આર્યન એક ખાસ પોષકતત્વ છે. તેની થોડા થાઉઝન્ડ ઓફ ગ્રામની રોજે જરૂરત રહે છે. સૌથી વધારે મેટાલિક સુક્ષ્મતમ માત્રા એટલે પાર્ટ ઓફ એન્ઝાઈમ, હોર્મોન્સ અથવા વિટામિન જેવા તત્વોની જરૂર રહે છે.
વિટામિન બી-૧૨ નું એક જાણીતું એસેન્સીયલ કમ્પોનેટ એટલે કોબાલ્ટ જે નવા રેડ બ્લડ સેલ ફોર્મેશનમાં આધારભૂત બને છે. આયોડિન હોર્મોન્સ થાઈરોકસીન માટે ખાસ જીવનપયોગી થાય છે. પાનક્રીએટ હોર્મોન્સ ઈનસ્યુલિન ઓપરેટ કરે છે. મેગ્નેશીયમ એન્ઝાઈમ્સને જોડનાર અને ઓકસીડેશનમાં ભાગ લેનાર હોય છે. મેટાલિક આયોન જેવા કે કોબાલ્ટ, મેગ્નેશિયમ અને ઝીંક સારી હેલ્થ માટે મોટી માત્રામાં લઈ શકાય છે.
કેલ્શિયમ:- દૂધ અને તેના પ્રોડક્ટસ અને ગ્રીન વેજીટેબલમાંથી મેળવી શકાય છે.
ફોસફરસ:- મટન, ફીશ, પોલ્ટ્રી, ગ્રેઈનમાંથી મેળવી શકાય છે.
આર્યન:- લીવર, લીન મટન, એગ્ઝમાંથી મેળવી શકાય છે.
આયોડિન:- સિ-ફુડમાંથી મેળવી શકાય છે.
સોડિયમ:- ટેબલ સોલ્ટમાંથી મેળવી શકાય છે.
પોટેશિયમ:- દરેક પ્રકારના ફુડમાંથી મેળવી શકાય છે.
વિટામિન:- એક જાતનું સિમ્પલ પરસ્પર સબંધિત મોલિક્યૂલ (અણુઓનું બનેલ) કો-એન્ઝાઈમ અથવા પાર્ટ ઓફ કો-એન્ઝાઈમ ડિફરન્ટ સેલ્યુલર રીએકશન હોય છે. માનવજીવન માટે વિટામિન અગત્યનું છે. પરંતુ તેનું શારિરીક સંયોજન કે સંશ્લેષણ નથી હોતું. વિટામિનને પ્લાન્ટ મારફતે પ્રાપ્ત કરવામાં આવે છે. નિશ્ચિત રૂપે એનિમલ અને માઈક્રોઓરગેનિઝમ અને થોડા કેસમાં મેન્યુફેકચરીંગ દ્વારા મેળવી શકાય છે.
વિટામિન બી-૧ (થાઈએમાઈન) - જે ઘણા સંયોજનથી મેળવાય છે. જેવા કે સિરલ, ગ્રેઈન બેટા કેરોટોન (સી-૪૦, એસ-૫૬), તેનું રૂપાંતર વિટામિન-એ- (સી-૨૦, એસ-૨૯, ઓએસ), જે ખારા પાણીમાં રહેલ માછલીમાંથી મેળવવામાં આવે છે. જે કોડલીવર ઓઈલ મેળવવા માટેનો મોટો સોર્સ છે.
વિટામિન (કે-૨) - જે વધારે પડતું બ્લીડીંગ રોકવાનું કામ કરે છે તેને ઈન્ટેસ્ટિનલ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. એસ્કોર્બિક એસિડ ઘણું જ જાણીતું નામ છે. એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન-સી. જે વધારે પડતું સિટ્રુસ અને બીજા ફ્રેસ ફ્રુટમાંથી મેળવવામાં આવે છે. વિટામિન-સી ને લેબોરેટરીજમાં પણ બનાવી શકાય તેમજ મોટા પ્રમાણમાં મેન્યુફેકચરીંગ પણ કરી શકાય છે. જે જનરલ પબ્લીકમાં ખુબ જ વેચી શકાય છે.
વિટામિન-ડી - એક જાતનું સર્વલ કમ્પાઉન્ડ છે. જે સૂર્યના પારજાબલી કિરણો સામે પ્રોટેક્ટ કરે છે. વિટામિન-ડી ને કોલેસ્ટ્રોલમાંથી મેળવવામાં આવે છે. વિટામિન-એ નાઈટબ્લાઈન્ડનેસ (રાત્રીનાં ન દેખી શકાતું હોય) તેને માટે ઉપયોગી છે.
વિટામિન-એ: મિલ્ક, બટર, કેરોટ, ફીશમાંથી મેળવી શકાય છે. થાઈએમાઈન-બી-૧: મિટ, સિરલગ્રેઈન, ઈસ્ટમાંથી મેળવી શકાય છે. રિબોફલેવિન-બી-૨: લીવર એગ્ઝમાંથી મેળવી શકાય છે. નિયાસિન: મટન, ઈસ્ટ, મિલ્કમાંથી મેળવી શકાય છે. ફોલિક એસિડ: ગ્રીન વેજીટેબલમાંથી મેળવી શકાય છે. વિટામિન-બી-૧૨: લીવરમાંથી મેળવી શકાય છે. વિટામિન-સી: સિટ્રુસ, ફ્રુટ, ટોમેટોમાંથી મેળવી શકાય છે.
વિટામિન-ડી: ફીશ લીવરમાંથી મેળવી શકાય છે. વિટામિન-ઈ: એગ્ઝ, સલાડ વેજીટેબલમાંથી મેળવી શકાય છે. વિટામિન- કેઃ ગ્રીન વેજીટેબલ માથી મેળવી શકાય છે.
લાઈસન્સ: ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટીઝ જરૂરી બને છે.