હાઈડ્રોજન પેરોક્સાઈડ વિશે વિસ્તૃત જાણકારી
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
હાઈડ્રોજન પેરોક્ષસાઈડ: પ્રોપર્ટી, ડેરીવેશન, એપ્લીકેશન
હાઈડ્રોજન પેરોક્ષસાઈડ એ એનવિરોનમેન્ટલ-ફ્રેન્ડલી ડીઓડોરાઈઝીંગ અને બ્લીચીંગ એજન્ટ છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ ઓરગેનિક અને ઈન-ઓરગેનિક કેમિકલ પ્રોસેસીંગમાં થાય છે જેવા કે ટેક્ષટાઈલ્સ અને પલ્પ બ્લીચીંગ, મેટલ ટ્રીટમેન્ટ, ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, કોસ્મેટિક ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.
હાઈડ્રોજન પેરોક્ષસાઈડ સ્ટ્રોંગ ઓકસીડાઈઝીંગ એજન્ટ છે. તેનું પાણીમાં વીક સોલ્યુસન બને છ. તેમનું ફોર્મ્યુલેશન પાણી સાથે એકસ્ટ્રા એટોમ ઓફ ઓકસીજન એટેસ્ડ H2o2 છે. જે પાણીમાં પુરેપુરું સોલ્યુબલ છે. પ્યોર અનહાઈડ્રસ હાઈડ્રોજન પેરોક્ષસાઈડ કલર વગરનું પાલે બલ્યું સિરપ લીકવીડ હોય છે. જે Co. સે.ગ્રે. ઉષણતામાને ડી.કંમ્પોઝ થાય છે.
ડેરીવેશન:- કોર્મસિયલ પ્રિપરેશન ઈલેકટ્રોલાઈસિસ ઓફ એમોનિયમ બાય સલફેટ અથવા પોટેશિયમ બાય સલફેટનું સલફ્યુરિક એસિડ સાથે થાય છે. હાઈડ્રોજન પેરોક્ષસાઈડ કલર વગરનું પાણી જેવું દેખાતું પાણીમાં ઓળગતું નોન-ફ્લેમેબલ રસાયણ છે. જે વોટર સોલ્યુસનના રૂપમાં બજારમાં મળે છે. હાઈડ્રોજન પેરોક્ષસાઈડનું પ્રિપરેશન ૨૦ ટકા હાઈડ્રોજન પેરોક્ષસાઈડ સિરપ અને ૮૦ ટકા પાણી એટલે ૨૦ વોલ્યુમનું હાઈડ્રોજન પેરોક્ષસાઈડ કહેવાય છે. નોર્મલ કન્ડીશનમાં હાઈડ્રોજન પેરોક્ષસાઈડને પ્રોપર સ્ટોર કરવામાં આવે તો તે પુરેપુરું સ્ટેબલ રહે છે. સાથે નોર્મલ ટેમ્પ્રેચરે મોટી કોન્ટીટીમાં સ્ટોર કરવામાં આવે તો વર્ષે ૧ ટકા જેટલું નુકસાન થાય છે.
એપ્લીકેશન:- પલ્પ બ્લીચીંગ અને મિકેનિકલ પલ્પ બ્લીચીંગ એમ બે પ્રકારમાં હાઈડ્રોજન પેરોક્ષસાઈડનો ઉપયોગ થાય છે. સલફાઈટ અને ક્રાફ્ટ સલફાઈટ પલ્પ બહુ જ જલદીથી બ્લીચ થાય છ અને સારી બ્રાઈટનેસ આપે છે. ત્યારે ક્રાફ્ટ સલફાઈટ બ્લીચ કરવા માટે વધારે સમય આપવો પડે છે.
ટેક્ષટાઈલ બ્લીચીંગ:- ટેક્ષટાઈલ બ્લીચીંગ બે મેથડમાં થાય છે. એક ક્લોરિનનો ઉપયોગ કરીને અને બીજી રીતે કોસ્ટીક સોડા સાથે હાઈડ્રોજન પેરોક્ષસાઈડનું સમપ્રમાણ દ્રાવણ બનાવીને બ્લીચીંગ કરવાથી સારુ રીઝલ્ટ મળી શકે છે.
