Get The App

સિરામિક ઈન્ડસ્ટ્રીઝ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Apr 3rd, 2023

GS TEAM


Google News
Google News
સિરામિક ઈન્ડસ્ટ્રીઝ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ

ઓરગેનિક રેઝીન બાઈન્ડર સિસ્ટમ પ્રમાણે કોસ્ટેબલ સિરામિક પ્રોડક્ટસમાં નવા ઓરગેનિક રેઝીન બાઈન્ડર તરીકે ફુરફુરાઈલ આલ્કોહોલ અને કેટેલાયસ્ટર તરીકે ઝીંક ક્લોરાઈડ અને પારા ટોલ્યુન સલફોનિક એસિડ-(પી.ટી.એસ.એ), ના કોમ્બીનેશન પ્રોડક્શનની શોધ થયેલ છે. નવી ઈમ્પ્રુવ પધ્ધતિમાં આર્ટીકલ સિરામિક કાસ્ટીંગ મેથડની સરખામણીએ કોમ્બીનેશન પ્રકારની શોધ થયેલ છે.

સિરામિક પાર્ટીકલ તરીકે ફયુઝડ એલ્યુમિના સાથે ઓરગેનિક રેઝીન બાઈન્ડરની સરખામણીએ ફુરફુરાઈલ આલકોહોલ અને સ્વીકૃત સિધ્ધાંત પ્રમાણે કેટેલાઈસ્ટ કે જે ઝીંક ક્લોરાઈડ અને પારા ટોલ્યુન સોફોનિક એસિડ (પી.ટી.એસ.એ.) ના મિશ્રણ ફલ્યુડ કાસ્ટેબલ સિરામિક બાઈન્ડર પ્રોડયુસ કરે છે. ત્યારબાદ શેપ (મોલ્ડ) આપવામાં આવે છે. જે લો-ટેમ્પ્રેસરે રીઝડ, સ્ટેબલ રેઝીન બોન્ડેડ સિરામિક આર્ટિકલ બને છે.

નવા ડેવલોપમેન્ટ પ્રમાણે સિરામિક પાર્ટીકલ લગભગ ૯૦- થી ૯૫ ટકા વેઈટ પ્રમાણેનું મિક્ચર, બાઈન્ડર તરીકે ફુરફુરાઈલ આલ્કોહોલ લગભગ ૫ - થી ૮ ભાગ, કેટેલાયસ્ટ ઝીંક ક્લોરાઈડ લગભગ ૦-૨૫- થી -૨ ભાગ, અને પારા ટોલ્યુન સલફોનિક એસિડ લગભગ ૦-૨૫-થી-૦-૫૦ ભાગ. ટોટલ વેઈટ ઓફ ધ મિક્ચર, આ પ્રકારની પધ્ધતિમાં  રૂમ ટેમ્પ્રેસરે પારા ટોલ્યુન સલફોનિક એસિડ, ઝીંક ક્લોરાઈડ કરતા ફુરફુરાઈલ આલ્કોહોલ સાથે વધારે એક્ટીવ બને છે. અને રેઝીનનો ઉતારો ૭૦ ટકા થી વધારે આવે છે.

ફુરફુરાઈલ આલ્કોહોલ અને પારા ટોલ્યુન સલફોનિક એસિડ અથવા ઝીંક ક્લોરાઈડ કેટેલાયસ્ટ બ્લેન્ડ મિક્ચરને કાસ્ટ મોલ્ડ કર્યા પછી ક્યૂરિંગ માટે ૬૦ સે. ગ્રેડ થી ૧૫૦ સે. ગ્રેડ તાપમાને ૬૦ થી ૧૦૦ કલાક સુધી ટેમ્પ્રેસર આપવું જરૂરી હોય છે. જે આર્ટીકલ પર આધારિત હોય છે.

