જોજોબા અને સેલવોડોરા વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
જોજોબા રણ વિસ્તારને દૂર કરનાર લાંબા આયુષ્ય વાળો છોડ છે. આ છોડનું આયુષ્ય ૫૦થી ૨૦૦ વર્ષ સુધીનું ગણાય છે. આ છોડની લંબાઈ સાડાત્રણ મિટર જેટલી હોય છે. તેની ઉપર નવેમ્બર આસપાસ ફૂલ આવે છે. ત્યારબાદ છ માસ પછી તેમાં 'બી' ઉત્પન્ન થાય છે.
જોજોબાના છોડ પથરાળ, રેતાળ અને ખારાપટની જમીનમાં પણ ઉગી શકે છે. જોજોબાના છોડની રોપણી પછીથી ત્રીજા વર્ષથી 'બી' આપવાનું ચાલુ કરે છે. જે દસ વર્ષમાં એક હેકટર દીઠ ૨૦૦૦ કીલો 'બી' આપે છે. જોજોબા વ્યાપારી ધોરણે ઘણું જ ઉપયોગી થઈ શકે તેમ છે. તેમજ પડતર જમીનનો ઉપયોગ થઈ શકે તેમ છે. જોજોબા વિદેશી છોડ છે. પરંતુ આપણા ભારતમાં તેના વિશે સંશોધન થઈ રહ્યું છે.
જોજોબા ઓઈલ-પ્રોપર્ટી: કલરલેસ, ઓર્ડરલેસ, વેક્સી લીકવીડ, કેમિકલી સિમીલર ટુ સ્પ્રમ ઓઈલ. ઓઈલ કન્ટ્રોલર ઇન ક્રીમ બેઝ.
ડેરીવેશન: બાય ક્રસિંગ સીડ ઓફ એન એવરગ્રીન ડેઝર્ટ મિશ્ર ફાઉન્ડ ઇન સાઉથ વેસ્ટર્ન યુ.એસ. એન્ડ નોર્થ મેક્સીકો. એક્સ્પેરીમેન્ટલ કલટીવેશન ઇન કેલીફોરનિયા એન્ડ ઇઝરાઇલ. જોજોબા 'બી'માંથી લગભગ ૫૦ ટકા ઓઇલ નીકળી શકે છે.
ઉપયોગ: કોસ્મેટિક પ્રિપરેશન, એન્ટીબાયોટિક ફર્મનટેશન, સુટેબલ ફોર કાર્નુબા વેક્સ અને બીઝ વેક્સ, ટ્રાન્સમિશન લુબ્રીકાંન્ટ, હાઇપ્રેસર લુબ્રીકાન્ટ.
સેલ્વોડોરા: સેલ્વોડોરા એસ. પર્સીકા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આંધ્રપ્રદેશ, કર્નાટકા, તામિલનાડુ જેવા રાજ્યોમાં વાવેતર હાથ ધરેલ છે. આ પ્લાન્ટ હંમેશા ગ્રીન રહે છે. અને આ ઝાડને નવેમ્બર ડીસેમ્બરમાં ફૂલ આવે છે. ત્યારબાદ મે માસમાં 'બી' આપવાનું ચાલુ કરે છે. જેને ક્રશીંગ પ્લાન્ટ દ્વારા ક્રશ કરી ઓઇલ કાઢવામાં આવે છે. તેમાંથી લગભગ ૩૦થી ૪૦ ટકા તેલ નીકળે છે. સેલ્વોડેરાના 'બી'માંથી નીકળેલ ઓઇલમાં ૩૦ ટકા જેટલું માયરીસ્ટેટ પ્રકારનું ઓઇલ હોય છે. જે સબસ્ટીટયૂટ ઓફ કોકોનટ ટાઇપનું હોય છે.
આ ઓઈલનો ઉપયોગ સોપ્સ અને ડીટરજન્ટમાં થઈ શકે છે. આ પ્રોજેક્ટ વેસ્ટ લેન્ડમાં પણ થઈ શકે છે. આ પ્લાન્ટ રોપ્યા પછી જો તેને બરાબર મોઈચર મળી રહે તો ૨૦ દિવસમાં ઉગી નીકળે છે. ત્યારબાદ તે 'બી' આપવાનું ચાલુ કરે છે. છેલ્લે આ 'બી' ને ક્રશ કરી ઓઇલ મેળવવામાં આવે છે.
સેલ્વોડોરા પર્સીકાને રોપવાનો ખર્ચ એક હેક્ટર દીઠ રૂા. ૫૦૦૦ જેટલો આવે છે. જેમાં ફર્ટીલાઇઝર, ઈનસેક્ટીસાઈડ, મેન્ટનન્સ, ફીલ્ડ પ્લાન્ટીંગ, એફ.વાય.એમ. નર્સરી પ્રિપરેશન સીડ મટિરીયલનો સમાવેશ થાય છે.
સેલવોડોરા: ૫૦૦ પ્લાન્ટ એક હેકટર દીઠ.
ઉતારો: ત્રણ વર્ષે ૫૦ કિલો આવે છે.
જોજોબા ઓઇલ ક્રીમ બનાવવા માટે ના કી-ઈનગ્રેડીએન્ટ: જોજોબા ઓઇલ, લેનોલિન અનહાઇડ્રસ, સ્ટીયરિક એસિડ, પી.ઈ.જી. ૪૦૦, ટ્રાયઈથેનોલ એમાઈન, મિથાઈલ પ્રોપાઈલ પેરાબીન કલર પરફયુમ્સ અને ડી.એમ. વોટર વડે જોજોબા ક્રીમ બનાવી શકાય છે.
જોજોબા વેસેલીન ટાઈપ: જોજોબા ઓઇલ, લાઈટ લીકવીડ પેરાફીન ઓઇલ, પેરાફીન વેક્સ, માઈક્રોકિસ્ટલાઇન વેક્સને ૭૦ સે.. ગ્રેડ તાપમાને ગરમ કરી બનાવી શકાય છે.
જોજાબા લીપ ઓઇન્ટમેન્ટ: બીઝવેક્સ, લેનોલિન અનહાઇડ્રસ, માઇક્રોક્રિસ્ટલાઇન વેક્સ, કલર અને પરફ્યુમ્સ વડે જોજોબા લીપ ઓઇન્ટમેન્ટ બનાવી શકાય છે. આ પ્રોડક્ટસને ૬૫ સે. ગ્રેડ તાપમાને ગરમ કરીને બનાવવામાં આવે છે.
લાઇસન્સ: ધ લાઇસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.
નોંધ: ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાબ્ડ બાય ઇન્ડીયન નેશન્સ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.