એન્ટીસેપ્ટીક અને ડિસિંનફેકશન એપ્લીકેશન:- હોસ્પિટલ ડ્રીકીંગ વોટર સપ્લાય, સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ, ફુડ પેકેજીંગ સ્ટરીલાઈઝ, નોન-રેફ્રીજેટેડ મિલ્ક અને જ્યુસ, પેપર ફોઈલ, પ્લાસ્ટીક લેમિનેટને સ્ટરીલાઈઝ કરવા માટે હાઈડ્રોજન પેરોક્ષસાઈડ ૧૫ થી ૩૫ ટકા, ૭૦ સે.ગ્રે. ઉષ્ણતામાને કામ કરે છે. હાઈડ્રોજન પેરોક્ષસાઈડના સોલ્યુસન વડે કોન્ટેક્ટ લેન્સને સાફ કરી શકાય છે. જે ઘણા બ્રાન્ડમાં બજારમાં મલે છે. એગ્ઝ પેચ્યુરાઈઝેશન માટે એન્ટીમાઈક્રોબીયલ કામ આપે છે.
હેર પ્રિપરેશન:- આજે વ્યક્તિગત હેર બ્લીચીંગ માટે હાઈડ્રોજન પેરોક્ષસાઈડનો ઉપયોગ થાય છે. જે વાળ ઉપરથી પીગમેન્ટ મેલાનિન રીમૂવ કરે છે. જેમાં ૩ થી ૪ ટકા હાઈડ્રોજન પેરોક્ષસાઈડનું સોલ્યુસન વપરાય છે. જે ૨૦ વોલ્યુમમાંથી બનાવવામાં આવે છે.
હેર ડેવલોપર:- આ ડેવલોપરનો ઉપયોગ ડાય સાથે ૬ ટકા હાઈડ્રોજન પેરોક્ષસાઈડ અને જ્યારે વાળ ઉપર ડાય લગાડવામાં આવે છે ત્યારે જ કરી શકાય છે.
સ્ટેનિલાઈઝર:- હાઈડ્રોજન પેરોક્ષસાઈડ સ્ટેબલ કરવા માટે ઈન-ઓરગેનિક અને ઓરગેનિક ફોસફેટ અથવા સ્ટેનેટ અને સિલીકેટનો ઉપયોગ કરવામાં આવે છે.
સેફટી આંખ પ્રોટેકશન:- હાઈડ્રોજન પેરોક્ષસાઈડ કોઈપણ પ્રકારનું પ્રોઈઝન નથી પરંતુ આંખને ડેમેઈજ કરે છે. જેથી હાઈડ્રોજન પેરોક્ષસાઈડને હેન્ડલ કરતી વખતે ગોગલ્સ પહેરવા જરૂરી છે.
ક્લોથ પ્રોટેકશન:- હેન્ડ ગ્લોઝ, એપ્રન, એપ્રનમાં એક્રાલિક ફાઈબર, પોલિસ્ટર, પોલિવિનાઈલ ક્લોરાઈડ અથવા ન્યુઓપ્રીનના બનેલ એપ્રન પહેરીને જ હેન્ડલીંગ કરવું જરૂરી બને છે.
હાઈડ્રોજન પેરોક્ષસાઈડ ચામડી ઉપર લાગી જવાથી ચામડી સફેદ થઈ જાય છે.
જેનું કારણ હાઈડ્રોજન પેરોક્ષસાઈડના ગેસ બબલ્સ ચામડી ઉપર સ્પ્રેડ થવાથી સ્કીન સફેદ થઈ જાય છે. પરંતુ નોર્મલ પાણીમાં સાફ કરવાથી ચામડી નોર્મલ બને છે અને કોઈપણ જાતનું સ્કીન ડેમેજ થતું નથી.
ધ ઈન્ડસ્ટ્રીઝ:- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ ઓથોરીટીઝ ઈઝ એ મસ્ટ.