રિફ્રેક્ટરી બ્રીક :- રિફ્રેકટરી બ્રીક માટે કાસ્ટેબલ ફોર્મ્યુલેશન કમ્પોઝડમાં ફયુઝડ એલ્યુમિના સાથે બાઈન્ડ સિસ્ટમ સરખામણીએ ફુરફુરાઈલ આલ્કોહોલ સાથે કેટેલાયસ્ટ કમ્પોઝ ઝીંક ક્લોરાઈડ +  (૫૦ ટકા - પાણી = સોલ્યુસન), અને પારા ટોલ્યુન સલફોનિક એસિડ + (૬૫ ટકા - પાણી = સોલ્યુસન) પ્રમાણે બ્લેન્ડ બનાવવામાં આવે છે. ત્યારબાદ આ ફોર્મ્યુલેશનનો બ્લોક બનાવવામાં આવે છે. કે જે મોલ્ડ હોય છે.

બ્લોક બનાવવા માટેનું ફોર્મ્યુલેશન :-

ફયુઝડ એલ્યુમિના ૯૩.૫૭ ટકા.

ફુરફુરાઈલ આલ્કોહોલ ૫.૫૩ ટકા.

ઝીંક ક્લોરાઈડ 

(૫૦ ટકા સોલ્યુસન) ૦.૪૬ ટકા

પી.ટી.એસ.એ. 

(૬૫ ટકા સોલ્યુશન) ૦.૪૩ ટકા.

બનાવવાની રીત :- સૌ પ્રથમ ફયુઝ એલ્યુમિના અને ફુરફુરાઈલ આલ્કોહોલને મિક્સ કરવા ત્યારબાદ કેટેલાયસ્ટર ઝીંક ક્લોરાઈડ અને પી.ટી. એસ.એ ને યુનિફોર્મ મિક્સ કરવા, ત્યારબાદ ટેફલોન મોલ્ડમો કાસ્ટ કરવું. ત્યારબાદ આ બનેલ મોલ્ડને ૮૦ સે. ગ્રેડ તાપમાને ૨૪ કલાક માટે ઓવન કરવું. છેલ્લે મોલ્ડમાંથી રીમૂવ કરવું. અને ટેસ્ટ કરવું કે જે મોલ્ડ બનેલ છે તેમાં ક્રેકિંગની નિશાની અથવા ડીગ્રેડેશન આવેલ નથી ને તે મુખ્ય હોય છે. જેથી રીફેક્ટરી બ્રીક બને છે.

કાસ્ટીંગ શેપ આર્ટીકલ જેવા કે ફર્નાસ લાઈનીંગ બ્લોક, રીફેક્ટરી પાત્ર અને તેને લગતા બ્લોક એલ્યુમિના, ફયુઝડ એલ્યુમિના અને થોડા પ્રમાણમાં બીજા પ્રકારના ઈનગ્રેડીએનેટ જેવા કે ખનીજવાળા પદાર્થ, ખાર અને ઈમ્પોરીટીને મેળવીને બ્લોક બનાવવામાં આવે છે.

કુરકુરાઈ આલ્કોહોલ એ એક રીએક્ટીવ કમ્પાઉન્ડ છે જે બીજા પ્રકારના કેટેલાયસ્ટ તરીકે મિનરલ એસિડ, સ્ટ્રોંગ ઓર્ગેનિક એસિડ, લેવિસ એસિડ વડે રેઝીનીફાઈડ કરી શકાય છે. જે એક્ઝોથર્મિક રીએક્શન હોય છે.

સિરામિક :- સિરામિક પ્રોડક્ટસ એ એક અર્થ રો-મટિરિયલ્સ અને હીટ (ગરમી) થી બનતા આર્ટીકલ હોય છે. જે સિલીકોન સાથે તેના ઓક્સાઈડ અને કોમ્પલેક્સ હોય છે. જેમાં ક્લે પ્રોડક્સ (બ્રીમ,  ટાઈલ્સ, ટેરાકોટા, ગ્લેઝ ટાઈલ્સ, ઈલેક્ટ્રીક આર્ટીકલ, સ્પાર્ક પ્લગ, સેનીટરી વેર, ફલોર ટાઈલ્સ, રીફ્રેકટરી મટિરીયલનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અલગ અગલ પ્રકારની રો-મટિરીયલ તેમજ ડીફરન્ટ પ્રકારના તાપમાનને આધારીત હોય છે.

લાઈસન્સ :- લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ, ફોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.

Tags :